Railway Schedule Update: અમદાવાદ અને પાલનપુર સ્ટોપેજ કરતી કેટલીક એક્સ્પ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો, જાણો ક્યારથી બદલાશે સમય

Ahmedabad, Palanpur Railway Schedule Update: ટ્રેનના પરિચાલન કારણોસર વેસ્ટર્ન રેલ્વે દ્વારા સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેટલીક ટ્રેનના સમયમાં 25 મિનિટ જેટલો બદલવામાં આવ્યો છે.

Railway Schedule Update: અમદાવાદ અને પાલનપુર સ્ટોપેજ કરતી કેટલીક એક્સ્પ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો, જાણો ક્યારથી બદલાશે સમય
Ahmedabad, Palanpur Railway Schedule Update
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 09, 2023 | 12:11 AM

અમદાવાદ થી પાલપુર તરફ આવ-જા કરતી ટ્રેનોના સ્ટોપેજના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેનના પરિચાલન કારણોસર વેસ્ટર્ન રેલ્વે દ્વારા સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેટલીક ટ્રેનના સમયમાં 25 મિનિટ જેટલો બદલવામાં આવ્યો છે. સાબરમતી અને પાલનપુર રેલવે સ્ટેશન પર આવવા અને જવાના સમયમાં ફેરફા કરવામાં આવ્યો છે. આ માટેની એક યાદી બહાર પાડીને વેસ્ટર્ન રેલવેએ મુસાફરોને માટે જાણકારી આપી છે.

જ્યારે અમદાવાદ થી પસાર થતી ત્રણેક ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. ડબલિંગ ટ્રેકના સંબંધે નોન ઈન્ટરલોકિંગના કામને લઈ ટ્રેન ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. આ ટ્રેન રવિવારે ડાયવર્ટ કરેલા રુટ પરથી પસાર થશે. પુણે મંડળમાં આ કામગીરી ચાલુ હોવાને લઈ ટ્રેનને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. આ અંગેની જાણકારી વેસ્ટર્ન રેલવેએ જાહેર કરી હતી.

