હવે ખેતરમાં પણ ઇલેકટ્રીક ટ્રેકટર જોવા મળશે, GTUના બે વિદ્યાર્થીઓએ જુના ટ્રેક્ટરને ઇ-રિટ્રોફીટ કર્યું

|

Feb 03, 2023 | 11:54 AM

Ahmedabad News : GTUમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપની યુનિવર્સિટીએ સરાહના કરી છે. વેસ્ટમાંથી બેસ્ટના ખયાલ સાથે આવેલો વિચાર ખેડૂતોની પ્રોડક્શન કોસ્ટને નીચે લાવવાના પ્રયત્ન સુધી પહોંચ્યો છે.

હવે ખેતરમાં પણ ઇલેકટ્રીક ટ્રેકટર જોવા મળશે, GTUના બે વિદ્યાર્થીઓએ જુના ટ્રેક્ટરને ઇ-રિટ્રોફીટ કર્યું
GTUના વિદ્યાર્થીઓએ બનાવ્યુ ઇલેકટ્રીક ટ્રેકટર

Follow us on

બદલાતા સમયની સાથે આપણે રસ્તાઓ પર ઇલેકટ્રીક વાહનો દોડતા જોઈ રહ્યા છીએ, આગામી સમયે ખેતરમાં ઇલેકટ્રીક ટ્રેકટર પણ જોવા મળશે. ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓએ નાના જુના ટ્રેક્ટરને ઇલેકટ્રીક વાહનમાં ફેરવી ખેતરમાં સફળ ઉપયોગ શરૂ કર્યો છે. 18 હોર્ષ પાવરના જુના ટ્રેક્ટરમાં બેટરી ફિટ કરી સફળતા મળ્યા બાદ આગામી સમયે વિદ્યાર્થીઓ 42 હોર્ષ પાવર સુધીના ટ્રેક્ટર બેટરી સંચાલિત કરવાનું આયોજન કરી રહ્યા છે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ ખાસ પ્રકારનું ટ્રેકટર તૈયાર કર્યું છે. વૃતિક અને કાર્તિક નામના બે વિદ્યાર્થીઓએ જુના ટ્રેક્ટરને રિટ્રોફીટ કરી નવું ઇલેક્ટ્રીક ટ્રેક્ટર ડેવલપ કર્યું છે. આ ટ્રેક્ટરની ખાસિયત એ છે કે બેટરી હોવાથી તેને સીધી રીતે ચાર્જિંગ પણ કરી શકાય છે અથવા તો એક્સ્ટ્રા બેટરી હોય તો તેને રિપ્લેસ કરી શકાય છે. મૂળ ખેડબ્રહ્માના અને જીટીયુમાં અભ્યાસ કરતા વૃતિક પંચાલે વાતાવરણને યોગ્ય અને ખેડૂતોને સસ્તું પડે એ વિચાર સાથે જુના ટ્રેક્ટરને મોડિફાઇડ કર્યા બાદ તેમાં બેટરી રિટ્રોફીટ કરી ટ્રેકટર તૈયાર કર્યું. જેને સફળતા પૂર્વક ખેતરમાં ઉપયોગમાં પણ લેવામાં આવ્યું.

ઇ-ટ્રેક્ટરની વાત કરવામાં આવે તો તેમાં..

  • મોટર- 5 KV
  • બેટરી- 10 KV
  • ટ્રેકટર ટોપ સ્પીડ- 40 kmph
  • રેન્જ- 70 થી 90 કિમી (બેટરી ફૂલ ચાર્જ કર્યા બાદ)
  • ચાર્જિંગ ટાઈમ- નોર્મલ પાવરમાં 6 કલાક

સામાન્ય રીતે ઇલેકટ્રીક વિહિકલ ની કિંમત વધારે હોય છે ત્યારે વિદ્યાર્થીઓએ જુના ટ્રેક્ટરને ઇ-રિટ્રોફીટ કરવાનું વિધારી તેમાં બેટરી ફિટ કરવામાં આવી. વૃતિક અને તેમની ટીમે તૈયાર કરેલ ટ્રેકટર જૂનું ટ્રેકટર લઈને આવ્યા બાદ દોઢથી બે લાખમાં તૈયાર થઈ જાય છે. જેથી ખેડૂતો પોતાના જુના ટ્રેક્ટર કે જે બંધ અવસ્થામાં હોય તેને ઇલેક્ટ્રીક ટ્રેક્ટરમાં પરિવર્તિત કરાવી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

એક અંદાજ પ્રમાણે ડીઝલ થકી ચાલતા ટ્રેક્ટરમાં ખેડૂતને દિવસના 500 થી લઈને હજાર સુધીનો ખર્ચ થાય છે જ્યારે ઇલેક્ટ્રીક પ્રકારના ટ્રેક્ટરમાં રૂપિયા 100 થી 200 સુધીના ખર્ચમાં તે ખેતરમાં કામ કરી શકે છે. વૃત્તિકે જણાવ્યું કે ખેડબ્રહ્માથી આ સ્ટાર્ટઅપની શરૂઆત કરી છે અને આગામી 15 માર્ચથી તેઓ ખેડૂતોના જુના ટ્રેક્ટરને ઇ-રિટ્રોફીટ કરી આપશે. શરૂઆતમાં નાના ટ્રેકટર અને અભ્યાસ બાદ મોટા ટ્રેક્ટરને પણ ઇવી માં પરિવર્તિત કરી આપશે.

GTUમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપની યુનિવર્સિટીએ સરાહના કરી છે. વેસ્ટમાંથી બેસ્ટના ખયાલ સાથે આવેલો વિચાર ખેડૂતોની પ્રોડક્શન કોસ્ટને નીચે લાવવાના પ્રયત્ન સુધી પહોંચ્યો છે. આ ટ્રેક્ટર તૈયાર કરવામાં તેમને એક વર્ષ જેટલો સમય લાગ્યો છે અને આગામી સમયે વધુ સંશોધનો થકી ઇવી ટ્રેક્ટરને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરશે.

Next Article