Railway: ગાંધીધામ-પુરી અને અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેન રહેશે રદ, જાણો શું છે કારણ

Darshal Raval

|

Updated on: Sep 06, 2022 | 10:01 AM

પશ્ચિમ રેલવેના (Western Railway) અમદાવાદ મંડળના જગુદણ-મહેસાણા સેક્શન પર 07 સપ્ટેમ્બર 2022ના રોજ સીઆરએસ નિરીક્ષણ  અને સ્પીડ ટ્રાયલ કરવામાં આવશે. આ દરમિયાન રેલવે સુરક્ષા કમિશનર આર.કે.શર્મા  દ્વારા જગુદણ-મહેસાણા નવી લાઇન વિભાગનું નિરીક્ષણ અને 120 કિમીની ઝડપે સ્પીડ ટ્રાયલ કરવામાં આવશે.

Railway: ગાંધીધામ-પુરી અને અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેન રહેશે રદ, જાણો શું છે કારણ
Indian Railway
Image Credit source: File Image
Follow us

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના (Railway) રાયપુર મંડળ પર લખૌલી-રાયપુર આરવી બ્લોક વચ્ચે ડબલિંગ કાર્ય કરવા માટે તથા મંદિર હસૌદ સ્ટેશન પર યાર્ડ મોડેલિંગ કાર્ય અને નયા રાયપુર સ્ટેશનને (Naya Raipur Station) ચાલુ કરવા માટે નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે બ્લોક રાખવામાં આવ્યુ છે. જેના કારણે અમદાવાદ (Ahmedabad) મંડળમાંથી ઉપડતી ગાંધીધામ-પુરી અને અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનો (Ahmedabad-Puri Express Train) પ્રભાવિત રહેશે. આ પ્રભાવિત ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેન

  • 07 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 22973 ગાંધીધામ-પુરી એક્સપ્રેસ
  • 10 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 22974 પુરી-ગાંધીધામ એક્સપ્રેસડાયવર્ટ ટ્રેન

ડાયવર્ટ કરાયેલી ટ્રેન

  • 8, 10, 11, 12 અને 15 સપ્ટેમ્બર 2022 ટ્રેન નંબર 12844 અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ રાયપુર-ટિટિલાગઢ-વિજિયનગરમના બદલે પરિવર્તિત રૂટ વાયા રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા રોડ, સંબલપુર, ટિટિલાગઢ થઈને દોડશે.
  • 6, 8, 09, 10, 13 અને 15 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 12843 પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ વિજયનગરમ-ટિટિલાગઢ રાયપુરના બદલે પરિવર્તિત માર્ગ વાયા ટિટિલાગઢ, સંબલપુર, ઝારસુગુડા રોડ, બિલાસપુર, રાયપુર થઈને દોડશે.
  • 9 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 20862 અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ રાયપુર-ટિટિલાગઢ-સંબલપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા રોડ, સંબલપુર થઈને દોડશે.
  • 07 અને 14 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 20861 પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ સંબલપુર- ટિટિલાગઢ-રાયપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા સંબલપુર, ઝારસુગુડા રોડ, બિલાસપુર, રાયપુર થઈને દોડશે.

રિશિડ્યુલ કરાયેલી ટ્રેન

  • 12 સપ્ટેમ્બર 2022 ની ટ્રેન નંબર 12994 પુરી-ગાંધીધામ એક્સપ્રેસ તેના નિર્ધારિત સમયથી 5 કલાક રિશેડ્યૂલ (પુનનિર્ધારીત) કરવામાં આવશે.
  • 8, 12 અને 15 સપ્ટેમ્બર 2022 ના રોજ ટ્રેન નંબર 20823 પુરી-અજમેર એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય કરતાં 5 કલાક રિશેડ્યૂલ (પુનનિર્ધારીત) કરવામાં આવશે.ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

 અમદાવાદ મંડળના જગુદણ-મહેસાણા વિભાગ પર સીઆરએસ નિરીક્ષણ અને સ્પીડ ટ્રાયલ કરાશે

પશ્ચિમ  રેલવેના અમદાવાદ મંડળના જગુદણ-મહેસાણા સેક્શન પર 07 સપ્ટેમ્બર 2022ના રોજ સીઆરએસ નિરીક્ષણ  અને સ્પીડ ટ્રાયલ કરવામાં આવશે. આ દરમિયાન રેલ્વે સુરક્ષા કમિશનર આર.કે.શર્મા  દ્વારા જગુદણ-મહેસાણા નવી લાઇન વિભાગનું નિરીક્ષણ અને 120 કિમીની ઝડપે સ્પીડ ટ્રાયલ કરવામાં આવશે. તદનુસાર મુસાફરો અને જનતાને વિનંતી કરવામાં આવી છે કે તેઓ રેલવે ટ્રેકથી દૂર રહે. રેલવે ટ્રેક પર આવવું અથવા રેલવે ટ્રેક ક્રોસ કરવું અસુરક્ષિત અને જીવલેણ છે. નિરીક્ષણ દરમિયાન રેલવે લાઇનથી દૂર રહો અને રેલ્વે ક્રોસીંગ ક્રોસ કરતી વખતે ટ્રેનની સ્થિતિ  જોઈને જ ક્રોસ કરવા વિનંતી કરવા કહેવામાં આવ્યુ છે.

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati