Railway News: તહેવારોના પગલે અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની 10 ટ્રીપ દોડાવાશે

|

Oct 17, 2022 | 6:00 PM

ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સ્પેશિયલ 30 ઓક્ટોબરથી 27 નવેમ્બર 2022 સુધી દર રવિવારે ઓખાથી 23.45 વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે 08.45 વાગ્યે અમદાવાદ પહોંચશે. રસ્તામાં બંને દિશાઓમાં આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા તેમ જ દ્વારકા સ્ટેશને રોકાશે.

Railway News: તહેવારોના પગલે અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની 10 ટ્રીપ દોડાવાશે
Indian Railways

Follow us on

પશ્ચિમ રેલવે  (Western railway) દ્વારા દિવાળીના  (Diwali 2022) તહેવારને ધ્યાનમાં રાખતા -ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની10 ટ્રીપ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને માટે તથા દિવાળીના તહેવારમાં આ ટ્રેનની  (Train) વધારે ટ્રીપ દોડવાવમાં આવશે. ટ્રેન નંબર 09435/09436 અમદાવાદ-ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન તેમજ ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સ્પેશિયલ  (Ahmedabad-Okha Special) 29 ઓક્ટોબરથી 26 નવેમ્બર 2022 સુધી દર શનિવારે અમદાવાદથી 23.35 વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે 08.25 વાગ્યે ઓખા પહોંચશે. ટ્રેનોના રવાના થવાનો સમય, રોકાણ અને સંરચના અંગેની વિસ્તૃત જાણકારી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પરથી મેળવી શકે છે.

એ જ રીતે ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સ્પેશિયલ 30 ઓક્ટોબરથી 27 નવેમ્બર 2022 સુધી દર રવિવારે ઓખાથી 23.45 વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે 08.45 વાગ્યે અમદાવાદ પહોંચશે. રસ્તામાં બંને દિશાઓમાં આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા તેમ જ દ્વારકા સ્ટેશને રોકાશે. ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ કેટેગરીના કોચ હશે. ટ્રેન નંબર 09435/36નું બુકિંગ 19 ઓક્ટોબર, 2022થી પીઆરએસ કાઉન્ટરો અને આઇઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે.

દિવાળીમાં દોડાવાશે ફેસ્ટિવલ સ્પેશિયલ એસટી બસ

ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ઉપરાંત દિવાળીના સમયમાં એસટી વિભાગ પણ વધારાની એસટી દોડાવશે. ચાલુ વર્ષે પણ દિવાળીના તહેવારને લઈ વધારાનું સંચાલન કરવા માટે સજ્જ થઈ ગયા છે. એસટી નિગમ પ્રવાસીઓ માટે વધારાની 2300 બસો દોડાવાશે. અમદાવાદ વિભાગથી પણ વધારાની 700 બસો દોડાવવામાં આવશે. જેથી પ્રવાસીઓને બસની સુવિધા મળી રહે. આ તરફ સુરતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ વસી રહ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સાથે સાથે ગુજરાતભરમાંથી લોકો દિવાળી વેકેશન દરમિયાન વતનમાં જતા હોય. જેને લઈ સુરત વિભાગમાંથી વધારાની 1550 બસો દોડાવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા, ઝાલોદ માટેનુ વધારાનુ સંચાલન કરાશ. આ માટે તમામ અધિકારી હેડકવટર્સમાં રહી સંચાલનમાં મદદ કરશે તો બીજી તરફ ટ્રેનમાં પણ મુસાફરોનો ધસારો રહેતો હોવાથી  રેલ્વે વિભાગ દ્વારા પણ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે . ફેસ્ટિવલ સ્પેસિયલ ટ્રેન માટેના રિઝર્વેઝશન અને બુકિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

Next Article