જાણો .. Ahmedabad શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંઘ મલિકની કારકિર્દી

જાણો .. Ahmedabad શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંઘ મલિકની કારકિર્દી

Sachin Kolte
| Edited By: | Updated on: Jul 27, 2023 | 9:53 PM

અમદાવાદ શહેર જેમાં કેસોનો ઝડપી નિકાલ અને સેન્ટ્રલ ફોર્સિસમાં કામગીરીનો બહોળો અનુભવ ખુબ ફાયદાકારક નીવડે એ નજરે પણ જ્ઞાનેન્દ્રસિંહ મલિકને શિરે આ મહત્વની જવાબદારી કહી શકાય.. બૉર્ડર સિક્યુરીટી ફોર્સ અને સી.આઈ.એસ.એફ. માં પણ મહત્વની જવાબદારી પછી અમદાવાદ પોલિસ કમિશ્નર તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિક ખરા ઉતરશે. 

Ahmedabad : ગુજરાત પોલીસમાં તેમજ સેન્ટ્રલ ફોર્સિસમાં ફરજ બજાવી ચૂકેલા જ્ઞાનેન્દ્રસિંઘ મલિકને અમદાવાદ પોલિસ કમિશ્નર તરીકેનો ચાર્જ સોંપાયો છે.. ઇન્ચાર્જ પોલિસ કમિશ્નરના નેજા હેઠળ શહેરની જવાબદારી હતી પણ હવે ફુલ ટાઇમ કમિશ્નરના આવી જવાથી ઘણો ફરક અમદાવાદની લો એન્ફોર્સમેન્ટ એજન્સીને મળશે.

1993 બેચના IPS અધિકારી જ્ઞાનેન્દ્રસિંઘ મલિક જે હાલ ADG નોર્થ હેડ ક્વાર્ટર તરીકે ફરજ પર હાજર હતા, જે અંતર્ગત એરપૉર્ટ સિક્યુરીટીની જવાબદારી એમના ભાગે આવી હતી..

જ્ઞાનેન્દ્રસિંઘ મલિકના હાથમાં અમદાવાદ શહેરની કમાન સોંપાઈ છે, લો એન્ડ ઑર્ડરની સ્થિતિને ધ્યાને લઈને જ્ઞાનેન્દ્રસિંઘ મલિક હવે કયા પ્રકારના પરિવર્તન લાવે છે એ ખુબ જરૂરી છે. અમદાવાદ શહેરમાં લો એન્ડ ઑર્ડર તેમજ ટ્રાફિકના નિયમોની કડકાઇ તેમજ શહેરી વિભાગો સાથેના સંકલન સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને મજબૂત કરવાની અનુભવી કુનેહનો ઉપયોગ કરવાથી ચોક્કસ ફાયદો અમદાવાદને થશે.

અમદાવાદ શહેર જેમાં કેસોનો ઝડપી નિકાલ અને સેન્ટ્રલ ફોર્સિસમાં કામગીરીનો બહોળો અનુભવ ખુબ ફાયદાકારક નીવડે એ નજરે પણ જ્ઞાનેન્દ્રસિંઘ મલિકને શિરે આ મહત્વની જવાબદારી કહી શકાય.. બૉર્ડર સિક્યુરીટી ફોર્સ અને સી.આઈ.એસ.એફ. માં પણ મહત્વની જવાબદારી પછી અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે જ્ઞાનેન્દ્રસિંઘ મલિક ખરા ઉતરશે.

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટીએ બેફામ બનેલા નબીરાઓ ઊપર કઈ રીતે લગામ લગાવવાં માટેના જરૂરી પગલા લેવાશે એ પણ જોવું મહત્વનું રહેશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 27, 2023 09:49 PM
g clip-path="url(#clip0_868_265)">