Railway News: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે 15 જોડી ટ્રેનમાં મળશે વધારાના કોચની સુવિધા

સ્લીપર શ્રેણી ના 200 અને થર્ડ એસી શ્રેણી ના 26 કોચને અસ્થાયી ધોરણે અલગ- અલગ ટ્રેનોમાં કોચ ઉમેરીને તેમની સંખ્યા વધારવામાં આવી હતી. સાથે જ વિવિધ સ્થળો માટે ઘણી વિશેષ ટ્રેનો પણ ચલાવવામાં આવી રહી છે.

Railway News: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે 15 જોડી ટ્રેનમાં મળશે વધારાના કોચની સુવિધા
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 29, 2023 | 10:10 PM

પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમની સગવડ માટે અમદાવાદ મંડળ થી એપ્રિલ 2023 માં વિવિધ ટ્રેનોમાં પ્રથમ એસી નાં 2, સેકન્ડ એસીનો 1, થર્ડ એસી ના 33, સ્લીપર ના 106 અને સેકન્ડ સીટિંગ ના 16 વધારાના કોચ લગાવવામાં આવ્યા હતા.

સ્લીપર શ્રેણી ના 200 અને થર્ડ એસી શ્રેણી ના 26 કોચને અસ્થાયી ધોરણે અલગ- અલગ ટ્રેનોમાં કોચ ઉમેરીને તેમની સંખ્યા વધારવામાં આવી હતી. સાથે જ વિવિધ સ્થળો માટે ઘણી વિશેષ ટ્રેનો પણ ચલાવવામાં આવી રહી છે. આ ક્રમમાં મે 2023 માં વધુ 15 જોડી ટ્રેનો માં વિવિધ શ્રેણીનાં વધારાના કોચને અસ્થાયી ધોરણે વધારવામાં આવી રહ્યા છે.

જેની વિગતો આ પ્રમાણે  છે

ટ્રેન નંબર 22957/22958, અમદાવાદ-વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ માં અમદાવાદ થી 07.05.23 થી 06.06.23 સુધી અને વેરાવળથી 01.05.23 થી 31.05.23 એક સુધી દ્વિતીય સ્લીપર શ્રેણીનો વધારાના કોચ લગાવવામાં આવશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ટ્રેન નંબર 19223/19224, અમદાવાદ-જમ્મુ તવી-અમદાવાદ એક્સપ્રેસ માં અમદાવાદ થી 02.05.23 થી 01.06.23 સુધી અને જમ્મુ તવી થી 06.05.23 થી 05.06.23 સુધી એક દ્વિતીય સ્લીપર શ્રેણી ના વધારાનો કોચ લગાવવામાં આવશે.

ટ્રેન નંબર 19411/19412, સાબરમતી-દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસમાં સાબરમતી થી 01.05.23 થી 31.05.23 સુધી અને દૌલતપુર ચોક થી 02.05.23 થી 01.06.23 સુધી 03 દ્વિતીય સ્લીપર શ્રેણી ના કોચ વધારાના લગાવવામાં આવશે.

ટ્રેન નંબર 20862/20861, અમદાવાદ-પુરી-અમદાવાદ એક્સપ્રેસ માં અમદાવાદ થી 05.05.23 થી 01.06.23 સુધી અને પુરી થી 03.05.23 થી 31.05.23 સુધી એક થર્ડ એસી શ્રેણી ના કોચ વધારાના લગાવવામાં આવશે.

ટ્રેન નંબર 12479/12480, જોધપુર-બાંદ્રા ટર્મિનસ-જોધપુર એક્સપ્રેસ માં જોધપુર થી તારીખ 03.05.23 થી 02.06.23 સુધી અને બાંદ્રા ટર્મિનસ થી તારીખ 04.05.23 થી 03.06.23 સુધી 01 સેકન્ડ એસી અને 02 દ્વિતીય સ્લીપર શ્રેણી ના કોચ વધારાના લગાવવામાં આવશે.

