Breaking News : નેપાળમાં ફ્લેશ ફ્લડ વચ્ચે ગુજરાતીઓ ફસાયા, 12 ગુમ વ્યક્તિઓની યાદી જાહેર કરી

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડને કારણે ગુજરાતના 12 લોકો ગુમ થયા છે. ગુજરાત રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા ગુમ થયેલા ગુજરાતીઓની યાદી જાહેર કરાઈ છે.

Breaking News : નેપાળમાં ફ્લેશ ફ્લડ વચ્ચે ગુજરાતીઓ ફસાયા, 12 ગુમ વ્યક્તિઓની યાદી જાહેર કરી
| Edited By: | Updated on: Aug 27, 2026 | 3:51 PM

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ વચ્ચે ગુજરાતના વિવિધ જિલ્લાઓના લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા નેપાળમાં ગુમ થયેલા અથવા સંપર્કવિહોણા ગુજરાતીઓની વિગતો જાહેર કરવામાં આવી છે.

27 ઓગસ્ટ, 2026ના બપોરે 1:57 વાગ્યા સુધીની માહિતી અનુસાર કુલ 12 વ્યક્તિઓ ગુમ હોવાનું નોંધાયું છે. આ તમામ લોકો ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

SEOC દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં કિન્નરી પટેલ, મિહિર પટેલ, બિમલકુમાર પટેલ, જૈમિનાબેન પટેલ, અશોકભાઈ ધીરજલાલ કાપડિયા, જય દિનેશ કોટેચા, વિરલ નાથવાણી, ગીતાબેન પટેલ, જ્યોતિબેન પારેશભાઈ પટેલ, મીનાક્ષીબેન સંજયભાઈ રામાણી, જસવુભાઈ પટેલ અને ભાવિનકુમાર રાજનિકાંત રાવલનો સમાવેશ થાય છે.

જિલ્લાવાર વિગતો મુજબ અમદાવાદના 3, આણંદના 2, વલસાડના 1, રાજકોટના 1 અને સુરતના 3 વ્યક્તિઓ ગુમ હોવાનું નોંધાયું છે. ઉપરાંત, USAના 1 અને ઓસ્ટ્રેલિયાના 1 વ્યક્તિનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

નેપાળમાં સર્જાયેલી ફ્લેશ ફ્લડની ગંભીર પરિસ્થિતિને પગલે ફસાયેલા અને ગુમ થયેલા લોકોની માહિતી એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. સંબંધિત તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને વધુ વિગતો મળતાં માહિતી અપડેટ કરવામાં આવશે.

રાખડી બંધાવ્યા બાદ CMએ કરી એવી જાહેરાત કે મહિલા ધારાસભ્યો ખુશખુશાલ, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.