ખેડૂતોના માથે ફરી માવઠાનો માર: આ તારીખે રાજ્યમાં પડી શકે છે કમોસમી વરસાદ, હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં વરસાદ પડી શકે છે.
Gujarat Weather: છેલ્લાં ચાર દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડા પવનોને (Cold wave) કારણે ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જોકે શનિવારથી ઠંડા પવનોનું જોર ઘટતાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. આગામી બેથી ત્રણ દિવસો દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં 4થી 5 દિવસો દરમિયાન ઠંડીનું જોર ઘટવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. તો હવે ફરીથી ગુજરાતની જનતા અને ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે.
જણાવી દઈએ કે આગામી 5 તારીખે રાજ્યમાં કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં વરસાદ પડી શકે છે. રાજ્યના કેટલાક શહેરોમાં ઠંડો પવન ફૂંકાશે.
તો ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસ પહેલા જ હવામાન વિભાગની માવઠાની આગાહી હતી. જેના પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 27 ડિસેમ્બરે વાતાવરણમાં થોડો બદલાવ જોવા મળ્યો હતો. તો 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદ પણ નોંધાયો હતો. વાતાવરણમાં થઇ રહેલા આ ફેરફારો માનવજાત પર આફતના એંધાણ છે.
આ પણ વાંચો: જો તમે સોલાર પ્લાન્ટ લગાડવા માંગો છો તો સરકાર આપી રહી છે 40 % સબસિડી, જાણો સમગ્ર વિગત
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