ટ્રેન નંબર 22475/22476, હિસાર-કોઈમ્બતુર-હિસાર એક્સપ્રેસ માં હિસાર થી તારીખ 03.05.23 થી 31.05.23 સુધી અને કોઈમ્બતુર થી તારીખ 06.05.23 થી 03.06.23 સુધી 01 સેકન્ડ એસી શ્રેણી ના કોચ વધારાના લગાવવામાં આવશે.

ટ્રેન નંબર 14707/14708, બિકાનેર-દાદર-બીકાનેર એક્સપ્રેસ માં બિકાનેર થી તારીખ 01.05.23 થી 31.05.23 સુધી અને દાદર થી તારીખ 02.05.23 થી 01.06.23 સુધી 01 સેકન્ડ એસી અને 04 દ્વિતીય સ્લીપર શ્રેણી ના કોચ વધારાના લગાવવામાં આવશે.

ટ્રેન નંબર 22473/22474, બિકાનેર-બાંદ્રા ટર્મિનસ-બીકાનેર એક્સપ્રેસ માં બિકાનેર થી તારીખ 01.05.23 થી 29.05.23 સુધી અને બાંદ્રા ટર્મિનસ થી તારીખ 02.05.23 થી 30.05.23 સુધી 01 થર્ડ એસી શ્રેણી ના કોચ વધારાના લગાવવામાં આવશે.

ટ્રેન નંબર 14804/14803, સાબરમતી-જેસલમેર-સાબરમતી એક્સપ્રેસ માં સાબરમતી થી તારીખ 01.05.23 થી 31.05.23 સુધી અને જેસલમેર થી તારીખ 02.05.23 થી 01.06.23 સુધી 04 દ્વિતીય સ્લીપર શ્રેણી ના કોચ વધારાના લગાવવામાં આવશે.

ટ્રેન નંબર 14819/14820, જોધપુર-સાબરમતી-જોધપુર એક્સપ્રેસમાં જોધપુરથી તારીખ 01.05.23 થી 31.05.23 સુધી અને સાબરમતી થી તારીખ 03.05.23 થી 02.06.23 સુધી 04 દ્વિતીય સ્લીપર શ્રેણી ના કોચ વધારાના લગાવવામાં આવશે.

ટ્રેન નંબર 14807/14808, ભગત કી કોઠી – દાદર – ભગત કી કોઠી એક્સપ્રેસ માં ભગત કી કોઠી થી તારીખ 02.05.23 થી 30.05.23 સુધી અને દાદર થી તારીખ 03.05.23 થી 31.05.23 સુધી 01 સેકન્ડ એસી અને 04 દ્વિતીય સ્લીપર શ્રેણી ના કોચ વધારાના લગાવવામાં આવશે.

ટ્રેન નંબર 14701/14702, શ્રીગંગાનગર-બાંદ્રા ટર્મિનસ અરાવલી એક્સપ્રેસ માં શ્રીગંગાનગર થી 01.05.23 થી 31.05.23 સુધી અને બાંદ્રા ટર્મિનસ થી 03.05.23 થી 02.06.23 સુધી એક દ્વિતીય સ્લીપર શ્રેણી ના કોચ વધારાના લગાવવામાં આવશે.

ટ્રેન નંબર 20483/20484, ભગત કી કોઠી-દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસ માં ભગત કી કોઠી થી તારીખ 01.05.23 થી 29.05.23 સુધી અને દાદર થી તારીખ 02.05.23 થી 30.05.23 સુધી 01 સેકન્ડ એસી અને 04 દ્વિતીય સ્લીપર શ્રેણી ના કોચ વધારાના લગાવવામાં આવશે.

ટ્રેન નંબર 12981/12982, જયપુર-અસારવા-જયપુર એક્સપ્રેસમાં જયપુર થી 03.05.23 થી 02.06.23 સુધી અને અસારવા થી 04.05.23 થી 03.06.23 સુધી એક થર્ડ એસી શ્રેણીનો કોચ વધારાનો લગાવવામાં આવશે.

ટ્રેન નંબર 19320/19319, ઇન્દોર-વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસમાં ઇન્દોર થી 02.05.23 થી 30.05.23 સુધી અને વેરાવળ થી 03.05.23 થી 31.05.23 સુધી એક દ્વિતીય સ્લીપર શ્રેણી ના કોચ વધારાના લગાવવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">