AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat માં પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનનું અનોખું આંદોલન, ગુરુવારે ડેપો પરથી ઇંધણ નહિ ઉપાડાય

છેલ્લા 4 વર્ષથી કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી જેને કારણે પેટ્રોલિયમ કંપનીઓ તરફથી ડિલર્સને ચુકવવામાં આવતું કમિશન વધારવામાં આવે તેવી માંગ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.

Gujarat માં પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનનું અનોખું આંદોલન, ગુરુવારે  ડેપો પરથી ઇંધણ નહિ ઉપાડાય
Petroleum Dealers Association unique agitation in Gujarat From Thursday
Pratik jadav
| Edited By: | Updated on: Aug 12, 2021 | 4:32 PM
Share

ફેડરેશન ઓફ ગુજરાત(Gujarat)પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા વિવિધ પેટ્રોલિયમ કંપની(Petrolium Company)ઓ સામે બાંયો ચડાવીને કમિશન(Commission)વધારવા માટે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની શરૂઆત કરી છે. પેટ્રોલ-ડીઝલ ના વેચાણ પર ડિલર્સ ને આપવામાં આવતા કમિશનમાં છેલ્લા 4 વર્ષથી કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.

જેને કારણે પેટ્રોલિયમ કંપનીઓ તરફથી ડિલર્સને ચુકવવામાં આવતું કમિશન વધારવામાં આવે તેવી માંગ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.

પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા ગુજરાતના અલગ અલગ ડિલર્સ ને ચુકવવામાં આવતું કમિશનમાં દર વર્ષે વધારો કરવાની જોગવાઈ છે તેમ છતાં છેલ્લા 4 વર્ષથી એકપણ રૂપિયા નું કમિશન વિવિધ પેટ્રોલિયમ કંપની ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનઓ દ્વારા વધારવામાં આવ્યું નથી જેને કારણે ગુજરાતના વિવિધ ડિલર્સને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ છેલ્લા 4 વર્ષથી કમિશન વધ્યું નથી અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે .

જેને કારણે ડેપો પરથી પેટ્રોલપંપ સુધી પેટ્રોલ લઈ જવું પણ ડિલર્સ ને મોંઘું પડી રહ્યું છે જેને કારણે એસોસિએશન દ્વારા ડિલર્સને ચુકવવામાં આવતું કમિશન વધારવાની માંગ કરાઈ છે.

અત્યાર સુધી ગુજરાતના વિવિધ ડિલર્સ ને પેટ્રોલમાં 3 રૂપિયા કમિશન, ડિઝલમાં 2 રૂપિયા કમિશન અને CNG માં 1.75 રૂપિયા કમિશન ચુકવવામાં આવે છે જેને વધારીને આ તમામ કમિશન બમણું કરવાની માંગ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા પેટ્રોલિયમ કંપનીઓ સમક્ષ મુકવામાં આવી છે.

ગુજરાતના અલગ અલગ ડિલર્સ ની કમિશન વધારવાની માંગ જ્યાં સુધી પુરી ન થાય ત્યાં સુધી ગુજરાતના તમામ પેટ્રોલપંપના ડિલર્સ દ્વારા દર ગુરુવારે ડેપો પરથી જથ્થો નહિ ઉપાડવાનો નિર્ણય એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે. જેને કારણે ગુરુવારે એકપણ ટ્રક દ્વારા ડેપો પરથી ઇંધણ નો જથ્થો લેવાયો નહોતો.

અમદાવાદના ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ડેપો પરથી રોજના 250 ટ્રક ઇંધણ નો જથ્થો ઉઠાવીને અલગ અલગ પેટ્રોલપંપ સુધી પહોંચાડતા હોય છે અને ગુજરાત ભરના 4000થી વધુ ટ્રક અલગ અલગ પેટ્રોલિયમ કંપનીઓના ડેપો પરથી પેટ્રોલ-ડીઝલ નો જથ્થો ઉઠાવતા હોય છે, જો કે કમિશન વધારવાની માંગ માટે હવે એસોસિએશન દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અમદાવાદ IOC ના ડેપો પરથી ગુરુવારે એકપણ ટ્રકે ઇંધણ નો જથ્થો ઉઠાવ્યો નહોતો.

આ મામલે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન ના ગુજરાત પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું હતું કે અમારી માંગ વ્યાજબી છે છેલ્લા 4 વર્ષથી પેટ્રોલપંપના ડિલર્સ નું કમિશન વધારવામાં આવ્યું નથી મોંઘવારીના સમયમાં ખર્ચ બાદ કરતાં કશું મળતું નથી જેથી અમારા તરફથી પેટ્રોલિયમ કંપનીઓ સમક્ષ કમિશન વધારવાની માંગ મુકવામાં આવી છે અને દર ગુરુવારે ડેપો પરથી જથ્થો નહિ ઉપાડવા નક્કી કરાયુ છે .

જો કે અમારા આ આંદોલનથી સામાન્ય પ્રજા તેમજ સરકારી વાહનોને કોઈ અસર પહોંચશે નહિ કારણ કે બુધવારે જ તમામ પેટ્રોલપંપના માલિકો દ્વારા પૂરતો સ્ટોક કરી રાખવામાં આવશે જેનાથી સામાન્ય પ્રજા તેમજ સરકારી બસો જેવા વાહનોને હેરાનગતિ નહિ થાય.

આ પણ વાંચો : 170 CCTV ફૂટેજની તપાસ અને 230 લોકોની પૂછપરછ બાદ ઝડપાયા હત્યારા, એક્સ ગર્લફ્રેન્ડ સાથે એવું તો શું કર્યું કે યુવકની થઈ હત્યા

આ પણ વાંચો :  Troll : મીરાબાઈ ચાનુ સાથે મુલાકાત કર્યા બાદ સલમાન ખાન ટ્રોલ થયો, યુઝરે કહ્યું ‘શેતાન પાછળ હરણ, હરણ પાછળ શેતાન’

g clip-path="url(#clip0_868_265)">