AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rathyatra 2023 : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં લીધો ભાગ, જૂઓ Video

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ મંગળા આરતીમાં ભાગ લીધો છે. અમિત શાહ સાથે તેમના પરિવારજનો પણ મંદિરમાં આરતીમાં જોડાયા હતા. જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ પહોંચી ગયા હતા અને આરતીમાં જોડાયા હતા.

Rathyatra 2023 :  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં લીધો ભાગ, જૂઓ Video
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2023 | 10:17 AM
Share

Ahmedabad : દેશ-વિદેશના લાખો ભક્તો જેની સમગ્ર વર્ષ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે મંગળ ઘડી આખરે આવી પહોંચી છે.  આજે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની (Lord Jagannath) 146મી રથયાત્રા (Rathyatra 2023) નીકળશે. ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી ભક્તોને આશિર્વાદ આપશે. જે પહેલા વહેલી સવારે 4 વાગ્યે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી યોજાઇ. જેમાં ગૃહપ્રધાન અમિત શાહ સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Union Home Minister Amit Shah performs Mangla Aarti at Jagannath Temple, #JagannathRathYatra2023 #RathYatra2023 #AhmedabadRathYatra #Gujarat #RathYatra #TV9News pic.twitter.com/jUzOFEYLYp

સહ પરિવાર મંગળા આરતીમાં ભાગ લીધો

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ મંગળા આરતીમાં ભાગ લીધો છે. અમિત શાહ સાથે તેમના પરિવારજનો પણ મંદિરમાં આરતીમાં જોડાયા હતા. જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ પહોંચી ગયા હતા અને આરતીમાં જોડાયા હતા.

દર વર્ષે મંગળા આરતીમાં લે છે ભાગ

અમિત શાહ દર વર્ષે રથયાત્રાના દિવસે અમદાવાદના જગન્નાથ મંદિરમાં સહપરિવાર પહોંચે છે અને સવારે 4 કલાકે પરિવાર સાથે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લે છે. તેઓ વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતીમાં અવશ્ય ભાગ લે છે.

ગુજરાતના લોકોને વિકાસકાર્યોની મળશે ભેટ

મંગળા આરતી બાદ તેઓ  ગુજરાતના લોકોને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે.  તેઓ સવારે 9-15 વાગ્યે ન્યૂ રાણીપમાં AMC દ્વારા નવનિર્મિત પાર્કનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ સવારે 9-30 વાગ્યે ચાંદલોડિયામાં AMC અને રેલવે દ્વારા નવનિર્મિત જગતપુર રેલવે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરશે. સવારે 10 વાગ્યે તેઓ ક્રેડાઇ ગાર્ડન પીપલ્સ પાર્કનું લોકાર્પણ કરશે. જ્યારે કે સવારે 11-30 વાગ્યે અમિત શાહ બાવળામાં ત્રિમૂર્તિ હોસ્પિટલનું ભૂમિપૂજન કરશે.

  • સવારે 3-45 વાગ્યે જગન્નાથજી મંદિરમાં મંગળા આરતીમાં રહેશે ઉપસ્થિત
  • સવારે 9-15 વાગ્યે ન્યૂ રાણીપમાં નવનિર્મિત પાર્કનું ઉદ્ઘાટન
  • સવારે 9-30 વાગ્યે ચાંદલોડિયામાં જગતપુર રેલવે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન
  • સવારે 10 વાગ્યે ક્રેડાઇ ગાર્ડન પીપલ્સ પાર્કનું લોકાર્પણ
  • સવારે 11-30 વાગ્યે બાવળામાં ત્રિમૂર્તિ હોસ્પિટલનું ભૂમિપૂજન

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમિરગઢ બોર્ડર પર તપાસ દરમિયાન દારૂની ત્રણ પેટી મળી, બેની અટકાયત
અમિરગઢ બોર્ડર પર તપાસ દરમિયાન દારૂની ત્રણ પેટી મળી, બેની અટકાયત
થર્ટી ફર્સ્ટની પૂર્વસંધ્યાએ અમદાવાદમાં પોલીસ એક્શન મોડમા
થર્ટી ફર્સ્ટની પૂર્વસંધ્યાએ અમદાવાદમાં પોલીસ એક્શન મોડમા
જૂનાગઢ જેલમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પર હુમલો
જૂનાગઢ જેલમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પર હુમલો
અમદાવાદમાં AQI 463 પર પહોંચ્યો
અમદાવાદમાં AQI 463 પર પહોંચ્યો
બટાકાવડા માંથી વંદો નીકળતાં ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video
બટાકાવડા માંથી વંદો નીકળતાં ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video
પોરબંદરમાં વાતાવરણમાં પલટો, ભર શિયાળે કમોસમી વરસાદ
પોરબંદરમાં વાતાવરણમાં પલટો, ભર શિયાળે કમોસમી વરસાદ
તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખો, મેળાવડામાં દરેકને આમંત્રિત કરો
તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખો, મેળાવડામાં દરેકને આમંત્રિત કરો
સુભાષબ્રિજ બાદ ઈન્કમટેક્સ બ્રિજ ક્ષતિગ્રસ્ત, AMC પર ફરી સવાલ
સુભાષબ્રિજ બાદ ઈન્કમટેક્સ બ્રિજ ક્ષતિગ્રસ્ત, AMC પર ફરી સવાલ
દૂધસાગર ડેરીમાં રેકોર્ડ બ્રેક દૂધની આવક, પશુપાલકોમાં ઉત્સાહનો માહોલ
દૂધસાગર ડેરીમાં રેકોર્ડ બ્રેક દૂધની આવક, પશુપાલકોમાં ઉત્સાહનો માહોલ
પ્રેમલગ્ન વિવાદ: સ્વામીનારાયણના સંતે લગ્ન વ્યવસ્થા ઉપર કરી ભદ્દી મજાક
પ્રેમલગ્ન વિવાદ: સ્વામીનારાયણના સંતે લગ્ન વ્યવસ્થા ઉપર કરી ભદ્દી મજાક
g clip-path="url(#clip0_868_265)">