અમદાવાદમાં EDII ના ઉપક્રમે લેકચર સીરિઝનું આયોજન, જેએમ વ્યાસે કહ્યું દરેક પ્રક્રિયામાં શિસ્ત અનિવાર્ય
આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) દ્વારા આજે અમદાવાદમાં(Ahmedabad) આયોજિત વાર્ષિક ડો. વી જી પટેલ મેમોરિયલ લેક્ચરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. જે એમ વ્યાસે લેક્ચર આપ્યું હતું.

આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) દ્વારા આજે અમદાવાદમાં(Ahmedabad) આયોજિત વાર્ષિક ડો. વી જી પટેલ મેમોરિયલ લેક્ચરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. જે એમ વ્યાસે લેક્ચર આપ્યું હતું. આ સીરિઝમાં ચોથું લેક્ચર કેમ્પસમાં યોજાયું હતું અને ‘ઉદ્યોગસાહસિકો( Entrepreneur ) માટે સફળતા કેવી રીતે નિર્ધારિત કરવી’ એ વિષય પર કેન્દ્રિત હતું. ઇડીઆઇઆઈના સ્થાપક પહ્મ ડો. વી જી પટેલનું 4 એપ્રિલ, 2019ના રોજ અવસાન થયું હતું. ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રમાં ડો. પટેલના શ્રેષ્ઠ કાર્યની ઉજવણી કરવા સંસ્થાએ વર્ષ 2019માં વાર્ષિક લેક્ચર સીરિઝ શરૂ કરી હતી. ઉદ્યોગસાહસિક સમુદાય દ્વારા ‘ઉદ્યોગસાહસિકતા અભિયાનના પથપ્રદર્શક’ તરીકે જાણીતા ડો. વી જી પટેલે પોતાની જાતને ભારત અને દુનિયાની અંદર ઉદ્યોગસાહસિકતાને વેગ આપવા સમર્પિત કરી હતી. તેમને સમગ્ર ભારતમાં ઉદ્યોગસાહસિકતાનો નવો પ્રવાહ સ્થાપિત કરવામાં સફળતા મળવાની સાથે વર્ષ 1983માં રાષ્ટ્રીય સંસાધન સંસ્થા ઇડીઆઇઆઈ સ્થાપિત કરવામાં પણ સફળતા હાંસલ થઈ હતી.
લેક્ચરમાં ઉપસ્થિત શ્રોતાઓનો સંબોધન કરતાં ડો. જે એમ વ્યાસે કહ્યું હતું કે, “વ્યવસાય હોય કે જીવન હોય, દરેક સ્થિત અને પરિણામની પ્રક્રિયામાં શિસ્ત સૌથી વધુ મહત્વપૂર્ણ છે. ખુશી અને સફળતા માનસિક સ્થિતિ છે તથા ગમે તેવા સ્થિતિસંજોગોમાં જો મન ઉદ્દેશને અનુરૂપ સમજણ અને વ્યવહારિકતા સાથે કામ કરવાનું શીખે, તો એનાથી સંઘર્ષ અને નિષ્ફળતાના સ્થિતિસંજોગોમાં તે મન એ રીતે કામ કરશે કે વ્યક્તિની માનસિક સ્થિરતા કે ખુશીને કોઈ અસર નહીં થાય. આપણે એક વ્યક્તિ કે ઉદ્યોગસાહસિક તરીકે નિર્ધારિત કરેલા લક્ષ્યાંકો અને પસંદ કરેલા વિકલ્પોનું મૂલ્યાંકન કરવું પડશે તથા આપણે આપણી 100 ટકા ક્ષમતા સાથે કામ કરવું પડશે. આપણા પ્રયાસોના પરિણામો ગમે એ મળે, એક લાગણીશીલ પરિપક્વતા અને તર્કબદ્ધ મનને હંમેશા એની કોઈ અસર નહીં થાય.”
