Surendranagar : લીંબડીના સૌકામાં ઝડપાયેલા જુગારધામમાં પોલીસ 12 લાખનો માસિક હપ્તો વસૂલતી હોવાનો આક્ષેપ, 9 પોલીસ કર્મચારીને કરાયા સસ્પેન્ડ જુઓ Video

લીંબડીના સૌકા ગામમાંથી ઝડપાયેલા જુગારધામના સંચાલક નવદીપસિંહ ઝાલાએ પોલીસ જુગારધામ ચલાવવા દેવા માટે મોટી રકમનો માસિક હપ્તો વસૂલતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 9:50 AM

સુરેન્દ્રનગરના લીંબડીના સૌકા ગામમાંથી ઝડપાયેલા જુગારધામ મામલે પોલીસ સામે ગંભીર આક્ષેપો થયા છે. જુગારધામના સંચાલક નવદીપસિંહ ઝાલાએ પોલીસ જુગારધામ ચલાવવા દેવા માટે મોટી રકમનો માસિક હપ્તો વસૂલતી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે SOGના PSI પઢિયાર તેમજ કોન્સ્ટેબલ હરદેવસિંહ ઝાલા સામે હપ્તાખોરીનો આક્ષેપ લગાવ્યો હતો.

આ પણ વાંચો : Surendranagar : ધ્રાંગધ્રામાં ત્રણ અજાણ્યા શખ્સે યુવક પર હુમલો કરી ફરાર, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

તેમણે કહ્યું કે છેલ્લા 2 વર્ષથી પોલીસ જુગાર ચલાવવા માસિક 12 લાખ રૂપિયાનો હપ્તો લેતી હતી. પરંતુ થોડા દિવસો પહેલા પોલીસે 12 લાખના હપ્તાની રકમ વધારીને માસિક 20 લાખ રૂપિયાના હપ્તાની માગ કરી હતી. જે આપવાનો ઇનકાર કરતા તેમણે જુગારધામ પર રેડ પાડી હોવાનો આક્ષેપ સંચાલકે કર્યો હતો. મહત્વનું છે કે તાજેતરમાં સૌકા ગામની સીમમાંથી એલસીબીએ 38 જુગારીઓને 28.77 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ મામલે 9 પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">