PM નરેન્દ્ર મોદી UAEના રાષ્ટ્રપતિ સાથે આજે કરશે રોડ શો, દુનિયાને આપશે મિત્રતાની મિસાલ, જાણો કેમ ખાસ છે આ મુલાકાત
8 જાન્યુઆરીએ રાત્રે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયબ્રન્ટમાં ભાગ લેવા માટે ગુજરાત પહોંચી ગયા હતા. આ વખતની વાયબ્રન્ટ ગુજરાત સમિટની વિશેષતા UAEના રાષ્ટ્રપતિ અતિથિ તરીકે ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEના રાષ્ટ્રપતિ સાથે એરપોર્ટથી ગાંધીનગર સુધી રોડ શો કરવાના છે.
ગુજરાતમાં 10થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાનું છે. જેનો પ્રારંભ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. 8 જાન્યુઆરીએ રાત્રે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયબ્રન્ટમાં ભાગ લેવા માટે ગુજરાત પહોંચી ગયા હતા. આ વખતની સમિટની વિશેષતા UAEના રાષ્ટ્રપતિ અતિથિ તરીકે ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEના રાષ્ટ્રપતિ સાથે એરપોર્ટથી ગાંધીનગર સુધી રોડ શો કરવાના છે.
દેશ અને દુનિયાને આપશે સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વાઈબ્રન્ટ સમિટની 10મી આવૃત્તિમાં મુખ્ય મહેમાન હશે. વડાપ્રધાન મોદી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવાના છે. આ સાથે જ UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન મંગળવારે એટલે કે આજે અમદાવાદ પહોંચશે. વડાપ્રધાન મોદી અને UAEના રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી 7 કિલોમીટર લાંબો રોડ શો કરશે અને દેશ અને દુનિયાને વિશેષ સંદેશ આપશે.
વર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ચોથી મુલાકાતે UAE પહોંચ્યા હતા. UAEના રાષ્ટ્રપતિ અલ નાહયાન પોતે પ્રોટોકોલ તોડીને અબુ ધાબી એરપોર્ટ પર PM મોદીનું સ્વાગત કરવા આવ્યા હતા. જે દર્શાવે છે કે UAEના રાષ્ટ્રપતિ અલ નાહયાન વડાપ્રધાન મોદી માટે કેટલું સન્માન ધરાવે છે. આ પ્રવાસ પહેલા પણ UAEના રાષ્ટ્રપતિ વડાપ્રધાન મોદીના ફેન બની ગયા હતા. PM મોદીને વર્ષ 2019માં UAEના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયેદ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.બંને વચ્ચે મિત્રતાનો પાયો વર્ષ 2015માં જ નખાઇ ગયો હતો, જ્યારે વડાપ્રધાન મોદીએ UAEની પ્રથમ મુલાકાત લીધી હતી.ત્યાર બાદ અત્યાર સુધીમાં તેમણે પાંચ વખત UAEની મુલાકાત લીધી છે.
34 વર્ષમાં ભારતીય PMની પ્રથમ મુલાકાત
વડાપ્રધાન મોદીની પહેલી UAE મુલાકાત ઓગસ્ટ 2015માંહતી. બીજી મુલાકાત ફેબ્રુઆરી 2018માં, ત્રીજી મુલાકાત ઓગસ્ટ 2019માં, ચોથી જૂન 2022માં અને પાંચમી જુલાઈ 2023માં થઈ હતી. વડાપ્રધાન મોદીએ 2015માં UAEની મુલાકાત લીધી, ત્યારે તેઓ છેલ્લા 34 વર્ષમાં UAEની મુલાકાત કરનાર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા.
2017માં ગણતંત્ર દિવસ પર નાહયાન મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા
તો UAEની મિત્રતાની રિટર્ન ગિફ્ટ આપવામાં પીએમ મોદી પણ પાછળ નથી રહ્યા. જેની ઝલક 2017માં ગણતંત્ર દિવસ પર જોવા મળી હતી. મોદી સરકારે મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું. તે સમયે મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન યુએઈના રાષ્ટ્રપતિ નહીં, પરંતુ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ હતા. પરંપરા મુજબ ભારત દેશના વડાપ્રધાન અથવા રાષ્ટ્રપતિને ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ બનાવે છે, પરંતુ 2017માં ગણતંત્ર દિવસ પર અલ નાહયાન મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા. એટલે કે પીએમ મોદી પણ UAE સાથે સંબંધોને મહત્વ આપવામાં પાછળ નથી.
બંને દેશો વચ્ચે ગાઢ મિત્રતા
રાજદ્વારી નિષ્ણાતોનું માનવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે વ્યવહારુ રાજનીતિ છે, એક મજબૂત નેતાની છબી છે અને વિશ્વમાં લોકપ્રિયતા વધી રહી છે. PM મોદી અને અલ નાહયાનની કેમેસ્ટ્રી અન્ય મુસ્લિમ દેશોમાં પણ ઉદાહરણ બની રહી છે. ભારત અને UAE વચ્ચેની ગાઢ મિત્રતાની અસર બંને દેશો વચ્ચેના રાજદ્વારી અને આર્થિક સહયોગના મોરચે પણ દેખાઈ રહી છે.
બંને દેશો વચ્ચે ભારતીય રૂપિયો અને UAE ચલણ દિરહામમાં વેપાર માટે કરાર કરવામાં આવ્યો છે. ભારત અને UAE વચ્ચે પ્રથમ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. UPI અને UAE ના ઇન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મને લિંક કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરસ્પર વેપારને 100 અબજ ડોલર સુધી વધારવા પર સહમતિ સધાઈ છે. UAE માને છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મોદી સરકારના નિર્ણયનો ‘ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ’ જેવા મુસ્લિમ મંચ પર વિરોધ થવાથી અટકાવવામાં આવ્યો હતો. UAEની કંપનીએ જમ્મુ-કાશ્મીરમાં રોકાણ કર્યું છે. તેનો અર્થ એ છે કે UAEએ કાશ્મીર પર પાકિસ્તાનના દુષ્પ્રચારનો સંપૂર્ણ પર્દાફાશ કર્યો.
PM મોદી ફેબ્રુઆરીમાં UAE જશે
વડાપ્રધાન આવતા મહિને એટલે કે ફેબ્રુઆરીમાં UAEની મુલાકાત લેવાના છે. પીએમ મોદી અબુધાબીમાં સ્વામી નારાયણ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. તે 13 ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં વિવિધ ભારતીય સમુદાયના 350 થી વધુ આગેવાનો પણ હાજર રહેશે.