ખાડામાં શહેર ! અમદાવાદ મનપાની પ્રિમોન્સુન કામગીરી પાણીમાં, વરસાદની સિઝન દરમિયાન 20થી વધારે સ્થળે ‘ભૂવા રાજ’

|

Jul 29, 2022 | 8:56 AM

અમદાવાદમાં ગટર, પાણી અને ડ્રેનેજ લાઈનના કામમાં બેદરકારીથી ભૂવા પડતા હોય છે, આ માટે કારીગરો અને કોન્ટ્રાક્ટર સીધા જવાબદાર છે.

ખાડામાં શહેર ! અમદાવાદ મનપાની પ્રિમોન્સુન કામગીરી પાણીમાં, વરસાદની સિઝન દરમિયાન 20થી વધારે સ્થળે ભૂવા રાજ
More than 20 potholes in ahmedabad

Follow us on

અમદાવાદમાં (Ahmedabad) વરસાદની સિઝન (Monsoon Season 2022) દરમિયાન 20થી વધારે સ્થળે મોટા ભૂવા પડ્યા છે. પૂર્વમાં CTM, ખોખરા, હાટકેશ્વર અને પશ્ચિમમાં બોડકદેવ, નવરંગપુરા, ગોતામાં ભુવા પડ્યા છે.કેટલાક સ્થળે તો વારંવાર ભુવા પડવાનું સામે આવ્યું છે.એવું નથી કે ચોમાસામાં જ ભૂવા પડવાની ઘટના બને છે.ક્યારેક શિયાળા અને ઉનાળામાં પણ ભૂવા પડે છે.અમદાવાદમાં ગટર, પાણી અને ડ્રેનેજ લાઈનના કામમાં બેદરકારીથી ભૂવા પડતા હોય છે. આ માટે કારીગરો અને કોન્ટ્રાક્ટર સીધા જવાબદાર છે.જ્યારે ટેન્ડર પાસ કરતા અધિકારીઓ (Officers) પણ કામ બરાબર થાય છે કે નહીં તેનું ધ્યાન ન રાખતા હોવાથી ચોક્કસ દોષિત છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ભુવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલી

અમદાવાદમાં ભૂવા (Roads)  પડવાના કેટલાક મહત્વના કારણો જોઈએ તો, ગટર, પાણીની લાઈનમાં બરાબર જોડાણ ન થયું હોય, તો કેટલાક કિસ્તામાં ગટરની અયોગ્ય ચેમ્બર બનાવતા હાલાકી વધી છે. ગેસ ગટરમાંથી બહાર ન નીકળી શકે તો દબાણ સર્જાતા ભૂવો પડે છે. અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં કેમિકલવાળા પાણીને (Chemical water) કારણે લાઈનો ખવાઈ ગઈ હોવાથી બેસી ગયાનું પણ સામે આવ્યું છે. વર્ષો જૂની ગટર લાઈન ખવાઈ જતા પણ ભૂવા પડે છે.

Next Article