Railway News : સુરેન્દ્રનગર યાર્ડ ખાતે 8 મેના રોજ એન્જિનિયરિંગ બ્લોકના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર યાર્ડમાં એન્જિનિયરિંગના કામ માટે 8મી મે (સોમવાર)ના રોજ બ્લોક લેવામાં આવશે. જેના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે.

Surendranagar Yard Engineering Work
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર યાર્ડમાં(Surendranagar) એન્જિનિયરિંગના કામ માટે 8મી મે (સોમવાર)ના રોજ બ્લોક લેવામાં આવશે. જેના કારણે કેટલીક ટ્રેનોને(Train) અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે.
રદ કરાયેલી ટ્રેનો:
- ટ્રેન નંબર 19119 અમદાવાદ – સોમનાથ ઇન્ટરસિટી 08.05.2023 ના રોજ રદ.
- ટ્રેન નંબર 19120 સોમનાથ – અમદાવાદ ઇન્ટરસિટી 08.05.2023 ના રોજ રદ.
- ટ્રેન નંબર 09359 બોટાદ – ધ્રાંગધ્રા ડેમુ 08.05.2023 ના રોજ રદ કરવામાં આવી છે.
- ટ્રેન નંબર 09360 ધ્રાંગધ્રા – બોટાદ ડેમુ 08.05.2023 ના રોજ રદ કરવામાં આવી છે.
રૂટ પર રેગ્યુલેટેડ ટ્રેનો:
- 08.05.2023ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ 30 મિનિટથી રેગ્યુલેટ (લેટ) કરવામાં આવશે.
- 08.05.2023 ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા એક્સપ્રેસ રૂટમાં 30 મિનિટથી નિયમન (લેટ) કરવામાં આવશે.
- તા. 08.05.2023ના રોજ ટ્રેન નં. 22946 ઓખા – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઈલ રૂટ 50 મિનિટથી નિયંત્રિત (મોડા) થશે.
- તા. 08.05.2023ના રોજ ટ્રેન નં. 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રૂટમાં 40 મિનિટ (લેટ) હશે.
- તા. 08.05.2023ના રોજ ટ્રેન નં. 09575 રાજકોટ-મહબુબનગર એક્સપ્રેસ રૂટમાં 30 મિનિટથી રેગ્યુલેટ (લેટ) કરવામાં આવશે.
જેમાં મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…