Ahmedabad: વી.એસ. હોસ્પિટલનું બિલ્ડિંગ તોડી પાડવા અંગેના ટેન્ડરને હાઈકોર્ટમાં પડકાર, કોર્ટે બિલ્ડિંગ તોડ્યા બાદની કામગીરી અંગે કોર્પોરેશનને કર્યા સવાલ

Ahmedabad: વી.એસ. હોસ્પિટલનું બિલ્ડિંગ તોડી પાડવા અંગેના ટેન્ડરને હાઈકોર્ટમાં પડકાર, કોર્ટે બિલ્ડિંગ તોડ્યા બાદની કામગીરી અંગે કોર્પોરેશનને કર્યા સવાલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 3:56 PM

Ahmedabad: વી.એસ. હોસ્પિટલનું બિલ્ડિંગ તોડી પાડવાના ટેન્ડરને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યુ છે. આ અંગે સુનાવણી કરતા કોર્ટે કોર્પોરેશનને આકરા સવાલ કર્યા હતા. જેમા બિલ્ડિંગ તોડી પાડ્યા બાદ શું કરવાનું આયોજન છે તે અંગે જવાબ માગ્યો છે.

અમદાવાદ(Ahmedabad) વી.એસ.હોસ્પિટલ(V S Hospital)નું બિલ્ડિંગ તોડી પાડવા અંગેના ટેન્ડરને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યું છે. હોસ્પિટલ બિલ્ડિંગ તોડવાના ટેન્ડરને લઇને હાઈકોર્ટ (High Court) અમદાવાદ મનપાને આકરા સવાલ કર્યા છે. હાઈકોર્ટે હયાત બિલ્ડિંગને તોડવાનું કારણ અને તોડ્યા બાદ શું કામગીરી કરશો એ જણાવવા કહ્યું છે. આ સાથે એક અઠવાડિયા સુધી કોઇ ડિમોલિશન ન કરવાની ખાતરી આપવા અંગે પણ પૂછ્યુ છે. સામા પક્ષે અમદાવાદ મનપાના વકીલે બિલ્ડિંગ જૂની અને બિસ્માર હોવાથી તોડવી જરૂરી હોવાનું જણાવ્યુ હતુ અને બિલ્ડિંગ તોડ્યા બાદની કામગીરી અંગે સૂચના ન હોવાનું જણાવ્યુ છે.

વીએસ હોસ્પિટલના બિલ્ડિંગ તોડવાના ટેન્ડરને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બિલ્ડિંગ તોડવા મુ્દ્દે સવાલ કર્યા છે. હયાત હોસ્પિટલ બિલ્ડિંગ તોડી પાડવાના નિર્ણયનું કારણ શું છે. બિલ્ડિંગ તોડી પાડ્યા બાદ શું આયોજન કરશો તેવા હાઈકોર્ટે સવાલ કર્યો છે. આ મુદ્દે કોઈ સૂચના ન હોવાની કોર્પોરેશનના વકીલે રજૂઆત કરી છે અને જવાબ રજૂ કરવા એક સપ્તાહનો સમય માગ્યો હતો.

વી.એસ. હોસ્પિટલનું બિલ્ડિંગ તોડવા મામલે ગુરુવારે વધુ સુનાવણી થશે

આપને જણાવી દઈએ કે લાંબા સમયથી વી.એસ. હોસ્પિટલને તોડી પાડવાનો વિવાદ ચાલી રહ્યો છે અને તાજેતરમાં જ વીએસ હોસ્પિટલના બિલ્ડંગને તોડી પાડવા મામલે એક ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ હતુ. આ ટેન્ડરના હુકમને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કેટલાક સવાલો પૂછ્યા છે હતા. જેના જવાબો કોર્પોરેશનના વકીલ પાસે ન હોવાથી તેમણે જવાબ રજૂ કરવા માટે સમય માગ્યો છે. આ મામલે હવે ગુરુવારે સુનાવણી હાથ ધરાશે.

મહત્વપૂર્ણ છે કે હોસ્પિટલને કાર્યરત રાખવાની જગ્યાએ ડિમોલિશન થતુ હોવાની ફરિયાદ ઉઠી રહી છે. શહેરની મધ્યમાં આવેલી વી.એસ.હોસ્પિટલ અનેક ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે. ત્યારે જો આ હોસ્પિટલ તૂટશે તો ગરીબ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

ઈનપુટ ક્રેડિટ- રોનક વર્મા- અમદાવાદ

g clip-path="url(#clip0_868_265)">