શેરી નાટક રજૂ કરી વિપક્ષે નોંધાવ્યો વિરોધ, પ્રિમોન્સૂનની કામગીરીની વિપક્ષે ખોલી પોલ, આવેદનપત્ર આપી શહેરીજનોની સમસ્યા રજુ કરી

|

Jun 18, 2022 | 6:10 PM

મેયરને રજૂઆત કરતા પહેલા વિપક્ષ દ્વારા યુવાનોને બોલાવી એક નાટક (Play) રજૂ કરવામાં આવ્યુ હતુ. આ નાટક મારફતે વિપક્ષે AMCની પ્રિ મોન્સૂન કામગીરીની (Pre-monsoon work) પોલ ખુલી પાડી.

શેરી નાટક રજૂ કરી વિપક્ષે નોંધાવ્યો વિરોધ, પ્રિમોન્સૂનની કામગીરીની વિપક્ષે ખોલી પોલ, આવેદનપત્ર આપી શહેરીજનોની સમસ્યા રજુ કરી
પ્રિમોન્સૂનની અધુરી કામગીરીને લઇને મનપા વિપક્ષનો વિરોધ

Follow us on

ચોમાસાની (Monsoon) શરૂઆત થઈ ગઈ છે. જોકે હજુ પણ અમદાવાદ શહેરમાં ખરાબ રસ્તા કે ભુવા પડવા કે રસ્તા બેસવાની સમસ્યા દૂર નથી થઇ રહી. ત્યારે AMC ખાતે વિપક્ષ નેતા અને કોંગ્રેસ (congress) કાર્યકરોએ નાટક રજૂ કરી અનોખો વિરોધ (Protest) દર્શાવ્યો હતો અને મેયરને રજુઆત કરી હતી. તો AMCના પ્રિ મોન્સૂન પ્લાનની વિપક્ષે પોલ ખુલી પાડી મેયરને પ્રતીકાત્મક સ્વરૂપે જેસીબી અને ડમ્પર આપી વિરોધ નોંધાવ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષે  મેયરને રજુઆત કરી તેમજ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. જો કે આ વખતનો વિરોધ ખાસ હતો કારણકે મેયરને રજૂઆત કરતા પહેલા વિપક્ષ દ્વારા યુવાનોને બોલાવી એક નાટક રજૂ કરવામાં આવ્યુ હતુ. આ નાટક મારફતે વિપક્ષે AMCની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી પાડી. જેમાં ખરાબ રસ્તા, ગટર સમસ્યા, રસ્તા બેસવા, ભુવા પડવા, પાણી ભરાવા, રોગચાળો જેવા મુદ્દા લેવામાં આવ્યા હતા. તેમજ ખરાબ રસ્તાને કારણે થતા અકસ્માત અને લોકોને થતી શારીરિક ખોડખાપણનો મુખ્ય મુદ્દો રખાયો હતો. આ સાથે જ 2017માં 400 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાના આક્ષેપ વિપક્ષ દ્વારા કરાયા હતા.

વિરોધના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

તો બીજી તરફ વિરોધ પક્ષના કાર્યક્રમને લઈને મેયર ઓફિસ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, તેમજ ગેટ બંધ કરી દેવાયા હતા. જેથી વિપક્ષ મેયર ઓફિસમાં પ્રવેશ કરી ન શકે. જોકે વિપક્ષના આક્રમક વિરોધને લઈને મેયર ઓફિસના દરવાજા ખોલવા પડ્યા હતા. જ્યાં વિપક્ષ નેતાઓએ મેયર અને અન્ય કર્મચારીઓને આડે હાથ લીધા હતા. વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે મેયરને આ વર્તન યોગ્ય ન હોવાનું જણાવ્યુ હતુ. સાથે જ વિપક્ષ નેતાઓએ આવેદન પત્ર અને પ્રતીકાત્મક સ્વરૂપે ડમ્પર અને બુલડોર આપી પોતાની રજુઆત કરી હતી. તો હજુ પણ અમદાવાદમાં અનેક કામગીરી બાકી હોવાનું જણાવ્યુ હતુ.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ક્યાં ક્યાં કામગીરી બાકી ?

  1. ઘાટલોડિયામાં ચાણક્યપુરી ચાંદલોડિયાને જોડતા અંડર પાસ બનીને તૈયાર ઓપનિંગ બાકી
  2. નરોડામાં SRP તરફ RCC રોડનું કામ ચાર વર્ષથી ચાલુ પૂર્ણ થવાનું બાકી
  3. નરોડામાં સાંઈ ચોક પાસે 1 કિમીનો રસ્તો ચાર વર્ષે પણ બની નથી રહ્યો
  4. શહેરમાં ચાલુ સિઝને પહેલા ઝાપટામાં મેમનગર ગુરુકુળ રોડ પર રસ્તો બેસી ગયો
  5. શહેરમાં અન્ય સ્થળે રસ્તા, ગટર, સહિતના કામ હજુ બાકી
  6. છેલ્લે મળેલી AMCની પ્રિ મોન્સૂન બેઠકમાં 220 રોડ તૂટવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. જે બાબતને વિપક્ષે ગંભીર બાબત ગણાવી

બીજી તરફ મેયર કિરીટ પરમારે વિપક્ષના વિરોધના જવાબમાં તમામ કામગીરી થતી હોવાનું જણાવ્યું હતુ. જોકે મેયર નિવેદન આપતા એ ભૂલી ગયા કે પ્રિ મોન્સૂન કામગીરી ચોમાસાના એક કે બે મહિના પહેલા પૂર્ણ કરવાની હોય છે. હાલમાં શહેરમાં ઠેર ઠેર ખોદકામ કરી કામ કરવામાં આવી રહ્યું છે. છેલ્લી કમિટીમાં 40 કરોડમાં ડી સિલટિંગના કામ મંજુર કરાતા વિવાદ સર્જાયો હતો. તેમજ 20 જૂને કામ પૂર્ણ કરવાનું નક્કી કરાયું હતુ. જો કે હવે પ્રશ્ન એ થાય કે 20 જુનને બે દિવસ બાકી છે. ત્યારે આ બે દિવસમાં શહેરમાં બાકી કામ પૂર્ણ કઈ રીતે કરાશે.

Next Article