Ahmedabad: ગુજરાતમાં બૂસ્ટર ડોઝ આપવાની શરુઆત, ખાનગી રસીકરણ કેન્દ્રો પર લોકોની લાઈનો જોવા મળી

|

Apr 10, 2022 | 2:43 PM

કોરોનાના કેસો (Corona case) ઓછા થતા વૅક્સીનેશનની (Vaccination) કામગીરી ધીમી પડી છે. ત્યારે ફરી એક વખત XE વેરીએન્ટની એન્ટ્રી થતા કોર્પોરેશન દ્વારા ફરીથી વૅક્સીનેશન તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને જે લોકોને બીજો ડોઝ બાકી છે તે ઝડપથી બીજો ડોઝ લે તે માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.

Ahmedabad: ગુજરાતમાં બૂસ્ટર ડોઝ આપવાની શરુઆત, ખાનગી રસીકરણ કેન્દ્રો પર લોકોની લાઈનો જોવા મળી
Corona Vaccine (Symbolic Image)

Follow us on

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) XE વેરીએન્ટની એન્ટ્રી બાદ બૂસ્ટર ડોઝ (Booster dose) આપવાનું શરૂ થયું છે. 18 વર્ષથી ઉપરના લોકો આજથી બૂસ્ટર ડોઝ લઈ શકશે. બે ડોઝ લીધાના 273 દિવસ બાદ લોકો બૂસ્ટર ડોઝ લઈ શકશે. બૂસ્ટર ડોઝને લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરની 13 ખાનગી હોસ્પિટલમાં બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ બૂસ્ટર ડોઝ લેવા માટે ખાનગી રસીકરણ (Vaccination) કેન્દ્રો પર લોકોની લાઈનો જોવા મળી હતી. ખાનગી રસીકરણ કેન્દ્રો પર સરકારે નક્કી કરેલા ભાવ મુજબ વૅક્સીનનો ચાર્જ ચૂકવવો પડશે. બૂસ્ટર ડોઝ માટે લોકો ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવી શકશે અને સ્પોટ પર રજિસ્ટ્રેશન કરીને પણ બૂસ્ટર ડોઝ મેળવી શકશે.

હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને 60 વર્ષથી ઉપરના લોકોને વિનામૂલ્યે બૂસ્ટર ડોઝ આપવાની વ્યવસ્થા એએમસીના તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર કરવામાં આવી છે. જ્યારે 18થી 59 વર્ષના લોકો ખાનગી રસીકરણ કેન્દ્રો પર બૂસ્ટર ડોઝ લઈ શકશે. અમદાવાદ શહેરમાં 15 વર્ષથી વધુની ઉંમરના 94.2 ટકા લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.

જ્યારે 83.5 ટકા લોકોએ વેક્સીનના બંને ડોઝ લઈ લીધા છે. અમદાવાદ શહેરમાં પ્રથમ ડોઝ લીધા બાદ 17 ટકા લોકોએ બીજો ડોઝ નથી લીધો. કોરોનાના કેસો ઓછા થતા વૅક્સીનેશનની કામગીરી ધીમી પડી છે. ત્યારે ફરી એક વખત XE વેરીએન્ટની એન્ટ્રી થતા કોર્પોરેશન દ્વારા ફરીથી વૅક્સીનેશન તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને જે લોકોને બીજો ડોઝ બાકી છે તે ઝડપથી બીજો ડોઝ લે તે માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

અમદાવાદમાં ખાનગી રસીકરણ કેન્દ્રોની યાદી

-એપોલો હોસ્પિટલ, એલિસબ્રિજ
-HCG હોસ્પિટલ, મીઠાખળી
-વિજય સેલ્બી હોસ્પિટલ ,નવરંગપુરા
-સેલ્બી હોસ્પિટલ, એસ જી હાઇવે
-સેલ્બી હોસ્પિટલ,નરોડા
-ક્રિષ્ના સેલ્બી હોસ્પિટલ, ઘુમા
-સિમ્સ હોસ્પિટલ, સાયન્સ સીટી
-ગાયત્રી હોસ્પિટલ, વાડજ
-એપોલો હાર્ટ ઇન્સ્ટિટયૂટ, એસ જી હાઇવે
-ત્રિશા હોસ્પિટલ, નિર્ણયનગર
-સોલાર હોસ્પિટલ, નારણપુરા
-દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ, પ્રગતિનગર
-સ્ટર્લિંગ હોસ્પિટલ, મેમનગર

 

આ પણ વાંચોઃ Banaskantha: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા નડાબેટ, સીમા દર્શન પ્રોજેકટનું કરશે લોકાર્પણ

આ પણ વાંચોઃ અમિત શાહની હિન્દી ટિપ્પણી વચ્ચે એઆર રહેમાનના ટ્વિટથી હંગામો, જાણો શું છે મામલો ?

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Next Article