AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા નડાબેટ, સીમા દર્શન પ્રોજેકટનું કરશે લોકાર્પણ

સૌપ્રથ અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નડેશ્વરી માતાના દર્શન કકર્યાં હતાં અને ત્યાં માતાજીની પુજા અર્ચના કરી હતી. ત્યાર બાદ સીમા દર્શન સ્થળ પર પહોચ્યા હતા.

Banaskantha: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા નડાબેટ, સીમા દર્શન પ્રોજેકટનું કરશે લોકાર્પણ
Banaskantha Union Home Minister Amit Shah and Chief Minister Bhupendra Patel arrive in Nadabet to inaugurate Seema Darshan project
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 11:43 AM
Share

ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) નડાબેટ (Nadabet) પહોંચ્યા છે. સૌપ્રથમ અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નડેશ્વરી માતાના દર્શન કકર્યાં હતાં અને ત્યાં માતાજીની પુજા અર્ચના કરી હતી. ત્યાર બાદ સીમા દર્શન સ્થળ પર પહોચ્યા હતા. અમિત શાહ સીમા દર્શન પ્રોજેકટ (Seema Darshan project) નું લોકાર્પણ કરવાના છે. બનાસકાંઠા જિલ્લાના ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન વિભાગ અને બીએસએફના સહયોગથી સવા સો કરોડથી વધુના ખર્ચે સીમા દર્શન પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

125 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ થશે. અહીં રી ટ્રીટ સહિત અનેક આકર્ષણ નિર્માણ કરાયા છે. હવે વાઘા બોર્ડરની જેમ ગુજરાતમાં નડાબેટ બોર્ડર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ BSF અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગની સંયુક્ત ભાગીદારથી વિકસિત કરાયો છે. અહીં વાઘા બોર્ડર જેવી જ રીટ્રીટ સેરેમની યોજવામાં આવશે.

આ સીમા દર્શન પ્રોજેક્ટ થકી ભારત-પાકિસ્તાન બોર્ડરની મુલાકાત લઇને તેમજ સીમા સુરક્ષા દળ દ્વારા કરવામાં આવતી રિટ્રીટ સેરેમની નિહાળીને દેશભક્તિ-રાષ્ટ્રભાવનાની અનોખી ચેતના અહીં આવનારા પ્રત્યેક પ્રવાસીમાં ઊજાગર થાય તેવા શૌર્યસભર દ્રશ્યો સર્જાશે. આ પ્રોજેક્ટ અન્વયે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સીમા દર્શન માટે ઝીરો પોઇન્ટ સુધી જવાના માર્ગ પર ટી જંક્શન પાસે વિવિધ ટુરીઝમના કામો કરવામાં આવ્યા છે.

નડાબેટ પ્રવાસન સ્થળને સૌર ઊર્જાથી પ્રકાશિત કરવા 14 જેટલા સોલાર ટ્રી લગાવવાની કામગીરી સીમાદર્શન-બોર્ડર ટૂરિઝમ પ્રોજેકટમાં હાથ ધરાઇ હતી. તથા, સીમાદર્શન માટે આવનારા સૌ પ્રવાસીઓ સુરક્ષાદળો-સેનાની સજ્જતાથી ભલિભાંતિ પરિચિત થાય તે માટે ટીજજંકશનથી ઝીરો પોઇન્ટ સુધીના માર્ગ પર પ્લેટફોર્મ બનાવીને સરફેસ ટુ સરફેસ મિસાઇલ, સરફેસ ટુ એર મિસાઇલ, ૫૫ ટેન્ક, આર્ટીલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેન્ક અને મિગ-૨૭ એરફ્રાફટ ડિસપ્લે કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Junagadh: ગાઠીલા ઉમાધામનો 14મો પાટોત્સવ, આજે PM મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરશે

આ પણ વાંચોઃ ધોરણ 10નું હિન્દીનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું કરનાર સંજેલીના ચાર યુવાનોને LCBએ ઝડપી લીધા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">