Ahmedabad : ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું, જાણો કયા કયા રુટ રહેશે બંધ

રથયાત્રાના દિવસે અમદાવાદના કેટલાક રુટ પર બંધ રાખવામાં આવ્યા છે અને તેના માટે કેટલીક વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Ahmedabad : ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું, જાણો કયા કયા રુટ રહેશે બંધ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2023 | 4:12 PM

Ahmedabad : અમદાવાદમાં 20 જૂન એટલે કે અષાઢી બીજે ભગવાન જગન્નાથની (Lord Jagannath) 146મી રથયાત્રા નીકળવાની છે. આ વર્ષે ભગવાન જગન્નાથ નવા રથ પર સવાર થઇને નગર ચર્યાએ નીકળવાના છે. ત્યારે રથયાત્રાને લઇને પોલીસે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં રથયાત્રાના દિવસે અમદાવાદના કેટલાક રુટ પર બંધ રાખવામાં આવ્યા છે અને તેના માટે કેટલીક વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચો-ભગવાન જગન્નાથની અષાઢી બીજના રોજ 146મી નીકળશે રથયાત્રા

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ -33ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધીન રહીને 19 જૂન 2023 ના કલાક રાત્રે 12 કલાકથી 20 જૂન 2023ના રોજ રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલી રહેશે.

વાહન ચલણ ભરવાના ખોટા મેસેજ આવે તો રહેજો સાવધાન, આ છે સાચી લિન્ક
નતાશા સાથે લગ્ન કરતા પહેલા આ 5 અભિનેત્રીઓ સાથે હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચા
Tomato Side Effects : આ લોકો માટે ટમેટાં છે 'ઝેર' સમાન
કિડનીમાં પથરી થવાના કારણો શું છે?
ચોમાસામાં ગોળની ચા પીવાના 10 ફાયદા જાણો
હાર્દિકના ઘરે વર્લ્ડ કપ જીતની ઉજવણી, પત્ની નતાશા ગેરહાજર ! ભાભી પંખુરીએ શેર કરી તસવીર

રથયાત્રાના દિવસે આ વિસ્તારોમાં પાર્ક નહીં કરી શકાય વાહન

  • જમાલપુર દરવાજા બહાર
  • જગન્નાથ મંદિર
  • જમાલપુર ચકલા
  • વૈશ્યસભા
  • ખમાસા
  • ગોળલીમડા
  • આસ્ટોડિયા ચકલા
  • મદન પોળની હવેલી
  • રાયપુર ચકલા
  • ખાડિયા ચાર રસ્તા
  • પાંચકુવા
  • કાલુપુર સર્કલ
  • કાલુપુર ઓવરબ્રિજ
  • સરસપુર
  • પ્રેમ દરવાજા
  • જોર્ડન રોડ
  • બેચર લસ્કરનની હવેલી
  • દિલ્હી ચકલા
  • હકીમની ખડકી
  • શાહપુર ચકલા
  • રંગીલા ચોકી
  • ઔવતમ પોળ
  • આર. સી. હાઇસ્કૂલ
  • દિલ્હી ચકલા
  • ઘી કાંટા રોડ
  • પાનકોર નાકા
  • ફુવારા
  • ચાંદલા ઓળ
  • સાંકળી શેરીના નાકેથી માણેક ચોક શાક માર્કેટ
  • દાણાપીઠ
  • ખમાસાથી જગન્નાથ મંદિર

Rathyatra 2023 : આટલા રુટ રહેશે બંધ

  • ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા,જમાલપુર ફુલ બજાર મોડી રાત્રે 2 કલાકથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી
  • રાયખડ ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજા સવારે 5 કલાકથી 11 કલાક અને સાંજે 5 કલાકથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી
  • આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલ સવારે 9 કલાકથી સાંજે 4.30 કલાક સુધી
  • સાળંગપુર સર્કલ, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રિજ, સરસપુર સવારે 9 કલાકથી સાંજે 4.30 કલાક સુધી
  • કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા, દિલ્હી ચકલા સવારે 9 કલાકથી સાંજે 4.30 કલાક સુધી
  • દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, આર.સી. હાઇસ્કૂલ, ઘી કાંટા ચાર રસ્તા, પાનકોર નાકા, માણેક ચોક, ગોળ લીમડા સાંજે 5.30 કલાકથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી

રથયાત્રાના દિવસ માટે વૈકલ્પિક માર્ગ

  • રાયખડ ચાર રસ્તા, વિકટોરિયા ગાર્ડન, રિવરફ્રન્ટ ફુલબજાર, જમાલપુર બ્રિજ,ગીતા મંદિર
  • રાયખડ ચાર રસ્તા, જમાલપુર ગાયકવાડ હવેલી
  • આસ્ટોડિયા દરવાજા,ગીતા મંદિર,જમાલપુર બ્રિજ, સરદાર બ્રિજ, પાલડી
  • કામદાર ચાર રસ્તા, હરિભાઇ ગોદાની સર્કલ, પોટલીયા ચાર રસ્તા, નિર્મલપુરા ચાર રસ્તા, ચામુંડા બ્રિજ, ચમનપુરા સર્કલ, અસારવા બ્રિજ, ઇદગાહ સર્કલ
  • કાલુપુર રેલવે સ્ટેશન, અનિલસ્ટાર્ચ મિલ રોડ, હરિભાઇ ગોદાની સર્કલ
  • ઇન્કમટેક્સ, ગાંધીબ્રિજ, રાહત સર્કલ, દિલ્હી દરવાજા, ઇદગાહ સર્કલ
  • દિલ્હી દરવાજા, શાહપુર ચાર રસ્તા, ભવન્સ કોલેજ રોડ, લેમન ટ્રી, રુપાલી, વીજળીઘર, લાલ દરવાજા

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">