AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Games 2022: વડાપ્રધાન મોદીએ નેશનલ ગેમ્સનું કર્યુ ઉદ્ઘાટન, રાજ્યના 6 શહેરોમાં નેશનલ ગેમ્સનો રંગેચંગે પ્રારંભ

National Games 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 36મી નેશનલ ગેમ્સનું અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ઉદ્ઘાટન કર્યુ છે. રાજ્યના 6 શહેરોમાં નેશનલ ગેમ્સનો રંગે ચંગે પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યુ છે.

National Games 2022: વડાપ્રધાન મોદીએ નેશનલ ગેમ્સનું કર્યુ ઉદ્ઘાટન, રાજ્યના 6 શહેરોમાં નેશનલ ગેમ્સનો રંગેચંગે પ્રારંભ
PM મોદી
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2022 | 10:45 PM
Share

અમદાવાદમાં નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સ્ટેડિયમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 36મી નેશનલ ગેમ્સ (National Games)નો પ્રારંભ કરાવ્યો છે. આ સ્ટેડિયમ ખાતે રંગારંગ કાર્યક્રમ સાથે આ ઉદ્દઘાટન સમારોહનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. અહીં દેશની ભાતિગળ સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી હતી. પીએમ મોદીએ સૌપ્રથમવાર ગુજરાત (Gujarat)માં આયોજિત થઈ રહેલી 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો છે. આ રમતોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળી છે. અહીં ગરબા સહિત વિવિધ નૃત્યનું આયોજન કરવામાં આવ્યુ છે.

100 દિવસમાં આ ભવ્ય આયોજનને સાકાર કરવામાં આવ્યુ-PM

આ પ્રસંગે તેમના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારને આ ભવ્ય આયોજન બદલ અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ જણાવ્યુ કે માત્ર 100 દિવસની ડેડ લાઈનમાં આ આયોજન શક્ય બન્યુ છે. આ પ્રસંગે તેમણે જણાવ્યુ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બનેલુ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ દેશનું સૌપ્રથમ એવુ સ્પોર્ટ્સ એન્કલેવ છે જ્યાં માત્ર 8,10 રમતો નહીં, પરંતુ એકસાથે અનેક રમતોનું આયોજન થઈ શકે તેવી સુવિધાથી ઉપલબ્ધ છે.

સરદાર પટેલ સ્પોર્ટસ્ કોમ્પલેક્સ અને એન્કલેવ અનોખુ છે. અહીં ફુટબોલ, હોકી, બાસ્કેટ બોલ, કબડ્ડી, બોક્સિંગ, લોન ટેનિસ જેવી અનેક રમતોની સુવિધા એકસાથે ઉપલબ્ધ છે. આ સમગ્ર દેશ માટે એક મોડેલ છે. પીએમ મોદીએ જણાવ્યુ કે જ્યારે આ પ્રકારનું ઈન્ફ્રાસ્ટક્ચર હોય છે ત્યારે ખેલાડીઓનું મનોબળ પણ બમણુ થઈ જાય છે. પીએમ જણાવ્યુ કે ખેલાડીઓ આ કોમ્પલેક્સનો પુરો લાભ લઈ શકશે.

સ્પોર્ટ્સ દેશની છબીને અનેકગણી આગળ લાવે છે-PM

પીએમ મોદીએ અહીં ખેલાડીઓને પ્રેરણા આપતુ સૂત્ર પણ આપ્યુ હતુ. તેમણે કહ્યુ Success starts with action. જ્યારથી શરૂઆત કરી ત્યારથી જ તમારી સફળતાની શરૂઆત થઈ ગઈ. વડાપ્રધાને જણાવ્યુ કે આ નેશનલ ગેમ્સ ખેલાડીઓ માટે લોન્ચિંગ પેડનું કામ કરશે.