કઈ ટ્રેનના સમયમાં કરાયો છે ફેરફાર જાણો

  1. આગ્રા કેન્ટ-સાબરમતી (ટ્રેન નં.12547) એક્સપ્રેસ ટ્રેનઃ સમયમાં 25 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે. સાબરમતી સ્ટેશન પર 11.55 કલાકે આગમનને બદલે હવે 12.20 કલાકે આવશે. સમય ફેરફાર તા. 10 જુલાઈ 2023 થી લાગુ પડશે.
  2. ગ્વાલિયર-સાબરમતી (ટ્રેન નં. 22547) એક્સપ્રેસઃ સમયમાં 25 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે. સાબરમતી સ્ટેશન પર 11.55 કલાકે આગમનને બદલે હવે 12.20 કલાકે આવશે. સમય ફેરફાર તા. 08 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવ્યો છે.
  3. કોચુવેલી-શ્રીગંગાનગર (ટ્રેન નંબર 16312) એક્સપ્રેસઃ સમયમાં 10 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે. પાલનપુર સ્ટેશન પર 10.25 કલાકે આગમનને બદલે હવે 10.35 કલાકે આવશે. જ્યારે 10.37 એ ઉપડશે. સમય ફેરફાર તા. 08 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવ્યો છે.
  4. શ્રીગંગાનગર-બાંદ્રા ટર્મિનસ (ટ્રેન નંબર 14701) અરાવલી એક્સપ્રેસઃ સમય 10 મિનિટ વહેલા કરવામાં આવ્યો છે. પાલનપુર સ્ટેશન પર સાંજે 18.00 કલાકે આગમનને બદલે હવે 17.50 કલાકે આવશે. જ્યારે 17.55 કલાકે (સાજે 5.55 વાગ્યે) ઉપડશે. સમય ફેરફાર તા. 08 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવશે.
  5. સાબરમતી-દૌલતપુર ચોક (ટ્રેન નંબર 19411) એક્સપ્રેસઃ સમયમાં 10 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે. પાલનપુર સ્ટેશન પર 12.15 કલાકે આગમનને બદલે હવે 12.25 કલાકે આવશે. જ્યારે 12.27 એ ઉપડશે. સમય ફેરફાર તા. 09 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવશે.
  6. ભાવનગર-ઉધમપુર (ટ્રેન નંબર 19107) જન્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનઃ પાલનપુર સ્ટેશન પર 12.43 કલાકે આગમનને બદલે હવે 12.48 કલાકે આવશે. જ્યારે 12.50 એ ઉપડશે. સમય ફેરફાર તા. 09 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવશે.
  7. મહેસાણા-આબુરોડ ડેમુ (ટ્રેન નંબર 09437) સ્પેશિયલ ટ્રેનઃ પાલનપુર સ્ટેશન પર સાંજે 19.48 કલાકે ( સાંજે 7.48 વાગ્યે) આગમનને બદલે હવે 19.53 કલાકે ( સાંજે 7.53 વાગ્યે) આવશે. જ્યારે 19.55 એ ઉપડશે. સમય ફેરફાર તા. 09 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવશે.
  8. અમદાવાદ-લખનૌ (ટ્રેન નંબર 19401) એક્સપ્રેસ ટ્રેનઃ પાલનપુર સ્ટેશન પર 12.43 કલાકે આગમનને બદલે હવે 12.48 કલાકે આવશે. જ્યારે 12.50 એ ઉપડશે. સમય ફેરફાર તા. 10 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવશે.
  9. અમદાવાદ-ગોરખપુર (ટ્રેન નંબર 19409) એક્સપ્રેસઃ પાલનપુર સ્ટેશન પર 12.43 કલાકે આગમનને બદલે હવે 12.48 કલાકે આવશે. જ્યારે 12.50 એ ઉપડશે. સમય ફેરફાર તા. 13 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવશે.

રવિવારે આ ત્રણ ટ્રેનના રુટ ડાયવર્ટ કરાયા

9, જુલાઈએ અમદાવાદ ડિવિઝનથી આવન-જાવન કરતી ત્રણ ટ્રેનના રુટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. મધ્ય રેલવે ના પુણે મંડળ વિસ્તારમાં નાંદ્રે અને સાંગલી સેક્શન પર ડબલિંગના સંબંધે નોન ઈન્ટરલોકિંગ અંગે કામકાજ કરાશે. આ કાર્યને લઈ કેટલીક ટ્રેનના રુટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જેને લઈ અમદાવાદ-કોલ્હાપુર એક્સપ્રેસ, અજમેર-મૈસુર એક્સપ્રેસ અને કેએસઆર બેંગલુરુ-જોધપુર એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે. જે ટ્રેનોના ડાયવર્ટ રુટ નિચે મુજબ છે.

શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
  • અમદાવાદ-કોલ્હાપુર (ટ્રેન નંબર 11049) એક્સપ્રેસ ટ્રેનઃ ડાયવર્ટ કરાયેલા રૂટ મુજબ ટ્રેન વાયા દૌંડ-કુર્ડૂવાડી -મિરજ થઈને દોડશે.
  • અજમેર-મૈસુર (ટ્રેન નંબર 16209) એક્સપ્રેસ ટ્રેનઃ ડાયવર્ટ કરાયેલા રૂટ મુજબ ટ્રેન વાયા દૌંડ-કુર્ડૂવાડી -મિરજ થઈને દોડશે.
  • કેએસઆર બેંગલુરુ-જોધપુર (ટ્રેન નંબર 16534) એક્સપ્રેસ ટ્રેનઃ ડાયવર્ટ કરાયેલા રૂટ મુજબ ટ્રેન વાયા મિરજ -કુર્ડૂવાડી -દૌંડ થઈને દોડશે.

આ પણ વાંચોઃ  Monsoon 2023: સાબરમતી અને દાંતીવાડામાં સતત પાણીની નવી આવક, ધરોઈ ડેમની સપાટી 611 ફુટ પહોંચી

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">