અમદાવાદમાં મોટાભાગના ગેરેજોમાં વાહનોની લાંબી કતારો, વાઇન રિપેરીંગ માટે 10 દિવસનું વેઇટીંગ
અમદાવાદ (Ahemdabad) શહેરમાં વરસાદ (Rain) તો થંભી ગયો. વરસાદી પાણી પણ ઓસરી ગયા. પણ હવે અમદાવાદવાસીઓ માટે અન્ય સમસ્યા સર્જાઈ છે. અને તે છે ઘરવખરીને થયેલ નુકશાનને સરભર કરવા અને વાહનોને રીપેર કરવાની. જોકે અનેક વિસ્તારમાં વાહનો પાણીમાં ગરકાવ થતાં ગેરેજમાં પણ વાહન રિપેરીંગ માટે વેઇટિંગ ચાલી રહ્યું છે.

અમદાવાદ શહેરમાં (Ahemdabad) આવેલ અલગ-અલગ ગેરેજના (Garages)દ્રશ્યોમાં માત્ર લાંબી લાઇનો જ જોવા મળે છે. કારણ કે ગેરેજોમાં હાલ વાહનો (Vehicles) રીપેરીંગ માટે કતારો લાગી છે. અને તેનું કારણ છે વરસાદી (Rain) આફત. અમદાવાદ શહેરમાં શુક્રવારે અને રવિવારે ધોધમાર વરસાદ પડતાં શહેરના મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. જેના કારણે લોકોને હાલાકી પડી હતી. તેમાં પણ ફલેટ અને ઓફિસોમાં બેઝમેન્ટ પાર્કિંગમાં પાણી ભરાઇ જતા મોટીસંખ્યામાં વાહનો વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગયો છે. હવે તો શહેરમાં વરસાદ થંભી ગયા અને રહી રહીને ઉતરેલા વરસાદી પાણી બાદ પણ શહેરીજનોની સમસ્યા હજુ યથાવત છે. અને તેનું કારણ છે વરસાદમાં ગરકાવ થયેલ લોકોના ઘર અને વાહનો. શહેરમાં ફરી વળેલા પાણી લોકોના ઘરોમાં ઘુસ્યા તેમજ વાહનો પણ પાણીમાં ગરકાવ થયા. જે બાદ પાણી ઓસરતા લોકોને આંશિક રાહત મળી. પણ સમસ્યા એ સર્જાઈ કે ઘરવખરીને થયેલ નુકશાની અને બંધ પડેલ વાહનોના ખર્ચ કાઢવા ક્યાંથી. અને તેમાં પણ જો ઇમરજન્સીમાં જરૂર પડે તો વાહન વગર જવું તો ક્યાં જવું. કેમ કે શહેરમાં ભરાયેલા પાણીના કારણે અનેક વાહનો બંધ પડ્યા જે વાહનો શરૂ કરવા માટે ગેરેજ પર પણ વાહનોને શરૂ કરવા કતારો લાગી. જેથી લોકો ઘરે કાર સાફ કરી અને તડકે મૂકીને કાર શરૂ કરવાના પ્રયત્નો પણ કરી રહ્યા છે.
વરસાદી પાણીમાં માત્ર કાર જ નહીં પણ સૌથી વધુ ટુ વેહિકલ અને થ્રિ વેહિકલ પણ ગરકાવ થયા. જે વાહનો પણ બંધ થતાં રીપેરીંગ માટે ગેરેજ પણ લાઈનો લાગી છે. જો ગેરેજ માલિકોની વાત માનીએ તો પહેલા કરતા હાલ 100 ટકા કામ વધ્યું છે. અને તેમાં પણ કામ વધુ અને સ્ટાફ ઓછો હોવાને કારણે 10 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે. તેમજ વાહનો ઉપાડવવા આવતી ક્રેન પહેલા કરતા બમણું ભાડું લેતા હોવાનો પણ ઉલ્લેખ ગેરેજ માલિકે કર્યો. જેનાથી સીધો બોઝ વાહન માલિકો પણ વધી શકે છે.
તો બીજી તરફ એવી પણ ચર્ચા છે કે કેટલાક સ્થળે વાહન રીપેરીંગ માટે વધુ ચાર્જ પણ લેવાઈ રહ્યા છે. જ્યાં લોકો મજબૂરીના કારણે વધુ ચાર્જ આપી પણ રહ્યા છે. કેમ કે હાલમાં વાહન લોકોની સામાન્ય જરૂરત બની ગયું છે. અને ઇમરજન્સીમાં વાહનની જરૂરિયાત લોકોને કોરોના સમયે સમજાય ગઈ છે. ત્યારે લોકો એક જ આશા રાખી રહ્યા છે કે તંત્ર ઘરવખરી અને વાહનોની નુકશાની તો નહીં આપી શકે પણ પાણી નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા તંત્ર કરે તો ફરી આવી પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં સર્જાય નહિ અને લોકોને નુકશાની ભોગવવાનો વારો આવે નહિ.