બાર એસોસિએશન સાથે છેતરપિંડી ! મહિલાએ લૉની ડિગ્રી વગર જ કરી લીધી પ્રેક્ટિસ, બાર કાઉન્સીલની ચૂંટણી પણ જીતી

મહિલાએ અલાપ્પુઝામાં એક પ્રસિદ્ધ વકીલની ઓફિસમાં જુનિયર એડવોકેટ (Junior Advocate) તરીકે કામ કરીને બાર કાઉન્સીલને અંધારામાં રાખ્યું હતું.

બાર એસોસિએશન સાથે છેતરપિંડી ! મહિલાએ લૉની ડિગ્રી વગર જ કરી લીધી પ્રેક્ટિસ, બાર કાઉન્સીલની ચૂંટણી પણ જીતી
Fraud with the Bar Association!

Kerala : લોકો કાયદાની મદદ લેવા માટે કોર્ટમાં જતા હોય છે અને કેસ લડવા માટે વકીલ રાખતા હોય છે. તમે સાંભળ્યુ હશે કે કોઇ વ્યક્તિ સાથે છેતરપિંડીની ઘટના બની હોય અને તેણે ગુનેગાર સામે કાયદાકીય લડત આપવા માટે વકીલને હાયર કર્યો હોય. પરંતુ કેરળના (Kerala) અલાપ્પુઝા જિલ્લામાં એક મહિલાએ વકીલ હોવાનું નાટક કરીને કોર્ટમાં બે વર્ષ સુધી પ્રેક્ટિસ કરી લીધી, એટલું જ નહીં આ મહિલાએ બાર કોઉન્સીલની ચૂંટણી પણ લડી લીધી. બાર કાઉન્સીલના ફક્ત સભ્ય થવા માટે પણ વકીલાતની ડિગ્રી હોવી જરૂરી હોય છે. પરંતુ આ મહિલાએ તો ચૂંટણી લડી અને તેમાં જીતી પણ ગઇ.

મળતી માહિતી અનુસાર, આ મહિલાએ અલાપ્પુઝામાં એક પ્રસિદ્ધ વકીલની ઓફિસમાં જુનિયર એડવોકેટ (Junior Advocate) તરીકે કામ કરીને બાર કાઉન્સીલને પણ મૂર્ખ બનાવ્યું. આની પહેલા તેણે એલએલબીના છેલ્લા વર્ષમાં હોવાની વાત કહીને વકીલ સાથે ઇન્ટર્નશીપ કરી હતી. વર્ષ 2019 માં તેણે બાર કાઉન્સીલમાં રજીસ્ટર્ડ હોવાનો દાવો કરીને અલાપ્પુઝા બાર એસોસિેશનમાં (Bar Association) સામેલ થવા માટે અરજી પણ કરી હતી.

 

અજાણ્યા પત્રની મદદથી થયો પર્દાફાશ

જુલાઇ મહિનામાં બાર એસોસિેશનના નામ પર એક અજાણ્યો પત્ર આવ્યો. આ પત્રમાં બાર એસોસિએશનને સાવધાન થવા માટેની વાતો લખી હતી. આ મહિલાના નામ સાથે લખવામાં આવ્યું હતું કે આ મહિલા પાસે કોઇ માન્ય ડિગ્રી નથી. પત્ર મળ્યા બાદ મહિલાની પૂછતાછ કરવામાં આવી અને તથ્યો વિશે માહિતી મેળવ્યા બાદ એસોસિએશને જીલ્લાના મુખ્ય ન્યાયાધીશને આ વાતની જાણકારી આપી અને પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

 

આ પણ વાંચો – Raj Kundra porn films case: વોટ્સએપ ચેટમાં ગેહના વશિષ્ઠની HotHit એપ્લિકેશન સાથેની કડીનો થયો ખુલાસો, વાંચો આ ચેટ

આ પણ વાંચો – Surat: કોરોનાના કેસો ઘટ્યા બાદ ટીબીના કેસોમાં થયો વધારો, રાજ્યના ટીબી અધિકારીએ દક્ષિણ ગુજરાતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

Click on your DTH Provider to Add TV9 Gujarati