ડો. સુનિલ શુક્લાએ સ્વ. ડો. વી જી પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરીને ઉદ્યોગસાહસિકતાની વિભાવના પ્રસ્તુત કરી અને તેને પ્રોત્સાહન આપીને દેશના આર્થિક વિકાસમાં ડો. પટેલના અસાધારણ પ્રદાનને યાદ કર્યું હતું. તેમણે ઉદ્યોગસાહસિકતાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, “ઉદ્યોગસાહસિકો દેશનું ભવિષ્ય છે. તેઓ જેનનેક્સ્ટ માટે નવીન વિચારસરણી, દ્રઢતા અને ખંતના પથપ્રદર્શકો છે. એટલે તેમના ઉદ્યોગસાહસિક જુસ્સા અને ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવાની જવાબદારી આપણા ખભાઓ પર છે. સંસ્થા અને સમાજના દિગ્ગજો ઉદ્યોગસાહસિકતાની આકાંક્ષાઓને પાંખો આપી શકે છે. તેમના માટે કેડી કંડારીને આપણા મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકોએ ઉદ્યોગસાહસિકતાના પાયાના નિયમો શીખવા જોઈએ, જેથી તેઓ અવરોધોને સરળતાપૂર્વક પાર પાડી શકે.”
ઇડીઆઇઆઈના પ્રસિદ્ધ ફેકલ્ટી મયંક ઉપાધ્યાયે તેમના ડો. વી. જી. પટેલ સાથે કામ કરવાના અનુભવોને યાદ કર્યા હતા. શ્રી ઉપાધ્યાયે દેશમાં ઉદ્યોગસાહસિકતાની અભિયાનના શિલ્પી તરીકે ડો. પટેલની પ્રશંસા કરી હતી તથા ઉદ્યોગસાહસિકતાના શિક્ષણ, સંશોધન અને તાલીમ સાથે સંકળાયેલા તેમના માળખા વિશે વાત કરી હતી, જેથી આ ક્ષેત્રોને માન્યતા મળે અને અર્થતંત્ર માટે વિકાસલક્ષી વ્યૂહરચનાઓને એક દરજ્જો મળે એ સુનિશ્ચિત થયું છે.
ઇડીઆઇઆઇ એની કામગીરીના 40મા વર્ષમાં છે. આ કાર્યક્રમ દરમિયાન ડો. જે એમ વ્યાસે ઇડીઆઇઆઈના 40 વર્ષની ઉજવણીનો લોગો પણ જાહેર કર્યો હતો. ઇડીઆઇઆઈ એના 40 વર્ષની ઉજવણી કરવા એક વર્ષના ગાળામાં શ્રેણીબદ્ધ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરશે. આ પ્રવૃત્તિઓ સુઆયોજિત છે, જે ડીઆઇસીસીઆઈના ચેરપર્સન અને ઇડીઆઇઆઈ બોર્ડના સભ્ય ડો. મિલિન્દ કામ્બળેના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગસાહસિકતા અને સામાજિક સુખાકારી સુનિશ્ચિત કરશે.
ઇડીઆઇઆઈ ઉદ્યોગસાહસિકતામાં સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી ઉદ્યોગસાહસિકતાની શાખામાં સતત પરિવર્તન સુનિશ્ચિત થાય. વર્ષ 1992માં ઇડીઆઇઆઈએ સાગે પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત જર્નલ ઓફ આંતરપ્રિન્યોરશિપ શરૂ કર્યું હતું. આદરણીય મહેમાન ડો. જે એમ વ્યાસ, પ્રોફેસર રેમન્ડ સ્માઇલરે પ્રોફેસર રે સ્માઇલર દ્વારા સંપાદિત ધ જર્નલ ઓફ આંતરપ્રિન્યોરશિપના સ્પેશ્યલ ઇશ્યૂનું લોકાર્પણ કર્યું હતું. પ્રોફેસર સ્માઇલર ઉદ્યોગસાહસિકતામાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાત ગણાય છે. તેઓ અમેરિકાની ટેક્સાસ ક્રિશ્ચિયન યુનિવર્સિટીમાં નીલી સ્કૂલ ઓફ બિઝનેસમાં આંતરપ્રિન્યોરશિપ અને લીડરશિપના એમિરટસ પ્રોફેસર છે.