Ahmedabad : વરવી વાસ્તવિકતા ! સરકારી હોસ્પિટલોને આધુનિક બનાવવાના દાવા વચ્ચે આ હોસ્પિટલમાં પાયાની સુવિધાનો અભાવ

|

May 29, 2022 | 7:46 AM

સોલા સિવિલ હોસ્પિટલમાં (Sola Civil Hospital) તો પાયાની સગવડનો જ અભાવ છે. જેના કારણે દર્દી અને દર્દીના પરિજનોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

Ahmedabad : વરવી વાસ્તવિકતા ! સરકારી હોસ્પિટલોને આધુનિક બનાવવાના દાવા વચ્ચે આ હોસ્પિટલમાં પાયાની સુવિધાનો અભાવ
Lack of basic facilities in Sola Civil Hospital

Follow us on

જો તમે સોલા સિવિલમાં (Sola Civil Hospital) જવા ઈચ્છો છો તો પોતાની તમે પોતાની સાથે ઠંડુ પાણી લઈને જજો. જી હા…..આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે સોલા સિવિલ હોસ્પિટલમાં પાયાની સગવડ એવા ઠંડા પાણીની સુવિધાનો અભાવ છે. તમને જાણીને નવાઈ લાગશે કે સરકાર હોસ્પિટલને આધુનિક (Govt Hospital) બનાવવા મથામણ કરી રહી છે, પણ સોલા સિવિલ હોસ્પિટલમાં સ્થિતિ કંઈક જુદી જ જોવા મળી રહી છે. કારણ કે આ કાળઝાળ ગરમીમાં પણ હોસ્પિટલમાં ઠંડા પાણીની કોઈ સુવિધા નથી. જેના કારણે દર્દી અને દર્દીના (Patient) પરિજનોને ગરમી વચ્ચે પણ ગરમ પાણી પીને કામ ચલાવવું પડે છે. જેની સામે દર્દીના પરિજનોએ યોગ્ય વ્યવસ્થાની માંગ કરી છે.

કાળઝાળ ગરમીમાં દર્દીઓ ગરમ પાણી પીવા મજબૂર

બીજી તરફ સોલા સિવિલ હોસ્પિટલના rmo એ પણ પાણીની અગવડતાની આ વાત સ્વીકારી હતી. તેમજ જણાવ્યું હતું કે સોલા સિવિલ હોસ્પિટલમાં દરેક  ફ્લોર પર પીવાના પાણીના કુલર મુખ્ય છે. તેમજ બહાર પાણીની ઘડીની વ્યવસ્થા કરી છે. જોકે જ્યારે ટીવી નાઈનની ટીમે(TV9)  બહાર રહેલ મશીનની તપાસ કરી તો દર્દીના પરિજનોના જણાવ્યા પ્રમાણે મશીન બંધ હતું. જેથી માત્ર ગરમ પાણી જ આવતું હતું. તો ઇમરજન્સી વોર્ડ સામે પાર્કિંગમાં રહેલ મશીન કનેકશન વગર ધૂળ ખાઈ રહ્યું હતું. જે મશીન હોસ્પિટલને ડોનેશનમાં મળ્યું હતું. જે અંગે હોસ્પિટલના rmo ને પૂછતાં તેઓએ યોગ્ય કામગીરી કરી મશીન શરૂ કરાશે તેવું માત્ર આશ્વાસન આપ્યું.

દર્દીના પરિજનોને પારાવાર મુશ્કેલી

ઉલ્લેખનીય છે કે સોલા સિવિલ હોસ્પિટલમાં રાજ્ય માંથી દર્દી અને તેમના પરિજનો આવે છે. જેમાં ગરીબ વર્ગ વધુ હોય છે. જેઓને બહાર પાણીની બોટલ લેવાનું પણ પોષાય નહિ. પણ જ્યારે હોસ્પિટલમાં દર્દીના વધુ પરિજન ને ઉપર ન જવા દેવાય ત્યારે નીચે કમ્પાઉન્ડમાં ઠંડા પાણી ની વ્યવસ્થા ન હોય ત્યારે ઉપરના માળે રહેલ પાણીના કુલર (Water Cooler) શુંં કામના તે સવાલ ઉભો થાય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તેવા સંજોગો માં દર્દીના પરિજનોએ ગરમ પાણીથી કામ ચલાવવું પડે. ત્યારે જરૂરી છે કે રાજ્ય સરકાર દર્દી અને દર્દીના પરિજન ને લગતી આ સમસ્યા જે મૂળ પાયાની સુવિધા કહેવાય તેના પર પણ ધ્યાન આપે. જેથી ઠંડા પાણી માટે લોકોએ રઝળપાટ કરવી ન પડે અને દર્દી કે દર્દીના પરિજનને વગર નાણાં ખર્ચે ઠંડા પાણીની સુવિધા મળી રહે.

Next Article