વાંચો .. ગુજરાતમાંથી આ રીતે ચાલતો હતો ડ્રગ્સનો કાળો કારોબાર

ગુજરાત(Gujarat) એટીએસ દ્વારા ચાર દિવસ સુધી આ ઓપરેશન ચલાવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના પાંચ જિલ્લાની પોલીસ આરોપીઓની શોધખોળમાં લાગી હતી. એસઓજી જૂનાગઢ, એસઓજી જામનગર, એસઓજી સુરત, એસઓજી વડોદરા, એસઓજી વડોદરા ગ્રામય ની ટિમનો પણ સમાવેશ થાય છે.

વાંચો .. ગુજરાતમાંથી આ રીતે ચાલતો હતો ડ્રગ્સનો કાળો કારોબાર
Gujarat Drugs illegal Business
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Aug 17, 2022 | 5:36 PM

દેશમાં ત્રણ દાયકા પહેલા ડ્રગ્સનો(Drugs)  ધંધો કરતા માફીયાઓ ફરી સક્રિય થયા અને ખોલી નાખી ડ્રગ્સની ફેક્ટરી. જેમાં ગુજરાતમાં(Gujarat)  કેમિકલ ફેક્ટરીની(Chemical Factory)  આડમાં MD ડ્રગ્સનું પ્રોસેસિંગ થતું હતું. તેમજ ચોકકસ એજન્ટ મારફતે મુંબઈ અને રાજસ્થાનમાં તેનો સપ્લાય કરવામાં આવતો હતો. વડોદરાના સાવલી માંથી એટીએસ અને એસઓજી દ્વારા ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. મોકસી ગામની સીમમાંથી કેમિકલ ફેક્ટરીની આડમાં એમડી ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપાયો છે. ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું ડ્રગ્સનું પ્રોડક્શન આ ફેકટરીમાં થઈ રહ્યું હતું. આમ તો અત્યાર સુધી પંજાબ અને આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ નશાનો કારોબાર ચાલતો હતો જેના કારણે પંજાબ નું યુવાધન બરબાદ થઈ રહ્યું હતું. તેથી જ તે ઉડતા પંજાબ તરીકે જાણીતું થયું હતું. પરંતુ હવે ગુજરાત ઉડતા ગુજરાત ન બને એ માટે એજન્સીઓ સક્રિય બની છે.

મહેશ વૈષ્ણવ અને પિયુષ પટેલ બંને એમ.ડી . ડ્રગ્સ સોદાગરો

ગુજરાત એટીએસે વડોદરાના સાવલીમાં એક બે કિલો નહિ પરંતુ એમ.ડી ડ્રગ્સ બનાવતી આખી ફેકટરી ઝડપી પાડી છે. આ ફેકટરીમાં 240 કિલો એમ.ડી ડ્રગ્સ બનાવી લેનાર સામે કાર્યવાહી કરી કરવામાં આવી છે, જેમાંથી 15 કિલો એમ.ડી ડ્રગ્સ વેચી નાખ્યું અને 225 કિલો ડ્રગ્સનો જથ્થો ગુજરાત એટીએસએ કબજે કરી લીધો છે. આ ગુનામાં ઝડપાયેલા મહેશ વૈષ્ણવ અને પિયુષ પટેલ બંને એમ.ડી . ડ્રગ્સ સોદાગરો છે. આ બંને આરોપીઓએ વડોદરાના સાવલી તાલુકાના મોકસી ગામમાં એક કેમિકલ ફેકટરી ઉભી કરી હતી અને તેમાં કેમિકલ નહિ પણ મોતનો સામાન એટલેકે મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. જેમાં ડ્રગ્સ બનાવવા માટે થઈને હાઇલી એજ્યુકેટેડ અને કેમેસ્ટ્રીમાં નિષ્ણાંત એવા પિયુષ મકાની ખાસ મદદ લેવામાં આવી હતી. આ આરોપીઓએ ભેગા થઈને કુલ 02 કેમિકલ ફેક્ટરી બનાવી હતી જેમાં વડોદરા જિલ્લાના મોકસી ગામમાં “નેક્ટર નામની ફેકટરી” ઉભી કરી હતી જેમાં મુખ્ય આરોપી મહેશ વૈષ્ણવ અને પિયુષ પટેલ ભાગીદાર હતા.

