Monsoon 2021 : કેરળમાં 31મી મે એ ચોમાસુ બેસવાની આગાહી, ગુજરાતના કેટલાક વિસ્તારમાં બે દિવસમાં પડશે વરસાદ

Monsoon 2021 : દક્ષિણ પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટે વાતાવરણમાં તમામ સાનુકુળ પરિબળો છે. જેના કારણે શ્રીલંકા સુધી પહોચી ચુકેલ ચોમાસુ, આગામી 31 મી મે સુધીમાં કેરળમાં ધમાકેદાર પ્રવેશ કરશે.

| Updated on: May 28, 2021 | 7:36 PM

Monsoon 2021 : દક્ષિણ પશ્ચિમ ( નૈઋત્યનું ) ચોમાસુ આગામી 31મી મેના રોજ, ભારતના તટીય પ્રદેશ કેરળમાં વિધીવત્ત રીતે, બેસી જવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટે વાતાવરણમાં તમામ સાનુકુળ પરિબળો છે. જેના કારણે શ્રીલંકા સુધી પહોચી ચુકેલ ચોમાસુ, આગામી 31 મી મે સુધીમાં કેરળમાં ધમાકેદાર પ્રવેશ કરશે.

આ વર્ષે ચોમાસા પૂર્વે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવેલા વાવાઝોડાએ, નૈઋત્યુના ચોમાસાને આગળ ધપવાની ગતિમાં કોઈ જ વિક્ષેપ ઉભો કર્યો નથી. પરિણામે ચોમાસુ તેના નિર્ધારીત સમય મુજબ જ ભારતમાં પ્રવેશ કરશે. હાલ નૈઋત્યનું ચોમાસુ, શ્રીલંકા સુધી પહોચી ચૂક્યુ છે. ત્યાથી ચોમાસુ આગળ વધીને કેરળ અને ભારતના અન્ય પ્રદેશમાં પણ આગળ વધશે.

કયા પ્રદેશમાં ક્યારે બેસશે ચોમાસુ ?

કેરળ-તામિલનાડુ 1 જૂન
કર્ણાટક-આંધ્રપ્રદેશ 5 જૂન
ગોવા- મહારાષ્ટ્ર- તેલગણા 10 જૂન
ગુજરાત છત્તીસગઢ-ઓરીસ્સા 15 જૂન

ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ચોમાસાનો પ્રારંભ થાય છે. જે સમગ્ર ગુજરાતને આવરી લેવામાં 15 દિવસનો સમય લાગે છે. એટલે કે જો વાતાવરણ બિલકુલ અનુકુળ હોય તો, નૈઋત્યના ચોમાસાને વલસાડથી કચ્છ સુધીના વિસ્તારને આવરી લેવામાં પંદર દિવસનો સમય લાગે છે.

48 કલાકમાં વરસાદની આગાહી
ગુજરાતમાં દરિયા ઉપરથી ફુકાતા ભેજયુક્ત પવન અને ગરમીને કારણે ઊભા થયેલા સ્થાનિક વાતાવરણને પગલે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ પૂર્વ ગુજરાતમાં આગામી બે દિવસમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

કયા કયા પડશે વરસાદ ?
વડોદરા, વલસાડ, ડાંગ, દાહોદ, મહિસાગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં આગામી 48 કલાકમાં હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

કેમ પડશે વરસાદ ?
ઉતર પશ્ચિમ રાજસ્થાનથી લઈને ઉતર પૂર્વ મધ્ય પ્રદેશ સુધીના વિસ્તારમાં એક ટફ પસાર થઈ રહી છે. તો સાથોસાથ દરિયાઈ સપાટીથી એક કિલોમીટરનીઉંચાઈએ સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયુ છે. વાતાવરણમાં ફેરફાર કરનાર આ બે પરિબળોને કારણે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Follow Us:
જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ
જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ
મત આપ્યાનું નિશાન બતાવો અને 100થી વધુ પ્રકારના સ્વાદિષ્ટ ભજીયા ખાવ
મત આપ્યાનું નિશાન બતાવો અને 100થી વધુ પ્રકારના સ્વાદિષ્ટ ભજીયા ખાવ
મતદારો અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ - રમજુભા જાડેજા
મતદારો અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ - રમજુભા જાડેજા
યલો એલર્ટ વચ્ચે મતદાન કરવા માટે ઉમટ્યા અમદાવાદીઓ
યલો એલર્ટ વચ્ચે મતદાન કરવા માટે ઉમટ્યા અમદાવાદીઓ
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">