Ahmedabad: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્સમાં લાગેલી આગની ઘટનામાં 70 જેટલા લોકોનું રેસ્ક્યૂ, 13 નવજાત બાળકોનો જીવ બચાવાયો

|

Jun 25, 2022 | 6:16 PM

અમદાવાદના (Ahmedabad) પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્સમાં આવેલી ક્રેડો નામની આઇટી કંપનીમાં આગ (Fire) લાગી હતી. આ કંપનીના સર્વર રુમમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગવાનો બનાવ બન્યો હતો.

Ahmedabad: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્સમાં લાગેલી આગની ઘટનામાં 70 જેટલા લોકોનું રેસ્ક્યૂ, 13 નવજાત બાળકોનો જીવ બચાવાયો
પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પલેક્સમાં આગ

Follow us on

અમદાવાદના (Ahmedabad) પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પલેક્સમાં આગ (Fire) લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. કોમ્પલેક્સના ત્રીજા માળે આવેલી આઈટી કંપનીના (IT company) સર્વર રૂમમાં આગ લાગી હતી. થોડી વારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર વિભાગની 10 ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં ફાયર બ્રગેડ દ્વારા 70 જેટલા લોકોનું દિલ ધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે.

બાળકોની હોસ્પિટલ પણ આવી આગની ચપેટમાં

અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્સમાં આવેલી ક્રેડો નામની આઇટી કંપનીમાં આગ લાગી હતી.  મળતી માહિતી પ્રમાણે  ક્રેડો કંપનીના સર્વર રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.  આગ લાગતા ત્રીજા માળે આવેલી બાળકોની હોસ્પિટલ કે AMAના પૂર્વ પ્રમુખ ડો. મોના દેસાઈની હોસ્પિટલ અને તેમના પતિ ડો. પરિમલ દેસાઈની આંખની હોસ્પિટલમાં ધુમાડો પ્રસર્યો હતો. ઉપરાંત ચોથા માળે બાળકોની  એપલ હોસ્પિટલ અને બીજા માળે ડેન્ટલ હોસ્પિટલમાં પર ધુમાડો ફેલાતા દર્દી અને તેમના સ્વજનો  હોસ્પિટલમાં ફસાઈ ગયા હતા. જેમનું ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યું. હોસ્પિટલમાં મહિલા અને બાળકો સહિતના લોકો ફસાયા હતા.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ફાયર વિભાગની ટીમે દિલધડક રેસ્ક્યૂ કર્યું

હોસ્પિટલની બારીના કાચ તોડી ફાયર વિભાગની ટીમે દિલધડક રેસ્ક્યૂ કર્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા આગમાં ફસાયેલા 70 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. હોસ્પિટલમાંથી 13 નવજાત બાળકો, NICUમાં રહેલા 4 બાળકોને બચાવી લેવાયા હતા. આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડે ક્રેડો ઓફીસનો કેટલોક ભાગ તોડવો પડ્યો હતો. તેમજ બાળકોની હોસ્પિટલના રોડ સાઈડનો કેટલોક ભાગ તોડી ધુમાડો બહાર કાઢવાની જગ્યા કરી અને એકઝોસ્ટ ફેનનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગમાં ક્રેડો ઓફીસ બળીને ખાક થઈ તેમજ અન્ય હોસ્પિટલમાં નુકસાન પણ થયું. જોકે સદનસીબે ઇમારતમાં રહેલ ફાયર સિસ્ટમ સક્રિય હોવાથી આગની ઘટનમાં કાબુ મેળવવામાં ફાયર બ્રિગેડને સરળતા રહી હતી.

ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં આગનો ધુમાડો પ્રસરી ગયો હતો. ફાયર બ્રિગેડની 10 ગાડીઓએ તાત્કાલિક સ્થળે પહોંચીને હોસ્પિટલમાંથી નાના બાળકો અને તેમના માતા-પિતાને ધાબા પર શિફ્ટ કર્યા હતા. જે પછી આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરી અને તાત્કાલિક હાઇડ્રોલિક પ્લેટફોર્મ બનાવીને બધાને રેસ્ક્યૂ કરીને સહી સલામત નીચે ઉતારી લીધા હતા.

અગાઉ પણ આ ઇમારતમાં લાગી હતી આગ

મળતી માહિતી પ્રમાણે ત્રણ વર્ષમાં આ જ ઇમારતમાં આ બીજી વાર આગ લાગી છે. આ પહેલા ચોથા માળે એપલ હોસ્પિટલમાં આગ લાગતા બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા. અને હવે ત્રીજા માટે CAની ઓફિસમાં આગ લાગતા હોસ્પિટલમાં દોડધામ મચી ગઇ. જોકે સામાન્ય રીતે 18 મીટર નીચેની ઇમારતમાં ફાયર સિસ્ટમ હોતી નથી, પણ વધુ હોસ્પિટલના કારણે ફાયર બ્રિગેડ દ્વારા ઇમારતમાં ફાયર સેફટી લેવા આગ્રહ કરાતા નાખવામાં આવેલી ફાયર સેફટી ખરા સમયે કામ લાગી અને મોટી દુર્ઘટના થતા ટળી.

Published On - 6:07 pm, Sat, 25 June 22

Next Article