Ahmedabad : સાલ હોસ્પિટલના ચેરમેન રાજેન્દ્ર શાહના ઘરે આવક વેરા વિભાગના ધામા

મુંબઈ આવકવેરા વિભાગની ટીમ દ્વારા સાલ હોસ્પિટલના ચેરમેન રાજેન્દ્ર શાહના નિવાસે દરોડા પાડવામાં આવ્યા છે. સુરધારા સર્કલ નજીક આવેલા મણીચંદ્ર સોસાયટી વિભાગ 5 માં આવેલા નિવાસસ્થાને દરોડા પાડવા આવેલી ટીમ ત્રાટકી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 2:36 PM

અમદાવાદની પ્રખ્યાત સાલ હોસ્પિટલના ચેરમેન રાજેન્દ્ર શાહના ઘરે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વહેલી સવારથી જ આવકવેરાના વિભાગના અધિકારીઓએ રાજેન્દ્ર શાહના ઘરે ધામા નાખ્યા છે. ઉપરાંત સાલ હોસ્પિટલ , કોલેજ અને સાલ સ્ટિલ પર આઈટીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે ITના આ સર્ચ ઓપરેશનમાં એક પણ અધિકારી અમદાવાદના નથી. મુંબઈ-દિલ્લી આવકવેરા વિભાગની સંયુક્ત ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અને 10થી વધુ સ્થળોએ આવકવેરા વિભાગના અધિકારીઓએ સર્ચ કામગીરી કરી છે.

આજે સવારે છ વાગ્યાથી રાજેન્દ્ર શાહના ઘરે થઈ તપાસ રહી છે. અહીં મુંબઈ આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી છે. જો કે ચોંકાવનારી વાત એ છે કે,ગુજરાતમાં તપાસ ચાલી રહી છે ત્યારે પહેલીવાર IT ની ટીમમાં ગુજરાતનો કોઈ અધિકારી સામેલ નથી.

મુંબઈ આવકવેરા વિભાગની ટીમ દ્વારા સાલ હોસ્પિટલના ચેરમેન રાજેન્દ્ર શાહના નિવાસે દરોડા પાડવામાં આવ્યા છે. સુરધારા સર્કલ નજીક આવેલા મણીચંદ્ર સોસાયટી વિભાગ 5 માં આવેલા નિવાસસ્થાને દરોડા પાડવા આવેલી ટીમ ત્રાટકી છે. સાલ હોસ્પિટલના ચેરમેન રાજેન્દ્ર શાહના નિવાસ્થાનથી 1 કિમીના અંતરે તેમની સાલ હોસ્પિટલ આવેલી છે. જોકે, આશ્ચર્યની વાત તો એ છે કે, સમગ્ર દરોડાની કામગીરીથી ગુજરાત આવક વિભાગવેરાની ટીમને બાકાત રાખીને કરવામા આવી છે. વહેલી સવારે થયેલી રેડ બાદ હજુ પણ તપાસ ચાલુ છે. હાલ રાજેન્દ્ર શાહ સહિત સમગ્ર પરિવાજનો નિવાસમાં ઉપસ્થિત છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ બાદ અનેક હોસ્પિટલો આઈટીના રડારમાં આવી છે. દર્દીઓ પાસેથી કોરોનાની સારવારના નામે તોતિંગ રૂપિયા વસૂલ્યા છે. આવામાં કોરોનામાં કરોડો કમાઈ ગયેલી હોસ્પિટલો પર આઈટી ડિપાર્ટેમેન્ટે લાલ આંખ કરી છે.

Follow Us:
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">