AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GUJARAT : 3 જાન્યુઆરીથી બાળકોના રસીકરણની મેગાડ્રાઈવ, આ રીતે કરો તમારા બાળકનું રજીસ્ટ્રેશન

vaccination for children : 3થી 9 જાન્યુઆરી સુધી ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે 15-18 વર્ષના બાળકો અને યુવાનોને કોવિડ-19ને કોરોના વેક્સિન અપાશે

GUJARAT : 3 જાન્યુઆરીથી બાળકોના રસીકરણની મેગાડ્રાઈવ, આ રીતે કરો તમારા બાળકનું રજીસ્ટ્રેશન
Mega drive of vaccination for children in Gujarat will start from January 3
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 10:26 AM
Share

જે કિશોર પાસે કોઇપણ ઓળખપત્ર ન હોય, તેમને મોબાઇલ નંબરથી નોંધણી કરીને રસી આપવામાં આવશે.

AHMEDABAD : રાજ્યમાં 3થી 9 જાન્યુઆરી સુધી ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે 15-18 વર્ષના બાળકો અને યુવાનોને કોવિડ-19ને કોરોના વેક્સિન અપાશે. રાજ્યમાં કુલ આશરે 35 લાખથી 36 લાખ બાળકોને રસી આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત અમદાવાદના જ અઢી લાખ જેટલા બાળકોને વેક્સિન આપવામાં આવશે.

રસીકરણ માટે અલગ-અલગ સેશન 3 જાન્યુઆરીથી શાળા અને અન્ય સ્થળે જ્યાં આ વય જૂથના લાભાર્થીના રસીકરણ માટે અલગ-અલગ સેશન ગોઠવાશે. શાળાઓ, આઈટીઆઈ કે શાળાએ ન જતા બાળકોને પણ આવરી લેવાશે. ઉપરાંત દિવ્યાંગ સંસ્થાઓ, અનાથાશ્રમો તથા માનસિક રીતે અસ્વસ્થ હોય તેવા બાળકોને સાચવતી સંસ્થાઓને પણ આવરી લેવાશે.

શાળામાં પણ વિદ્યાર્થીનું રસીકરણ શાળામાંથી વેક્સિન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું શાળામાં જ રજીસ્ટ્રેશન કરાશે અને રસી અપાશે. આ માટે સ્કૂલના 3-4 રૂમનો ઉપયોગ કરાશે. જેમાં એક રૂમમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા રહેશે. બીજા રૂમમાં વેક્સિન અપાશે અને અન્ય રૂમમાં વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.

કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન ? રજિસ્ટ્રેશન માટે સૌથી પહેલાં CoWIN એપ પર જાઓ. ત્યારબાદ તરૂણનું નામ ઉંમર સહિતની માહિતી લખો. તમારા રહેણાંક વિસ્તારનો પિનકોડ નાખો. રસીકરણ સેન્ટરના લીસ્ટમાંથી કેન્દ્રની પસંદગી કરો. ત્યારાબાદ વેક્સિનેશનની તારીખ, સમય અને વેક્સિનને સિલેક્ટ કરો.

રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ મોબાઇલ પર કન્ફોર્મેશન મેસેજ આવશે. રજિસ્ટ્રેશન થયા બાદ તમેનક્કી કરેલી તારીખે સેન્ટર પર જઈ વેક્સિનેશન કરાવી શકશે. ઓનલાઇન અને ઓફલાઇન બંને માધ્યમથી નોંધણી કરી શકાશે. પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ બીજો ડોઝ લઈ શકાશે. વિદ્યાર્થી પોતાના સ્કૂલ આઇડીનો પણ ID પ્રૂફ તરીકે ઉપયોગ કરી શકશે.

ઓળખપત્ર ન હોય તો પણ રજીસ્ટ્રેશન થશે જે કિશોર પાસે કોઇપણ ઓળખપત્ર ન હોય, તેમને મોબાઇલ નંબરથી નોંધણી કરીને રસી આપવામાં આવશે…કિશોર તેમના માતા-પિતાના મોબાઇલ નંબરના આધારે પણ રસી માટે નોંધણી કરાવી શકે છે.. મિત્ર કે શાળાના આચાર્યના નંબરથી પણ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરાવી શકશે.

આ પણ વાંચો : પશ્ચિમ અમદાવાદ ફરી બન્યું હોટસ્પોટ: રાજ્યના 44% અને શહેરના 85% કેસ પશ્ચિમમાંથી, જાણો કયા વિસ્તારમાં કેટલા કેસ

આ પણ વાંચો : ખેડૂતોના માથે ફરી માવઠાનો માર: આ તારીખે રાજ્યમાં પડી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગની આગાહી

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">