Railway News: બેંગલુરુ-અજમેર એક્સપ્રેસ ટ્રેનનો રૂટ ડાયવર્ટ, પશ્ચિમ રેલવે દ્વારા સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેનોની ટ્રીપ લંબાવાઈ, જાણો તમામ વિગતો
તારીખ 17 ફેબ્રુઆરી 2023ની ટ્રેન નંબર 16532 કેએસઆર બેંગલુરુ-અજમેર એક્સપ્રેસ યશવંતપુર-હુબલી થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે. આ ટ્રેન હિન્દુપુર, ધર્માવરમ, અનંતપુર, ગુંટાંકલ, બલ્લારી, હોસ્પેટે, કોપ્પલ અને ગડગ સ્ટેશનો પર નહીં જાય.

દક્ષિણ મધ્ય રેલવેના ગુંટાંકલ મંડળ નાચિગીચેરલા-ધર્મવરમ સ્ટેશનો વચ્ચે ડબલ લાઇન કમિશનિંગ સંબંધિત નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, બેંગલુરુ-અજમેર એક્સપ્રેસ અને બેંગલુરુ-જોધપુર એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. ભારતીય રેલવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે. અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ વિશેની માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરો જેથી કોઈ અસુવિધા ન થાય.
ડાયવર્ટ કરવામાં આવેલી ટ્રેનની વિગતો આ મુજબ છે.
· તારીખ 20 ફેબ્રુઆરી 2023ની ટ્રેન નંબર 16531 અજમેર-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ હુબલી-યસવંતપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ગડગ, કોપ્પલ, હોસ્પેટે, બલ્લારી, ગુંટાંકલ, અનંતપુર, ધર્માવરમ અને હિન્દુપુર સ્ટેશનો પર નહીં જાય.
· તારીખ 17 ફેબ્રુઆરી 2023ની ટ્રેન નંબર 16532 કેએસઆર બેંગલુરુ-અજમેર એક્સપ્રેસ યશવંતપુર-હુબલી થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પરથી દોડશે. આ ટ્રેન હિન્દુપુર, ધર્માવરમ, અનંતપુર, ગુંટાંકલ, બલ્લારી, હોસ્પેટે, કોપ્પલ અને ગડગ સ્ટેશનો પર નહીં જાય.
· તારીખ 19 ફેબ્રુઆરી 2023ની ટ્રેન નંબર 16534 કેએસઆર બેંગલુરુ-જોધપુર એક્સપ્રેસ યશવંતપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન હિન્દુપુર, ધર્માવરમ, અનંતપુર, ગુંટાંકલ, બલ્લારી, હોસ્પેટે, કોપ્પલ અને ગડગ સ્ટેશનો પર નહીં જાય.
પશ્ચિમ રેલવે દ્વારા સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેનોની ટ્રીપ લંબાવાઈ
1. ટ્રેન નંબર 01906 અમદાવાદ – કાનપુર સેન્ટ્રલ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ (દર મંગળવાર) ને 27 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ – અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ (દર સોમવાર) ને 26 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.
2. ટ્રેન નંબર 04166 અમદાવાદ – આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ (દર ગુરુવાર) ને 29 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 04165 આગ્રા કેન્ટ – અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ (દર બુધવાર) ને 28જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.
3. ટ્રેન નંબર 04168 અમદાવાદ – આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ (દર સોમવાર) ને 26 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 04167 આગ્રા કેન્ટ – અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ (દર રવિવાર) ને 25 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.
4. ટ્રેન નંબર 02200 બાંદ્રા ટર્મિનસ – વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ (દર શનિવાર) ને 1 જુલાઈ, 2023 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 02199 વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) – બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશ્યલ (દર ગુરુવારે) 29 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 01906, 04166, 04168 અને 02200 ની વિસ્તૃત ટ્રિપ્સ માટેનું બુકિંગ 17 ફેબ્રુઆરી, 2023 થી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર ખુલશે.