Rajkot Hospital CCTV Leak Case : ભારતના વીડિયો વિદેશમાં વેચાવા અંગે મોટો ખુલાસો, 6 આરોપીની ધરપકડ, જુઓ Video

અમદાવાદ સાયબર ક્રાઇમે રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલ સહિત અનેક સ્થળોએથી મહિલાઓના CCTV ફૂટેજના વાયરલ થવાના કેસમાં છ આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં મહારાષ્ટ્ર અને પ્રયાગરાજથી આરોપીઓ પકડાયા છે.

Rajkot Hospital CCTV Leak Case : ભારતના વીડિયો વિદેશમાં વેચાવા અંગે મોટો ખુલાસો, 6 આરોપીની ધરપકડ, જુઓ Video
| Edited By: | Updated on: Feb 24, 2025 | 3:30 PM

રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલ સહિત વિવિધ જગ્યાના મહિલાઓના સીસીટીવી વિડિયો You tube અને Telegram લિંક પર વાયરલ થયા બાદ અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ કેસમાં સાઇબર ક્રાઈમે મહારાષ્ટ્ર અને પ્રયાગરાજમાંથી ત્રણ આરોપીઓને પકડી પાડયા હતા, અને વધુ તપાસ દરમિયાન સીસીટીવી હેક કરનારા હેકર્સની ધરપકડ પણ કરવામાં આવી. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં છ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.

You tube અને Telegram પર દેશભરના વિવિધ જગ્યાના મહિલાઓના સીસીટીવી ફૂટેજ વેચાણ કરવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઇમે તપાસ દરમિયાન રાજકોટની પાયલ હોસ્પિટલનો સીસીટીવી વીડિયો મળતા સમગ્ર દેશવ્યાપી રેકેટનો પર્દાફાશ કર્યો.

પ્રયાગરાજથી એક આરોપીની ધરપકડ

મહારાષ્ટ્રના લાતુર અને સાંગલીમાંથી બે આરોપીઓ અને પ્રયાગરાજથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે લાતુરનો આરોપી પ્રજવલ તૈલી આ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ છે.

આ કેસમાં સુરતના પરીત ધામેલીયા અને મહારાષ્ટ્રના રાયન પરેરા મુખ્ય હેકર્સ તરીકે સામે આવ્યા છે. બંનેએ મળીને પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક કર્યા અને તે વિડિયોઝ વેચ્યા. પોલીસે જાણકારી આપી કે આ બંને છેલ્લા એક વર્ષમાં 50,000 થી વધુ સીસીટીવી કેમેરા હેક કરી ચુક્યા છે. આ માટે તેઓ બ્લુફોર્સ એટેક, સોફ્ટવેર અને ટૂલ્સનો ઉપયોગ કરતા હતા. દિલ્હીનો રોહિત સિસોદિયા પણ આ રેકેટનો હિસ્સો છે, જે હજુ પોલીસની પકડથી દૂર છે.

ભારતના વીડિયો વિદેશમાં વેચાતા હતા

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હેકર્સે બાંગ્લાદેશના એક Instagram એકાઉન્ટ સાથે પણ કનેક્શન રાખ્યું હતું. આ એકાઉન્ટ દ્વારા ભારતના વીડિયો વિદેશમાં વેચાતા હોવાનો ખુલાસો થયો છે. અત્યાર સુધીમાં હેકર્સે પાંચથી છ લાખ રૂપિયાની કમાણી કરી છે, જેમાં બેડરૂમ અને હોસ્પિટલના સીસીટીવીની ડિમાન્ડ સૌથી વધુ હતી.

સુરક્ષાને ધ્યાનમાં રાખી સાઇબર ક્રાઇમ વિભાગે CCTV કેમેરા માટે નેટવર્ક સુરક્ષા મજબૂત કરવા, સોફ્ટવેર અપડેટ રાખવા, NVR/DVR સિસ્ટમને સુરક્ષિત રાખવા, રીમોટ એક્સેસ મર્યાદિત કરવા અને ક્લાઉડ સ્ટોરેજનું રક્ષણ કરવા જેવી સલાહ આપી છે. આ કેસમાં પોલીસની તપાસ ચાલુ છે અને અન્ય આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

Published On - 3:30 pm, Mon, 24 February 25