Railway News: લખનઉ મંડળમાં ડબલિંગ કાર્ય હોવાને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે

Railway News: ઉત્તર રેલવેના લખનઉ મંડળના ખેતાસરાય-શાહગંજ સ્ટેશનો વચ્ચે ડબલિંગના કાર્ય હોવાને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે.

Railway News: લખનઉ મંડળમાં ડબલિંગ કાર્ય હોવાને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે
Indian Railway
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Feb 20, 2023 | 10:43 PM

લખનઉ મંડળમાં ડબલિંગ કામગીરીને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે. આ કામગીરીને કારણે કેટલીક ટ્રેન રદ કરાઈ છે. કેટલીક ડાયવર્ટ કરાઈ છે. જેની વિગતો આ મુજબ છે.

રદ કરેલ ટ્રેનો

  1. 24 ફેબ્રુઆરી 2023 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સ્પેશ્યલ ટ્રેન રદ્દ રહેશે.
  2. 27 ફેબ્રુઆરી 2023 ના રોજ દરભંગાથી ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશ્યલ રદ્દ રહેશે.

ડાયવર્ટ કરાયેલી ટ્રેનો

  1.  22, 24 અને 26 ફેબ્રુઆરી 2023 ના રોજ અમદાવાદ થી ઉપડતી ટ્રેન નંબર 19165 અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ પર બારાબંકી-ગોંડા-ગોરખપુર-છાપરા થઈને દોડશે.
  2.  22, 25 અને 27 ફેબ્રુઆરી 2023 ના રોજ ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ પર છપરા-ગોરખપુર-ગોંડા-બારાબંકી થઈને દોડશે.
  3. Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
    Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
    'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
    ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
    સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
    Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
  4.  22 ફેબ્રુઆરી 2023 ના રોજ કામાખ્યાથી ઉપડતી ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર જાફરાબાદ-સુલતાનપુર- લખનઉ માર્ગ થઈને દોડશે.

રેલવે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સથી માહિતગાર રહે. www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરો જેથી કોઈ અસુવિધા ન થાય.

આ તરફ પશ્ચિમ મધ્ય રેલવેના બયાના સ્ટેશન પર નોન-ઈન્ટરલોકીંગ કાર્ય હોવાને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પરિવર્તિત માર્ગ પર દોડશે. આ ટ્રેનોની વિગતો આ મુજબ છે.

આ પણ વાંચો: Railway News: પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ-ભગત કી કોઠી અને અમદાવાદ-પટના વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે

  1. તારીખ 25.02.2023ના રોજ ગાંધીધામથી ઉપડતી ટ્રેન નંબર 15667 ગાંધીધામ- કામાખ્યા સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ બયાના-આગરા ફોર્ટના બદલે પરિવર્તિત માર્ગ વાયા બયાના-ભરતપુર-અછનેરા-આગ્રા ફોર્ટ થઈને દોડશે.
  2. તારીખ 22.02.2023 ના રોજ ચાલનારી ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ આગ્રા ફોર્ટ-બયાનાની બદલે પરિવર્તિત માર્ગ વાયા આગ્રા ફોર્ટ-અછનેરા ભરતપુર- બયાના થઈને દોડશે.
  3. તારીખ 25.02.2023 ના રોજ ગાંધીધામથી ચાલનારી ટ્રેન નંબર 12937 ગાંધીધામ-હાવડા સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારીત માર્ગ વાયા નાગદા-કોટા-બયાના આગ્રા ફોર્ટ-કાનપુર સેન્ટ્રલની બદલે પરિવર્તિત માર્ગ વાયા નાગદા-સંત હિરદારામ નગર-નિશાતપુરા-બીના-વારાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) કાનપુર સેન્ટ્રલ થઈને દોડશે.
  4. તારીખ 27.02.2023 ના રોજ હાવડાથી ઉપડતી ટ્રેન નંબર 12938 હાવડા-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ તેના નિર્ધારિત પર કાનપુર સેન્ટ્રલ-આગ્રા ફોર્ટ બયાના-કોટા-નાગદાની બદલે પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી)-બીના-નિશાંતપુરા-સંત હીરદારમ નગર-નાગદા થઈને દોડશે.

g clip-path="url(#clip0_868_265)">