જગન્નાથ મંદિરની જમીન વિધર્મીને વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ, VHPના કાર્યકરને જાનથી મારી નાખવાની મળી ધમકી

|

Sep 22, 2022 | 3:07 PM

ધર્મેન્દ્ર ભાવાણીએ જણાવ્યું હતું કે હું સરકાર પાસે માગણી કરું છું કે ચેરિટી કમિશનરના હુક્મને કાયમ રાખીને સુઓમોટોના આધાર પર કમિટીની રચના કરવામાં આવે. આ કમિટી અમદાવાદની જગન્નાથ મંદિરની જમીન તેમ જ અન્ય મંદિરોની મિલકતોનો સર્વે કરે અને આવનારા દિવસોમાં સત્ય બહાર લાવે.

જગન્નાથ મંદિરની જમીન વિધર્મીને વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ, VHPના કાર્યકરને જાનથી મારી નાખવાની મળી ધમકી

Follow us on

જગન્નાથ મંદિરની (Jagganath Temple) કરોડોની જમીન બારોબાર મુસ્લિમોને વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરનારને ગળું કાપી નાખવાની ધમકીઓ મળી રહી  હોવાની માહિતી વીએચપીના  કાર્યકર્તા ધમેન્દ્ર  ભાવાણીએ જણાવી હતી. VHPના પૂર્ણકાલીન કાર્યકર્તા ધર્મેન્દ્ર ભાવાણીએ જણાવ્યું હતું કે ઉદયપુરના કનૈયાલાલની જેમ ગળું કાપી નાખવાની  તેમને ધમકીઓ મળી છે અને  મહત્વની વાત એ છે કે  તેમણે એક મહિના કરતાં વધારે સમયથી પોલીસ રક્ષણ માગ્યું હોવા છતાં ગુજરાત પોલીસે (Gujarat police) હજુ સુધી તેમને રક્ષણ પૂરું પાડ્યું નથી.  ધર્મેન્દ્ર ભાવાણીએ ગૃહ રાજ્યપ્રધાન, ડીજીપી, શહેર પોલીસ કમિશનર અને પાલડી પોલીસ સ્ટેશનમાં (Police station) 15 ઓગસ્ટના રોજ અરજી કરીને રક્ષણ માગ્યું હતું. જે વાતને એક મહિના કરતા વધુ સમય વીતી ગયો છે તેમ છતાં હજુ સુધી તેમને રક્ષણ આપવામાં નથી આવ્યું.

ધર્મેન્દ્ર ભાવાણીએ જણાવ્યું હતું કે હું  સરકાર પાસે માગણી કરું છું કે ચેરિટી કમિશનરના હુક્મને કાયમ રાખીને સુઓમોટોના આધાર પર કમિટીની રચના કરવામાં આવે. આ કમિટી અમદાવાદની જગન્નાથ મંદિરની જમીન તેમ જ અન્ય મંદિરોની મિલકતોનો સર્વે કરે અને આવનારા દિવસોમાં સત્ય બહાર લાવે. તેમણે કહ્યું કે- લેન્ડ જેહાદ એક પડકાર છે અને દેશભરમાં ચાલતું સુવ્યવસ્થિત ષડયંત્ર છે. આ વાત સપ્ટેમ્બર-2019માં મારા ધ્યાન પર આવી હતી. અમદાવાદના બાર સર્વે નંબરની જમીન છે, એમાંથી 10 સર્વે નંબરો બહેરામપુરા વિસ્તારના છે અને બે સર્વે નંબર દાણીલીમડા વિસ્તારના છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ બાર સર્વે નંબરની 2 લાખ 97 હજાર ચો.મીટર જમીન છે. આ જમીનો ગાયના ઘાસચારા માટે કોર્પોરેશન તથા દાતાઓ દ્વારા દાનમાં આપવામાં આવી હતી. જે જમીનોની આજે કેટલી કિંમત હશે એ બોલી પણ શકાય એમ નથી. એટલી મોંઘી જમીન મુસ્લિમ ખરીદદારોને આપી દેવાનું પાપ મંદિરના રક્ષણકર્તાઓએ જ કરીને ભક્ષણ કરવાનું કામ કર્યું છે. ગાય માતાના મોંમાંથી ઘાસ છીનવવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે- તેઓ જગન્નાથ મંદિરના વહીવટકર્તાઓને મળવા ગયા હતા. બહુ જ વિનંતી કરી હતી, પરંતુ મંદિરના વહીવટકર્તાઓ તૈયાર થયા નહોતા. આ લેન્ડ જેહાદ ષડયંત્ર છે. મંદિર આગામી દિવસોમાં પૂરી રીતે ખતમ થઈ જશે. આ લડાઈ મંદિર, હિન્દુ ધર્મ તેમ જ ગાય માતા અને મંદિરની જમીનને બચાવવા માટે અતિઆવશ્યક છે, પરંતુ તેઓ સમજ્યા નહોતા.

તો બીજીતરફ મંદિરના મુખ્ય ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ, ધર્મેન્દ્ર ઝાએ લગાવેલા આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે જમીનને લઈ કોઈ ખોટું કામ કરવામાં નથી આવ્યું. સમગ્ર કેસ હાઈકોર્ટમાં ચાલે છે જે જગ્યા મુસ્લિમને આપવામાં આવી હતી તેની સામે બાજુની જગ્યા મુસ્લિમ પાસેથી ખરીદવામાં આવી હતી. ત્યાં હિન્દુ અને મુસ્લિમ બંને રહે છે આમાં કોઈ પ્રકારનો વિવાદ નથી તેમણે કહ્યું કે- હાઈકોર્ટ જે નિર્ણય આપશે તે માન્ય રહેશે.

Next Article