વડાપ્રધાને જણાવ્યુ કે 8 વર્ષ પહેલા ઈન્ટરનેશનલ ગેમ્સમાં ભારતના ખેલાડીઓ માત્ર 20-25 રમતો રમવા માટે જતા હતા અને આજે 40થી 45 રમતો માટે ખેલાડીઓ રમવા જાય છે. આજે ભારતના ખેલાડીઓની સંખ્યા પણ વધી રહી છે અને મેડલની સંખ્યા પણ વધી રહી છે. ખેલાડીઓ માટે સવલતો ઉપલબ્ધ કરાવવામાં ક્યારેય પાછુ વળીને જોયુ નથી. ખેલાડીઓની તાલીમ માટે પણ મિશન મોડમાં કામગીરી કરી થઈ રહી છે. આજે આપણા ખેલાડીઓ દરેક રમતોમાં નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે અને ખેલાડીઓ પોતાના જ રેકોર્ડ બ્રેક પણ કરી રહ્યા છે. પીએમએ કહ્યુ ટોકિયો ઓલિમ્પિક ખેલાડીઓએ શ્રેષ્ઠ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ત્યારબાદ થોમસ કપમાં પણ ભારતે બાજી મારી. આજે દીકરીઓ પણ ક્યાંય પાછળ નથી અને દરેક ગેમ્સમાં ત્રિરંગાની શાન વધારી રહી છે.

કોમ્પિટિશન જીતવા કમિટમેન્ટ અને કન્ટીન્યુટી અત્યંત જરૂરી-PM

પીએમ મોદીએ જણાવ્યુ કે કોમ્પિટિશન જીતવી હશે તો કમિટમેન્ટ અને કન્ટિન્યુટીને આત્મસાત કરવા પડશે. ખેલમાં હારજીતને ક્યારે આખરી ન ગણવા જોઈએ. પીએમએ કહ્યુ જ્યા ગતિ હોય છે ત્યાં જ પ્રગતિ હોય છે. આ ગતિ તમારા જીવનનું મિશન હોવુ જોઈએ. નેશનલ ગેમ્સમાં તમારી જીત દેશને જશ્નનો અવસર તો આપશે જ પરંતુ ભવિષ્ય માટે એક નવો વિશ્વાસ પણ આપશે.

આ સાથે પીએમ મોદીએ સહુ ખેલાડીઓને  નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી અને ખેલાડીઓને રમતની સાથે ગરબાનો આનંદ લેવા પણ આહ્વાન કર્યુ હતુ. તેમણે જણાવ્યુ કે ગુજરાતીઓ તમારા આતિથ્યમાં કોઈ કસર બાકી નહીં રહેવા દે. આ પ્રસંગે તેમણે નીરજ ચોપડાનો ઉલ્લેખ કરતા જણાવ્યુ કે નીરજ ચોપડાને ગરબાની મજા માણતા જોઈને આનંદ થયો. તેમણે કહ્યુ ઉત્સવો જ આપણને એકબીજા સાથે જોડે છે.

રાજ્યના 6 શહેરોમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં નેશનલ ગેમ્સનો આજથી પ્રારંભ થશે જે 12 દિવસ સુધી ચાલશે. આ રમતોત્સવમાં દેશની 37 ટીમોના 7000 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ રમતોત્સવ 12 ઓક્ટોબર સુધી ચાલશે જો કે તેનો પૂર્ણાહુતિ સમારોહ 10 ઓક્ટોબરે યોજાશે.

ભારતના ઓલિમ્પિક સ્ટાર ક્રિકેટરો અને કલાકારો આ નેશનલ ગેમ્સના ઉદ્દઘાટન સમારોહમાં મહેમાન બન્યા છે. ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપડા, બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુ, શુટર ગગન નારંગ, જમ્પર અંજુ બેબી જ્યોર્જ, બેડમિન્ટન કોચ અને ભૂતપૂર્વ ઓલ ઈન્ડિયન ચેમ્પિયન પુલેલા ગોપીચંદ, વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ, બોક્સર શિવા થાપા, સ્વિમર સાજન પ્રકાશ, તાના પહેલ તિરંદાજ અતાનદાસ, તરૂનદીપ રાય સહિતના વિવિધ ગેમ્સના ખેલાડીઓ આ રમતોત્સવનું આકર્ષણ વધારશે.

(With Input, Divyang Bhavsar ) 

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">