કોરોનાકાળ બાદ વાહન રજીસ્ટ્રેશનની સંખ્યામાં વધારો, લોકો ઇલેક્ટ્રીક વાહનો તરફ વધુ વળ્યા

પેટ્રોલ ડીઝલના (Petrol Diesel) વધતા ભાવના કારણે લોકો ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicles) તરફ વળ્યાં છે. તેથી ઇલેક્ટ્રિક વાહનો રજીસ્ટ્રેશનમા વધારો થયો છે.

કોરોનાકાળ બાદ વાહન રજીસ્ટ્રેશનની સંખ્યામાં વધારો, લોકો ઇલેક્ટ્રીક વાહનો તરફ વધુ વળ્યા
Electric vehicle
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 08, 2022 | 6:07 PM

કોરોના (Corona) બાદ લોકોને પોતાની પાસે વ્હીકલ હોવાની કીમત સમજાઈ છે અને વ્હીકલ હોવું જોઈએ તેવું ઘેલું પણ લાગ્યું છે. જેના કારણે કોરોના બાદ વાહન રજીસ્ટ્રેશનની (Vehicle registration) સંખ્યામાં વધારો થયો છે. તેમજ પેટ્રોલ ડીઝલવા વધતા ભાવના કારણે લોકો ઇલેક્ટ્રિક વાહનો (Electric vehicles) તરફ વળ્યાં છે. તેથી ઇલેક્ટ્રિક વાહનો રજીસ્ટ્રેશનમા વધારો થયો છે. કોરોના કાળમાં દરેક વ્યક્તિને નાણાં, ઘર અને વાહનની જરૂરિયાત સમજાઈ છે. કેમ કે કોરોના સમયે નાણાં નહિ હોવાના કારણે, ઘર નહિ હોવાના કારણે તેમજ વ્હીકલ નહિ હોવાના કારણે લોકોને ઘણી હાલાકી પડી છે. તેમજ હાલાકી વચ્ચે લોકોએ પોતાના સભ્યો પણ ગુમાવવાનો વારો આવ્યો છે.

આ પરિસ્થિતિ વચ્ચે લોકો નાણાં, ઘર અને વાહનની જરૂરિયાત વધુ સમજતા થયા. જેના કારણે લોકો નાણાં ભેગા કરતા થયા. ઘર ખરીદતા થયા તેમજ વાહન વસાવતા થયા. જેના કારણે ઘર ખરીદી બાદ હવે વાહન ખરીદીમાં વધારો થયો અને વાહન ખરીદી વધતા વાહનોના રજીસ્ટ્રેશનમાં પણ વધારો થયો. અમદાવાદ RTO કચેરીના અધિકારીની વાત માનીએ તો વ્હીકલ રજીસ્ટ્રેશનમાં 40 ટકા ઉપર વધારો થયો છે.

2 વર્ષમાં વ્હીકલ રજીસ્ટ્રેશનની સંખ્યા વધી

2020-21માં 78 હજાર રજીસ્ટ્રેશન થયા

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

2021-22માં 1.23 લાખ રજીસ્ટ્રેશન થયા

2022માં એપ્રિલમાં 13 હજાર રજીસ્ટ્રેશન થયા

તો દિવસેને દિવસે વ્હીકલ રજીસ્ટ્રેશનની સંખ્યામાં વધારો થતાં હોવાનું RTO અધિકારીઓ પણ માને છે. RTO અધિકારી આર. એસ. દેસાઈના જણાવ્યા પ્રમાણે 2 વર્ષમાં વાહનોની સંખ્યા વધી છે. વર્ષ 2020 અને 21માં 78 હજાર વાહનોનું રજીસ્ટ્રેશન થયુ છે અને 2021-22માં 1.23 લાખ વાહનો રજીસ્ટર થયા છે. અત્યારે એપ્રિલ સુધીમાં 13 હજાર વાહનોનું રજીસ્ટ્રેશન થયુ છે.

ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસીને જુલાઈમાં એક વર્ષ પૂર્ણ થશે

એક વર્ષમાં રાજ્યમાં 25825 વાહનોની નોંધણી થઈ

9850 વાહન માલિકોને સબસીડી પેટે 24.35 કરોડ ચૂકવાયા

3400 અરજી પ્રોસેસમાં હોવાથી 7 કરોડની સબસીડી ચુકવવાની કામગીરી પાઇપલાઇનમાં

ઇલેક્ટ્રિક વ્હીકલની ડિમાન્ડ વધી

કોરોના વચ્ચે લોકો કપરી પરિસ્થિતિમાંથી પસાર થયા. જેમાંથી હજુ લોકો બહાર આવતા હતા તેવામાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, શાકભાજી, વીજળી સહિત દરેક ક્ષેત્રે ભાવ વધારો નોંધાયો. જેમાં ઇંધણમાં ભાવ વધારાની અસર લોકોને વધુ વર્તાઈ. જે અસરમાંથી લોકો બહાર નીકળવા તેમજ પ્રદુષણથી મુક્તિ મેળવવા લોકો ઇલેક્ટ્રિક વેહિકલ તરફ વળ્યાં અને તેના કારણે ઇલેક્ટ્રિક વેહિકલની ખરીદીમાં પણ વધારો નોંધાયો. જેના કારણે RTO માં પણ આ પ્રકારના વાહનોના રજીસ્ટ્રેશનમાં વધારો થયો નોંધાયો છે.

સુભાષબ્રિજ RTOમાંથી મળેલા ઇલેક્ટ્રિક વ્હીકલ આંકડા

2018માં 23 વ્હીકલ રજીસ્ટર થયા

2019માં 139 વ્હીકલ રજીસ્ટર થયા

2020માં 444 વ્હીકલ રજીસ્ટર થયા

2021માં 1486 વ્હીકલ રજીસ્ટર થયા

ચાલુ વર્ષે 2022 એપ્રિલ સુધી 4 મહિનામાં 1468 વ્હીકલ નોંધાયા.

રાજ્યમાં નોંધાયેલ આંકડા

મે 2021માં 212 ઇ-વ્હીકલની નોંધણી થઈ

એપ્રિલ 2022 માં 6970 ઇ-વ્હીકલની નોંધણી થઈ. જે 2021ની સરખામણીએ 33 ટકા વધુ છે

જો સબસીડી પર નજર કરીએ તો

જુલાઈ 2021થી મે 2022 સુધી 10 મહિનામાં 18583 અરજી સબસીડી માટે આવી. જેમાં 13325 અરજી પર પ્રોસેસ કરી. તો 9850 વાહનોને સબસીડી ચુકવવાની બાકી છે. તો 3400 અરજી પ્રોસેસમાં છે. જે 3400 મળી 8 કરોડ જેટલી સબસીડી થાય છે.

આ ઇલેક્ટ્રિક વેહિકલના રજીસ્ટ્રેશનના વધારામાં સરકાર સબસીડી આપે તેના કારણે પણ વ્હીકલ ખરીદીની સંખ્યામાં વધારો થયાનું RTO અધિકારીનું માનવું છે. RTO અધિકારી આર. એસ. દેસાઈના જણાવ્યા પ્રમાણે ઇલેક્ટ્રિક વ્હીકલમાં લોકોનો રસ વધ્યો. 2018માં 23 વ્હીકલ. 2019માં 139, 2020માં 444, 2021માં 1486 જ્યારે હાલમાં 4 મહિનામાં 1468 વ્હીકલ નોંધાયા. સરકાર સબસીડી આપે તેના કારણે પણ વ્હીકલ ખરીદી સંખ્યા વધી.

હાલમાં જોઈએ તો અમદાવાદમાં 10 લાખ વ્હીકલ ઓન રોડ પર હોવાનું અનુમાન છે. જેમાં કોરોના બાદ સતત વ્હીકલની ખરીદીમાં વધારો થયો છે. તે પછી નવા વાહનો હોય કે પછી જુના વાહનોની ખરીદી હોય, તેમજ લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદે તે માટે તેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સાથે જ ચાર્જિંગ સ્ટેશન પણ વધારાઈ રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં હાલ 250 સ્ટેશન ચાલુ છે. તો બીજા 50 સ્ટેશનની પ્રક્રિયા ચાલુ છે. એટલું જ નહીં પણ રાજ્ય સરકાર આગામી દિવસમાં વધુ બીજા 250 સ્ટેશન શરૂ કરશે. તેમજ કેન્દ્ર સરકાર પણ અન્ય 268 નવા સ્ટેશન બનાવશે, એટલે કે આગામી દિવસમાં રાજ્યમાં 668 જેટલા સ્ટેશન કાર્યરત થશે. જેના કારણે ઇ વ્હીકલ ચાલકોને વાહન કયા ચાર્જ કરવા જે સમસ્યા સર્જાતી હતી તે દૂર થશે અને તેના કારણે પણ લોકો વધુ ઇલેક્ટ્રિક વેહિકલ લેતા થશે તેવુ પણ માનવામાં આવી રહ્યું છે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">