અમદાવાદના રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય, આ વિસ્તારના લોકો ત્રાહિમામ
બોપલના ગાલા જીમખાના રોડ હોય કે સફલ પરિસર કે પછી સાઉથ બોપલનો મુખ્ય માર્ગ હોય. આ તમામ રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે.
અમદાવાદના(Ahmedabad) મોટાભાગના રસ્તાઓ (Road)પર ખાડારાજ છે. પરંતુ બોપલ(Bopal) અને સાઉથ બોપલની સ્થિતિ સૌથી વિકટ છે. જો બોપલ વિસ્તારમાં રહેતા હોય અને ઘરની બહાર નીકળવાનું થાય કે કામ અર્થે બોપલમાંથી પસાર થવાનું થાય તો ખાસ સાચવજો. જેમાં ગાલા જીમખાના રોડ હોય કે સફલ પરિસર કે પછી સાઉથ બોપલનો મુખ્ય માર્ગ હોય. આ તમામ રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે.
એવું નથી કે ચોમાસામાં જ આવી દશા હોય છે. સ્થાનિકોના મતે પાછલા એક વર્ષથી ખાડારાજ છે. બાંધકામ સાઈટની ટ્રકો પસાર થતી હોવાથી રસ્તા તૂટી જાય છે. આ તૂટેલા રસ્તાથી વાહનોને ભારે નુકસાન પહોંચે છે તો નાના-મોટા અકસ્માતનો પણ ખતરો રહે છે.
ઉલ્લેખનીય છે કે , આ ઉપરાંત અમદાવાદના વાડજ વિસ્તારમાં માર્ગો પર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. અખબારનગરના કિટલી સર્કલથી વાડજ સર્કલ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે. આ ખાડામાં પટકાવવાથી વાહનોને ભારે નુકસાન પહોંચે છે .
આ મુદ્દે સ્થાનિકો અને દુકાનદારોએ વારંવાર અધિકારીઓને રજૂઆત કરી છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર માટી-કપચી પૂરીને જતું રહે છે. AMC નક્કર કામગીરી કરે તેવી સ્થાનિકો માગણી કરી રહ્યાં છે.
આ પણ વાંચો : PM Modi in US: ન્યુયોર્ક પહોચ્યા PM મોદી, આજે UNGAની બેઠકમાં લેશે ભાગ, આતંકવાદ મુદ્દે આપી શકે છે કડક સંદેશ
આ પણ વાંચો : શ્રીલંકાને 1996નો વિશ્વ કપ જીતાડનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવ વહોટમોર બરોડા ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાયા