વિભાજન વિભિષિકા સ્મારક દિવસ નિમિત્તે અમદાવાદ રેલવે મંડળના 9 રેલવે સ્ટેશનો પર ફોટો પ્રદર્શન યોજાયું
અમદાવાદ મંડળ રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે 14 ઓગસ્ટના રોજ વિભાજન વિભિષિકા સ્મારક દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસ દેશના એ લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે.
Ahmedabad : 15 ઓગસ્ટ પહેલા પશ્ચિમ રેલવેના (Western Railway) અમદાવાદ મંડળમાં 14 ઓગસ્ટના રોજ લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં અમદાવાદ મંડળના સાબરમતી, અમદાવાદ, મણિનગર, કલોલ, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ, હિંમતનગર અને પાટણ સ્ટેશન પર ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
14 ઓગસ્ટના રોજ વિભાજન વિભિષિકા સ્મારક દિવસની ઉજવણી
અમદાવાદ મંડળ રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે 14 ઓગસ્ટના રોજ વિભાજન વિભિષિકા સ્મારક દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસ દેશના એ લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે. જેમણે અવિવેક પૂર્વક નફરત અને હિંસાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
આ પણ વાંચો Independence Day 2023 : સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને એરપોર્ટ અને રેલવે સ્ટેશન તિરંગાના રંગે રંગાયા
રેલવે મંડળના સાબરમતી, અમદાવાદ, મણિનગર, કલોલ, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ, હિંમતનગર અને પાટણ સ્ટેશન પર ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. આ ફોટો પ્રદર્શન લાખો નાગરિકોની હ્રદયસ્પર્શી પીડા અને વેદનાને ઉજાગર કરવા ઈતિહાસના અવિશ્વસનીય તથ્યો દર્શાવે છે. જેઓએ દેશના ભાગલા વખતે સહન કર્યું. આ પ્રદર્શન છેલ્લી સદીમાં માનવ વસ્તીના સૌથી મોટા વિસ્થાપનને યાદ કરે છે જેમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો હતો.
સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોને અમદાવાદ રેલ્વે વિભાગ દ્વારા સન્માનિત કરાયા
14 ઓગસ્ટના રોજ વિભાજન વિભિષિકા પ્રદર્શન કાર્યક્રમમાં સ્થાનિક સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોને અમદાવાદ રેલ્વે વિભાગ દ્વારા આમંત્રિત અને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે આઝાદીનો અમૃત મહોત્સવ ચાલુ પ્રવૃત્તિઓમાં 4 ઓગસ્ટના રોજ હોરર પાર્ટીશન રિમેમ્બર્સ ડેનું આયોજન કરવાના પરિણામે આ પ્રદર્શનની સાથે સાબરમતી સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં શેરી નાટકો પણ ભજવાયા હતા.