Monsoon 2023 : અમદાવાદ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, ભારે વરસાદના કારણે વિઝીબિલિટી ડાઉન થતાં ફાયર બ્રિગેડની ટીમે ક્રુઝનું પાયલોટિંગ કરી કિનારે લાવ્યા
ગુજરાતમાં ગઈકાલથી વરસાદી માહોલ છવાયો છે. રાજ્યના 160 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે હવાઈ સફર પર અસર પડી હતી. જેના કારણે 6 ફ્લાઇટ બે કલાક મોડી ઉપડી હતી.
Monsoon 2023 : ગુજરાતમાં (Gujarat) ગઈકાલથી વરસાદી (Rain) માહોલ છવાયો છે. રાજ્યના 160 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો 30 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં આજથી ત્રણ દિવસ અતિભારેની આગાહી કરવામાં આવી છે. જેના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.
ભારે વરસાદને કારણે રિવરફ્રન્ટ પર વિઝીબિલિટી ડાઉન
U20 મેયર સમીટ દરમિયાન વિવિધ શહેરના મેયર અને ડેલીગેશને રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી. તેમજ ક્રુઝની મજા માણી હતી. આ દરમિયાન વરસાદનું વિધ્ન નડ્યું હતું, ભારે વરસાદના કારણે વિઝીબિલિટી ડાઉન થતાં ફાયર બ્રિગેડની ટીમે ક્રુઝનું પાયલોટિંગ કરી ક્રુઝને કિનારે લાવ્યા હતા. ભારે વરસાદને કારણે ક્રુઝ ટૂંકાવી પડી હતી. તો એક બ્રિજ નીચેથી કટ ટુ કટ સ્થિતિમાં ક્રુઝ પસાર થઈ હતી. ફાયર બ્રિગેડના માર્ગદશનને લઈને ક્રુઝ પાયલોટે ફાયર બ્રિગેડનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો Ahmedabad : રિડેવલપમેન્ટમાં ગયેલા ફ્લેટનાધારકો પાસે સ્ટેમ્પ ડ્યુટી ન માગવા ક્રેડાઈ – ગાહેડની સરકાર સમક્ષ રજૂઆત
ભારે વરસાદના કારણે હવાઈ સફર પર પડી અસર
શુક્રવારે સાંજે ભારે વરસાદના કારણે હવાઈ સફર પર અસર પડી હતી. જેના કારણે 6 ફ્લાઇટ બે કલાક મોડી ઉપડી હતી. બેંગલુરુની ફ્લાઈટને 25 મિનિટ આકાશમાં ચક્કર મારવા પડ્યા હતા. અમેરિકા કેનેડા લંડન જનારા પેસેન્જર કલાકો સુધી ટર્મિનલમાં જ બેસી રહ્યા હતા. મુંબઈ જતી ફ્લાઈટ પણ 20 મિનિટ જેટલી મોડી પડી હતી. ભારે વરસાદના કારણે વિઝિબિલિટી પર અસર પડતા હવાઈ સફર પર અસર પડી હતી.
પોરબંદરમાં વહેલી સવારથી વરસાદ
પોરબંદરમાં સવારથી જ મેઘરાજાએ જમાવટ કરી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તો રાજકોટ જામકંડોરણા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ઉતાવળી નદી ગાંડીતૂર બની છે. રાયડીથી ખજુડા, રોઘલ જવા માટેનો કોઝવે ડૂબ્યો પણ પાણીમાં ગરકાવ થયો છે. આ ઉપરાંત ગોંડલ શહેર અને ગ્રામ્ય પંથકમાં બફારા બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો