Rathyatra 2022: ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને લઇ ફાયર બ્રિગેડની વિશેષ તૈયારી, 9 સ્થળો પર અધિકારી સાથે કુલ 147 જેટલો સ્ટાફ બંદોબસ્તમાં રહેશે

રથયાત્રાને (Rathyatra) લઈને પોલીસ વિભાગ દ્વારા વિશેષ તૈયારી કરાઈ છે અને તે જ રીતે ફાયર બ્રિગેડે પણ વિશેષ તૈયારી કરી છે. રથયાત્રાના રુટમાં કોઈ ઘટના ન બને માટે તંત્ર સતર્ક બન્યુ છે.

Rathyatra 2022: ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને લઇ ફાયર બ્રિગેડની વિશેષ તૈયારી, 9 સ્થળો પર અધિકારી સાથે કુલ 147 જેટલો સ્ટાફ બંદોબસ્તમાં રહેશે
અમદાવાદમાં નીકળવારી રથયાત્રાનો કાર્યક્રમ જાહેર
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 24, 2022 | 5:48 PM

અમદાવાદમાં (Ahmedabad) ભગવાન જગન્નાથની (Lord Jagannath) 145મી રથયાત્રાને હવે થોડાક જ દિવસ બાકી રહ્યા છે. બે વર્ષ બાદ ભક્તો સાથે ભગવાન જગન્નાથ નગર ચર્યા પર નીકળવાના છે. જે રથયાત્રાને (Rathyatra ) લઈને પોલીસ વિભાગ દ્વારા વિશેષ તૈયારી કરાઈ છે અને તે જ રીતે ફાયર બ્રિગેડે પણ વિશેષ તૈયારી કરી છે. રથયાત્રાના રુટમાં કોઈ ઘટના ન બને માટે તંત્ર સતર્ક બન્યુ છે, જેને લઈને પોલીસ પેટ્રોલીંગ તો શરૂ કરી દેવાયુ છે. સાથે સાથે કોઈ અણ બનાવ ન બને માટે અને આગ લાગવી કે મકાન ધરાશાયી થવા કે ઝાડ પડવા જેવા બનાવો ન બને અને જો આવા બનાવ બને તો તેને પહોચી વળવા માટે ફાયર બ્રિગેડ ખાસ બંદોબસ્ત ગોઠવશે, જેને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. તેમજ સ્ટાફને જરૂરી સૂચન પણ આપી દેવાયા છે.

ફાયર બ્રિગેડના બંદોબસ્તનો પ્લાન

145 મી રથયાત્રાને લઈને પોલીસ સાથે ફાયર બ્રિગેડ દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડ દ્વારા બંદોબસ્ત માટેનો પ્લાન તૈયાર કરાવવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડના બંદોબસ્તની વાત કરવામા આવે તો જમાલપુર ફાયર સ્ટેશન, મ્યુનિસિપલ કોર્પોરેશન, રાયપુર ચકલા, સરસપુર મ્યુનિસિપલ સ્કૂલ, પ્રેમ દરવાજા, દરિયાપુર તંબુ ચીકી, દિલ્હી દરવાજા અને શાહપુર દરવાજા અને શાહપુર રંગીલા પોલીસ ચોકી પાસે બંદોબસ્ત ગોઠવાશે.

અલગ અલગ 9 સ્થળો પર 147 જેટલો સ્ટાફ રહેશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ આ એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો છે. એક્શન પ્લાન પ્રમાણે અલગ અલગ 9 સ્થળો પર ફાયર બ્રિગેડના અધિકારીઓના વાહન સાથે ફાયર ફાઈટર, ઇમરજન્સી ટેન્ડર અને એમ્બ્યુલન્સ સાથે 43 વાહનો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડના અધિકારી સાથે ફાયર બ્રિગેડના કુલ 147 જેટલો સ્ટાફ બંદોબસ્તમાં રહેશે. ગત વર્ષે આ જ પ્લાન તૈયાર કરાયો હતો, પણ કોરોનાને કારણે ભક્તો વગર રથયાત્રા નીકળી હતી. ત્યારે આ વર્ષે ભક્તો સાથે રથયાત્રા નીકળવાની છે. જેને લઈને દર વર્ષની જેમ પ્લાન બનાવાયો છે પણ આ વખતે વિશેષ ધ્યાન પણ રખાશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

મહત્વનુ છે કે રથયાત્રા શરૂ થાય ત્યારથી લઈને હાલ સુધીમા થોડા વર્ષ પહેલા ઝાડ અને એક મકાન પડવાની ઘટના બની હતી, જોકે છેલ્લા પાંચ વર્ષમા આવી કોઈ ઘટના સામે આવી નથી. તેમજ રથયાત્રા પોળ વિસ્તારમાંથી નીકળવાની હોવાથી જર્જરિત મકાનો પડે નહીં માટે AMC દ્વારા નોટિસ પણ અપાઈ છે. જોકે તેમ છતાં જ્યારે રથયાત્રા નીકળે તે સમયે કોઈ ઘટનાં ન બને તેના પર ફાયર  બ્રિગેડ વિભાગ દ્વારા ચાંપતી નજર રાખશે.

મહત્વનું છે કે ભગવાન જગન્નાથની યાત્રામા હજારોની સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. જેમને હાલાકી ન પડે અને રંગે ચંગે કોઈ પણ અડચન વગર રથયાત્રા પુરી થાય તેવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામા આવતા હોય છે. 2020માં કોરોનાને કારણે રથયાત્રા નીકળી ન હતી પણ 2021માં ભક્તો વગર રથયાત્રા કાઢવામાં આવી હતી અને આ વર્ષે 2022માં રથયાત્રા ભક્તો સાથે નીકળવાની છે. જેને જોતા મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી શકયતા છે. જેને જોતા તમામ પ્રકારનો બંદોબસ્ત હોવો તેટલો જ જરૂરી છે. જેને ધ્યાને રાખી ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા પૂર્વ તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે અધિકારીઓ પણ ઈચ્છી રહ્યા છે કે વગર કોઈ અડચણ અને વગર કોઈ બનાવ અને ઘટનાએ રથયાત્રા પાર પડે.

કેટલો સ્ટાફ બંદોબસ્તમાં હશે ?

1 ચીફ ફાયર ઓફિસર 1 એડિશનલ ચીફ ફાયર ઓફિસર 3 ડિવિઝનલ ઓફિસર 12 સ્ટેશન ઓફિસર 12 જમાદાર 27 ડ્રાયવર 91 ફાયરમેન

આ પ્રકારના સૂચન કરાયા

વાહનો અને સાધનોની ચકાસણી કરવી વાહનો અને સાધનોનું મેઇન્ટેનન્સ કરવુ કોઈ ખામી હોય તો તરત દૂર કરવી બંદોબસ્તમાં સમયસર પહોંચી જવું રથયાત્રા શરૂ થઈને પૂર્ણ થાય ત્યાં સુધી સ્થળ પર હાજર રહેવું કોઈ બનાવ બને તો ઝડપી રિસ્પોન્સ આપી કામગીરી કરવી જર્જરિત મકાનોને નોટિસ અપાઈ છતાં રખાશે પુરી તકેદારી

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">