Troll : મીરાબાઈ ચાનુ સાથે મુલાકાત કર્યા બાદ સલમાન ખાન ટ્રોલ થયો, યુઝરે કહ્યું ‘શેતાન પાછળ હરણ, હરણ પાછળ શેતાન’

સલમાન ખાને મીરાબાઈ ચાનુ સાથેનો એક ફોટો શેર કર્યો છે. જેને લઈ સલમાન ખાન ખુબ ટ્રોલ થઈ રહ્યો છે. મીરાબાઈ ચાનુ સલમાન ખાનને મુલાકાત દરમિયાન એક મફલર ગીફટ કર્યું છે. ફોટોમાં સલમાન ખાન મફલર પહેરેલો જોવા મળી રહ્યો છે.

Troll : મીરાબાઈ ચાનુ સાથે મુલાકાત કર્યા બાદ સલમાન ખાન ટ્રોલ થયો, યુઝરે કહ્યું ‘શેતાન પાછળ હરણ, હરણ પાછળ શેતાન'
Mirabai Chanu - Salman Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 1:45 PM

Troll : ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ભારતનું પ્રથમ મેડલ જીતનાર મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ ​​(Weightlifter Mirabai Chanu) મુંબઈમાં બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સલમાન ખાન (Salman Khan) સાથે ખાસ મુલાકાત કરી હતી.

આ મુલાકાત બાદ સલમાન ખાને મીરા સાથેનો પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફોટોમાં સલમાન ખાન (Salman Khan) મીરાબાઈ સાથે હરણનું મફલર પહેરેલું જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા (Social media) પર આ ફોટો શેર કરતાં અભિનેતાએ લખ્યું, “સિલ્વર મેડલિસ્ટ મીરાબાઈ ચાનુ, હું તમારા માટે ખૂબ જ ખુશ છું, તમને મળીને આનંદ થયો. તમને આગળના જીવન માટે શુભકામનાઓ.” સલમાન ખાનની આ ખાસ પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) હાલમાં મુંબઈમાં છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

તે ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) ને પણ મળી હતી. વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ અનેક મોટા શોમાં મહેમાન તરીકે જોવા મળશે. તે સતત બોલિવૂડ અને રમતગમતની દુનિયા સાથે જોડાયેલા તમામ સ્ટાર્સને મળી રહી છે.

સલમાન ખાન ટ્રોલ

હવે અભિનેતા સલમાન ખાને મીરાબાઈ ચાનુ સાથે શેર કરેલો ફોટાને લઈને ખરાબ રીતે ટ્રોલ થઈ રહ્યા છે. મીરાએ અભિનેતાને એક મફલર (Muffler) ભેટ આપ્યું હતું, ફોટોમાં સલમાન ખાન તેને પહેરેલા જોઈ શકીએ છીએ. પરંતુ આ મફલર પર એક હરણ છે. જેના માટે અભિનેતા ખૂબ ટ્રોલ થઈ રહ્યો છે.

સલમાન ખાનના આ ફોટા પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું છે કે “મીરાએ સલમાન ખાન માટે પરફેક્ટ ગિફ્ટ પસંદ કરી છે, યુઝરે કહ્યું ‘શેતાન પાછળ હરણ, હરણ પાછળ શેતાન’ છે. બોલિવૂડના ભાઈજાન હાલમાં સતત તેની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે.

અભિનેતા ઈચ્છે છે કે, તે તેની ફિલ્મોનું શૂટિંગ ખૂબ જ જલ્દી પૂર્ણ કરે, કારણ કે તે તેના શો બિગ બોસનું શૂટિંગ સપ્ટેમ્બરના અંતથી શરૂ કરશે. આ દિવસોમાં સલમાન ખાન તેની આગામી ફિલ્મ ટાઈગર 3 ના શૂટિંગને લઈને ચર્ચામાં છે.

આ પણ  વાંચો : PM Modi : 10 વર્ષની અનિશાએ PM મોદીને ઈ-મેલ કર્યો, અનિશાનાં સવાલ પર વડાપ્રધાન મોદીને પણ હસવુ આવી ગયુ

g clip-path="url(#clip0_868_265)">