NHSRCLએ મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે સાબરમતી રોલિંગ સ્ટોક વર્કશોપ અને ડેપોના નિર્માણ માટેના કરાર પર કર્યા હસ્તાક્ષર

|

Dec 22, 2022 | 10:59 PM

Ahmedabad:  નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમીટેડે મેસર્સ સોજીટ્સ કોર્પોરેશન, જાપાન અને લાર્સન એન્ડ ટુબ્રોની આગેવાની હેઠળના કોન્સોર્ટીયમ સાથે સાબરમતી ડેપોની ડિઝાઈન અને બાંધકામ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા.

NHSRCLએ મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે સાબરમતી રોલિંગ સ્ટોક વર્કશોપ અને ડેપોના નિર્માણ માટેના કરાર પર કર્યા હસ્તાક્ષર
હાઈસ્પીડ રેલ કોરિડોર

Follow us on

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે આજે મેસર્સ સોજીટ્ઝ કોર્પોરેશન, જાપાન અને લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ની આગેવાની હેઠળના કોન્સોર્ટિયમ સાથે સાબરમતી ડેપોની ડિઝાઈન અને બાંધકામ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. જેમાં વર્કશોપ, ઈન્સ્પેક્શન શેડ, વિવિધ ઈમારતો, જાળવણી સુવિધાઓ અને તેની સાથે સંકળાયેલા છે. જે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર (MAHSR D-2 પેકેજ) માટે ગુજરાત રાજ્યમાં કામ કરે છે.

કોન્ટ્રાક્ટ કરાર સમારોહમાં એનએચએસઆરસીએલના મેનેજીંગ ડિટેક્ટર રાજેન્દ્ર પ્રસાદ, રોલિંગ સ્ટોક ડિરેકટર. વિજય કુમાર અને અન્ય ડિરેક્ટરો, જાપાનના દૂતાવાસ, જમીન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પરિવહન અને પર્યટન મંત્રાલય, જાપાન સરકારના અધિકારીઓએ હાજરી આપી હતી.

જાપાનમાં સેન્ડાઈ અને કનાઝાવા ખાતે શિંકનસેન જાળવણી સુવિધાઓ પર આધારિત

સુવિધાની ડિઝાઈન જાપાનમાં સેન્ડાઈ અને કનાઝાવા ખાતે શિંકનસેન જાળવણી સુવિધાઓ પર આધારિત છે. આ ડેપો માટે લગભગ 250 પ્રકારની 800થી વધુ વિશિષ્ટ મશીનરીની તપાસ કરવા અને જાળવવા માટે જરૂરી મશીનરીઓ જાપાનમાંથી મંગાવવામાં આવશે, જેમાં સ્પંદનો, તાપમાન, અવાજની તપાસનો સમાવેશ થાય છે. જે હાઈસ્પીડ દોડવા માટે મહત્વપૂર્ણ છે અને મુસાફરોની આરામની ખાતરી કરશે. હાઈ-સ્પીડ ટ્રેનસેટની સલામત અને વિશ્વસનીય જાળવણી સુનિશ્ચિત કરવા માટે ડેપોમાં તમામ સુરક્ષા સુવિધાઓ હશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સોલર પેનલ્સ ઈન્સ્ટોલ કરવાની જોગવાઈ જેવી નવિનતમ સ્થાપત્ય સુવિધાઓ

સલામત અને આરોગ્યપ્રદ કાર્ય વાતાવરણ પ્રદાન કરવા માટે ડેપોમાં યોગ્ય વેન્ટિલેશન, અવાજ અને ધૂળનું દમન, સલામતી સુવિધાઓ, વરસાદી પાણીના સંગ્રહની સુવિધા, એલઈડી આધારિત કૃત્રિમ લાઈટિંગ સિસ્ટમ ઉપરાંત કુદરતી પ્રકાશ અને સોલર પેનલ્સ ઈન્સ્ટોલ કરવાની જોગવાઈ જેવી નવીનતમ સ્થાપત્ય સુવિધાઓ હશે. ભવિષ્યમાં શેડ અને ઇમારતોની છત નિર્માણ કરાશે.

આ સુવિધા વિવિધ આધુનિક સિસ્ટમો જેવી કે બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ, આઈટી અને ડેટા નેટવર્ક સિસ્ટમ, ફાયર ડિટેક્શન અને એલાર્મ સિસ્ટમ, એક્સેસ કંટ્રોલ સિસ્ટમ વગેરેથી સજ્જ હશે. તેમજ સાબરમતી વર્કશોપ અને ડેપોમાં ઈમારતો અને શેડ સહિતની સુવિધા શ્રેષ્ઠ રીતે તૈયાર કરવામાં આવશે. અન્ય પેકેજ હેઠળ સુવિધાના નિર્માણ માટેની તૈયારીઓ પહેલાથી જ પ્રગતિમાં છે.

Next Article