જ્યારે બીજી કંપની “વેન્ચર ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની” ઉભી કરી જેમાં મહેશ વૈષ્ણવ, પિયુષ પટેલ અને રાકેશ મકાની તથા વિજય વસોયા, દિલીપ વાઘાસિયા ભાગીદારો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ તમામ આરોપીઓ સપ્ટેમ્બર મહિનાના 2021 ના વર્ષથી અત્યાર સુધીમાં 240 કિલો એમ.ડી. ડ્રગ્સ બનાવી ચુક્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેમાંથી ગુજરાત એટીએસે 02 આરોપીઓ પાસેથી 225 કિલો ગ્રામ.એમ.ડી. ડ્રગ્સ કે જેની અંદાજે કિંમત 1125 કરોડ રૂપિયાની છે તે કબજે કરી કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો

ક્યાં ક્યાં આરોપીઓ પહોંચાડતા હતા ડ્રગ્સ

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી દિનેશ ધ્રુવ સૌરાષ્ટ્રનું નેટવર્ક સંભાળતો હતો. આરોપી દિનેશ જામનગરનો રહેવાસી હોવાથી જામનગર તેમજ અન્ય જિલ્લાઓમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો. આરોપી દિનેશ અગાઉ 1994 માં જેતપુર એનડીપીએસ કેસમાં પોલીસ ચોપડે ચઢી ચુક્યો છે અને 12 વર્ષની સજા પણ ભોગવી ચુક્યો છે. ડ્રગ્સ સૌરાષ્ટ્ર ઉપરાંત મુંબઈ અને રાજસ્થાન પણ સપ્લાય કરાતું હતું. જેમાં મુંબઈ ખાતે ઇબ્રાહિમ હુસેન અને તેનો પુત્ર બાબા ઇબ્રાહિમ સંભાળતા હતા તો બીજી તરફ અન્ય એક રાજસ્થાનનો વ્યક્તિ સમગ્ર રાજસ્થાનનું નેટવર્ક સંભાળતો હતો.

ગુજરાત એટીએસે આરોપીઓએ એમ.ડી.ડ્રગ્સ વેચેલાના રૂપિયા 14 લાખ પણ કબ્જે કર્યા છે. મુખ્યત્વે ડ્રગઝ બનાવવની કામગીરી મહેશ અને પિયુષ અને રાકેશ તથા વિજય ઉપરાંત દિલીપની હોવાનું જણાઈ આવ્યું છે ત્યારે ડ્રગઝ વેચવાની જવાબદારી દિનેશ, ઇબ્રાહિમ અને બાબા નામના આ ત્રણ શખશોની હતી. એટીએસ દ્વારા વધુ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલ આરોપી મહેશ વૈષ્ણવ પણ અગાઉ 1998 માં ભાવનગર કસ્ટમના NDPS કેસમાં ઝડપાઇ ચુક્યો હતો અને સાત વર્ષ સુધી જેલમાં હવા ખાઈ ચુક્યો છે.

ચાર આરોપીઓની એટીએસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી

ગુજરાત એટીએસ દ્વારા ચાર દિવસ સુધી આ ઓપરેશન ચલાવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના પાંચ જિલ્લાની પોલીસ આરોપીઓની શોધખોળમાં લાગી હતી. એસઓજી જૂનાગઢ, એસઓજી જામનગર, એસઓજી સુરત, એસઓજી વડોદરા, એસઓજી વડોદરા ગ્રામય ની ટિમનો પણ સમાવેશ થાય છે. ત્યારે ગુજરાત એટીએસે બે મુખ્ય આરોપીઓની હાલ ધરપકડ કરી છે જેમાં મહેશ વૈષ્ણવ અને પિયુશ પટેલની કાયદેસર ધરપકડ કરી લીધી છે ત્યારે વધુ ચાર આરોપીઓની એટીએસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.

કેમિકલ ફેક્ટરીની આડમાં મોતના સામાન રૂપી ડ્રગ્સનું ઉત્પાદન

જેમાં રાકેશ મકાની, વિજય વસોયા, દિલીપ વાઘાસિયા અને દિનેશ ધ્રુવનો સમાવેશ થઇ રહ્યો છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાત એટીએસ થી ઇન્ટરનેશનલ ડ્રગઝ માફીયાઓ તો ડરી રહ્યા છે જેની કથિત ઓડિયો કલીપ પણ વાયરલ કરવામાં આવી હતી પરંતુ ગુજરાતને કર્મભૂમિ બનાવનાર કેમિકલ ફેક્ટરીની આડમાં મોતના સામાન રૂપી ડ્રગ્સનું ઉત્પાદન કરાવનાર લોકો ગુજરાત એટીએસથી ડરી નથી રહ્યા.ત્યારે ભરૂચ અને વડોદરામાં થયેલી મુંબઈ અને ગુજરાત એટીએસની ડ્રગ્સની રેડમાં ઉભા થયેલા શંકાસ્પદ સવાલો ને પણ ગુજરાત એટીએસએ નકારી પોતાની કામગીરી બે ફેકટરીમાં હતી અને મુંબઈ પોલીસે અન્ય એક ફેકટરીમાં રેડ કરી હોવાનો ખુલાસો કર્યો છે.

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">