Railway News: અમદાવાદ  ડિવિઝન પર મુસાફરોની સુવિધા માટે UTS એપ અને ઓટોમેટિક ટિકિટ વિતરણ મશીનની સુવિધા ઉપલબ્ધ

Railway News: અમદાવાદ ડિવિઝન પર મુસાફરોની સુવિધા માટે UTS એપ અને ઓટોમેટિક ટિકિટ વિતરણ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.  જેનાથી હવે યાત્રિકોને સામાન્ય ટિકિટ લેવા માટે લાઈનમાં ઉભા રહેવુ નહીં પડે.

Railway News: અમદાવાદ  ડિવિઝન પર મુસાફરોની સુવિધા માટે UTS એપ અને ઓટોમેટિક ટિકિટ વિતરણ મશીનની સુવિધા ઉપલબ્ધ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 11, 2023 | 12:33 AM
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન માં યાત્રીઓની સુવિધા માટે  UTS એપ અને ATVM (ઓટોમેટિક ટિકિટ વિતરણ મશીન)ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનાથી હવે  યાત્રીઓને અનરિઝર્વ્ડ (સામાન્ય) રેલવે ટિકિટ મેળવવા માટે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. હવે  યાત્રીઓ તેમની અનરિઝર્વ્ડ (સામાન્ય) ટિકિટ જાતે જ બુક કરીને તેમનો સમય અને નાણાં બંને બચાવી શકશે.
હવે યાત્રીઓ તેમના મોબાઈલ ફોનમાં UTS એપ ડાઉનલોડ કરીને ઘરે બેઠા કોઈપણ સ્ટેશનથી કોઈપણ સ્ટેશનની અનરિઝર્વ્ડ (સામાન્ય) ટિકિટ બુક કરી શકે છે. અથવા સ્ટેશન પર ઉપલબ્ધ ATVM (સ્વચાલિત ટિકિટ વિતરણ મશીન) દ્વારા તમે જાતે  કોઈપણ સ્ટેશનથી કોઈપણ સ્ટેશન સુધીની ટિકિટ બુક કરીને યાત્રા કરી શકો છો.

UTS APP ના ફાયદા

  •  તમે ઘરે બેસીને અથવા સ્ટેશનની 20 KM ત્રિજ્યામાં રહીને તમારા પોતાના મોબાઇલ ફોન પર ટિકિટ બુક કરી શકો છો
  •  યાત્રા, સિઝન અને પ્લેટફોર્મ ટિકિટની સુવિધા ઉપલબ્ધ છે
  •  ચુકવણી માટે યુપીઆઈ/ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ અને  R-Wallet સુવિધા ઉપલબ્ધ છે
  •  R-Wallet રિચાર્જ પર 3% વધારાની બોનસ રકમ મેળવો
  •  સ્ટેશન પર જવાની અને ટિકિટ બારી પર લાઈન લગાવવાની ઝંઝટ નહીં
  •  સમય અને પૈસા બંને બચાવો.
  •  છુટ્ટા પૈસાની કોઈ સમસ્યા નહીં
  •  પેપરલેસ ટિકિટિંગની સુવિધા ઉપલબ્ધ છે.
  •  પર્યાવરણ માટે ફાયદાકારક.

આ પણ વાંચો: Ahmedabad: પ્રિમોન્સુન એક્શન પ્લાન અંગે મેયરની અધ્યક્ષતામાં મળી મળી મહત્વપૂર્ણ બેઠક

ઓટોમેટિક ટિકિટ વિતરણ મશીનના ફાયદા

  • સ્ટેશન પર  જઈને ત્યાં ઉપલબ્ધ ઓટોમેટિક ટિકિટ વિતરણ મશીન (ATVM) પરથી પોતાની ટિકિટ બુક કરીને યાત્રા કરી શકો છો.
  •  યાત્રા,સિઝન અને પ્લેટફોર્મ ટિકિટની સુવિધા ઉપલબ્ધ છે.
  •  ચુકવણી માટે UPI QR કોડ અને રેલવે સ્માર્ટ કાર્ડની સુવિધા ઉપલબ્ધ છે
  • રેલવે સ્માર્ટ કાર્ડ રિચાર્જ પર 3% વધારાની બોનસ રકમ મેળવો
  •  ટિકિટ બારી પર લાઈન લગાવવાની ઝંઝટ નહીં
  •  સમય અને પૈસા બંને બચાવો
  •  છુટ્ટા પૈસાની કોઈ સમસ્યા નહીં

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

 તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">