Ahmedabad : તંત્રની અણઆવડતના કારણે પ્રજા પરેશાન, પશ્ચિમ વિસ્તારમાં વરસાદી પાણીની સમસ્યા યથાવત
વર્ષ 2022 તથા 2023માં ખાબકેલા વરસાદે અમદાવાદ મ્યુ.કોર્પોના તંત્રની તથા સત્તાધારી પક્ષની પોલ ખોલી નાખી હતી. AMC દ્વારા છેલ્લા એક દાયકામાં સૌથી મોટી સ્ટ્રોમ વોટર લાઈન જોધપુર વોર્ડના પ્રહલાદનગર, આનંદનગર સહિત આસપાસના વિસ્તારોના વરસાદી પાણીના નિકાલ માટે નાખવામાં આવી હતી જે ખાબકેલા વરસાદે આ સ્ટ્રોમ વોટર લાઇન ફેઇલ ગઇ હોય તેની પ્રતિતિ કરાવી દીધી હતી.

Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા છેલ્લા દસ વર્ષમાં ડ્રેનેજ વોટર લાઇનો નાખવા પાછળ રૂ.1000 કરોડથી પણ વધુ રકમનો ખર્ચ કરવામાં આવેલ છે. તો પશ્ચિમ વિસ્તારની જનતા દ્વારા છેલ્લા બે વર્ષમાં રૂ.1416 કરોડની માતબર રકમનો પ્રોપર્ટી ટેક્ષ ચૂકવવા છતાં કમનસીબે પશ્ચિમ વિસ્તારના નગરજનોને વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ભોગવવી પડી રહી છે.
આ પણ વાંચો Ahmedabad : ચોમાસા દરમિયાન રસ્તાઓની હાલત ખરાબ, વાહનચાલકોને ભારે હાલાકી, જુઓ Video
વર્ષ 2022 તથા 2023માં ખાબકેલા વરસાદે અમદાવાદ મ્યુ.કોર્પોના તંત્રની તથા સત્તાધારી પક્ષની પોલ ખોલી નાખી હતી. AMC દ્વારા છેલ્લા એક દાયકામાં સૌથી મોટી સ્ટ્રોમ વોટર લાઈન જોધપુર વોર્ડના પ્રહલાદનગર, આનંદનગર સહિત આસપાસના વિસ્તારોના વરસાદી પાણીના નિકાલ માટે નાખવામાં આવી હતી જે ખાબકેલા વરસાદે આ સ્ટ્રોમ વોટર લાઇન ફેઇલ ગઇ હોય તેની પ્રતિતિ કરાવી દીધી હતી.
અમદાવાદ શહેરનું કુલ ક્ષેત્રફળ 488.88 ચો.કિ.મી વિસ્તારમાં છે, જ્યારે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નેટવર્ક માત્ર 950 ચો.કિમીનું છે જે પૈકી 30થી 35% નેટવર્ક પશ્ચિમ વિસ્તારમાં અને 65થી 70% નેટવર્ક પૂર્વ વિસ્તારમાં છે. શહેરમાં છેલ્લા એક દાયકામાં સરખેજ, સિંધુભવન રોડ, પ્રહલાદનગર બોડકદેવ વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં નવી સ્ટ્રોમ વોટર લાઇન નાખવાના નામે શુન્ય કામગીરી થઇ છે.
ગત ચોમાસામાં પડેલા વરસાદમાં જોધપુર વોર્ડના પ્રહલાદનગર, આનંદનગર, કોર્પોરેટ રોડ પર પાણી ભરાયા હતા અને બે ત્રણ દિવસ સુધી ઓસર્યા ન હતા. તેથી સ્પષ્ટ થાય છે કે, જોધપુર વોર્ડમાં નાખેલ સ્ટ્રીમ વોટર લાઇન યોગ્ય રીતે કામ કરી રહી નથી.
AMC તથા સત્તાધારી પક્ષ દ્વારા વરસાદી પાણીના ત્વરિત નિકાલ માટે કોઇ નક્કર પગલાં લેવાયેલ નથી. જોધપુર વોર્ડમાં સ્ટ્રોમ વોટર લાઇન નાખવા પાછળનો રૂ.34 કરોડનો ખર્ચ માથે પડ્યો છે. ચાલુ વર્ષે ચોમાસુ પૂર્ણ થવાના આરે છે ત્યારે આગામી વર્ષમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા યથાવત રહેવા પામશે તે નક્કી છે. ત્યારે આગામી વર્ષે વરસાદી પાણી ના ભરાય તે માટે સુબધ્ધ આયોજન કરવા કોંગ્રેસ પક્ષની માગણી છે.