AMC દ્વારા અમદાવાદના ચાણક્યપુરીમાં લગાવેલ ટાયર કિલર બમ્પ નિષ્ક્રિય, ફરીથી રોંગ સાઈડ વાહનો દોડવા લાગ્યા! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2023 | 5:30 PM

Ahmedabad: અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ પ્રકારના બમ્પ લગાવવામાં આવ્યા હતા. રોંગ સાઈડ વાહનોને જતા રોકવા માટે થઈને અણીયાળા ટાયર કિલર બમ્પ રસ્તા પર લગાવવામાં આવ્યા હતા.

 

અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ પ્રકારના બમ્પ લગાવવામાં આવ્યા હતા. રોંગ સાઈડ વાહનોને જતા રોકવા માટે થઈને અણીયાળા ટાયર કિલર બમ્પ રસ્તા પર લગાવવામાં આવ્યા હતા. જેથી રોંગ સાઈડ વાહનંકારનારા પર નિયંત્રણ લાગ કરી શકાય જો કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અણીયાળા બમ્પને હાલમાં સ્પ્રિંગ નીકાળીને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે.

બમ્પ લગાવ્યાના માત્ર 10 જ દિવસમાં ટાયર કિલર બમ્પને નિષ્ક્રીય કરવામાં આવ્યા હતા. ત્રિરંગા યાત્રા ને લઇ આ બમ્પને નિષ્ક્રિય કરાયા હતા. જોકે ત્યારબાદ પણ ફરીથી સક્રિય કરાયા નથી. જોકે આગામી હજુ કેટલાક દિવસ ફરીથી બમ્પ સક્રિય થાય એમ જણાતું નથી, હાલતો વાહનચાલકો રોંગ સાઈડ વાહન હંકારી રહ્યા છે. આમ મનપાનો ઉદ્દેશ્ય હતો એ સાર્થક નિવડી રહ્યો નથી.

આ પણ વાંચોઃ  Breaking News: ખુરશીદ અહેમદ વિશિષ્ટ સેવા, રાજકુમાર અને સંદિપ સિંહ સહિત 18 પોલીસ અધિકારીઓને પ્રશંસનીય સેવા મેડલ

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 14, 2023 05:22 PM
g clip-path="url(#clip0_868_265)">