હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસા અને કમોસમી વરસાદને લઈને કરી આ આગાહી, વાવાઝોડાને લઈને આપ્યા આ સંકેત- Video

|

Apr 26, 2024 | 6:11 PM

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને વધુ એક આગાહી કરી છે. રાજ્ય અને દેશમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં હલચલ શરૂ થતા હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાઈ શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને આગાહી કરી છે. મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાણ દેખાતા ચક્રવાતી તુફાન સર્જાઈ શકે છે. આગામી 10 થી 12 મે આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડુ સર્જાઈ શકે છે.

રાજ્યમાં 15 થી 17 જુન આસપાસ આવશે નેઋત્યનું ચોમાસુ

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યુ છે કે રાજ્યમાં 15 થી 17 જુન આસપાસ નેઋત્યનું ચોમાસુ બેસી શકે છે.  અંદામાન નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે ચોમાસુ બેસી શકે છે. અંદામાનમાં ચોમાસુ બેસ્યા બાદ 20 થી 25 દિવસમાં નેઋત્યનું ચોમાસુ ગુજરાત પહોંચે છે.

ખેડૂતોએ હજુ પણ કમોસમી વરસાદનો માર સહન કરવો પડશે

ગુજરાતના ખેડૂતો માટે પણ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ખેડૂતોએ હજુ પણ કમોસમી વરસાદનો માર સહન કરવો પડશે. કમોસમી વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. 30 એપ્રિલ સુધી બરબાદીનું માવઠુ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

આંધી અને વંટોળ સાથે રાજ્યમાં પ્રિમોન્સુન એક્ટિવિટી થશે

પ્રિમોન્સુન એક્ટિવિટીને લઈને અંબાલાલ પટેલે આકલન કર્યુ છે કે આંધી અને વંટોળ સાથે રાજ્યમાં પ્રિમોન્સુન એક્ટિવિટી થશે. મે મહિનાથી રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. જૂનની શરૂઆતથી વધુ તીવ્રતા સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. અતિભારે ગાજવીજ પણ જોવા મળી શકે છે.

સતત વાતાવરણમાં ફેરફારના કારણે ખેડૂતોના પાક પર સંકટ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ સતત વાતાવરણમાં ફેરફારના કારણે ખેડૂતોના પાક પર સંકટ આવી શકે છે. ખેડૂતોના પાકમાં રોગનું પ્રમાણ વધી શકે છે, જેમા કેરી અને શાકભાજી સહિત બાગાયતી પાકને નુકસાન થઈ શકે છે. સતત ભેજવાળું વાતાવરણ રહેતા પાકને આડઅસર થઈ શકે છે. કમોસમી વરસાદની અસરને લઈ અંબાલાલ પટેલે ખેડૂતોને
પાકને હળવું પિયત આપવાની સલાહ આપી છે.

આ પણ વાંચો: મધ્યપ્રદેશથી સૌરાષ્ટ્ર સુધી ઝડપાયુ હથિયારોની હેરાફેરીનું નેટવર્ક, 25 પિસ્તોલ, 90 કારતૂસ સાથે 6 આરોપીની ગુજરાત ATSએ કરી ધરપકડ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:06 pm, Fri, 26 April 24

Next Article