આગામી જુલાઇ મહિનામાં ખોખરા બ્રિજ (ROB) તૈયાર થઇ જશે, રેલવે વિભાગે જાહેર કરી ટાઈમ લાઇન

અમદાવાદ મંડળના જાણીતા ખોખરા બ્રિજ (ROB) ઉપર 92 મીટરના ઓપનવેવ ગર્ડર બ્રિજ તૈયાર કરાયો. જે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અભૂતપૂર્વ ખોખરા બ્રિજ (ROB) ઉપર 92 મીટરના ઓપન વેવગર્ડરનું સફળતાપૂર્વક કામ કરાયું.

આગામી જુલાઇ મહિનામાં ખોખરા બ્રિજ (ROB) તૈયાર થઇ જશે, રેલવે વિભાગે જાહેર કરી ટાઈમ લાઇન
Khokhra Bridge (ROB) to be ready by next July, time line announced by Railway Department
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 17, 2022 | 8:20 PM

અમદાવાદ : શહેરીજનો માટે સારા સમાચાર છે અને તે કે આગામી જુલાઈ મહિનામાં ખોખરા બ્રિજ (Khokhra Bridge)બનીને તૈયાર થઇ શરૂ થઈ જશે. આ જાહેરાત રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખોખરા બ્રિજ કે જે મણિનગર અને ખોખરાને જોડતો મુખ્ય બ્રિજ છે. જેનું કામ છેલ્લા 3 વર્ષ ઉપરના સમયથી ચાલુ છે. જે કામ પૂર્ણ થવાની લોકો રાહ જોતા હતા. જે ઘડીનો અંત હવે નજીક હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે બ્રિજનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. તેમજ જુલાઈ મહિનામાં કામ પૂર્ણ કરવાની ટાઈમ લાઇન રેલવે વિભાગે જાહેર કરી છે. રેલવેના પીઆરઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે બ્રિજમાં દિલ્હીના ગાઝિયાબાદથી મેન્યુફેક્ચરિંગ કરી જે સ્પાન મંગાવવામાં આવી છે. તે સ્પાન અમદાવાદ લાવી ફિટિંગ કરવામાં આવી રહ્યા છે. અને તેના પર ચાલુ રેલવે વ્યવહારે કામ કરવાનું અઘરું હોવા છતાં પણ કામગીરી કરી એક ગડર ફિટ કરી હોવાનું નિવેદન આપ્યું છે. તેમજ જુલાઈ મહિના સુધીમાં કામ પૂર્ણ કરી ચાલુ કરી દેવાશે તેવી પણ જાહેરાત કરી છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ મંડળના જાણીતા ખોખરા બ્રિજ (ROB) ઉપર 92 મીટરના ઓપનવેવ ગર્ડર બ્રિજ તૈયાર કરાયો. જે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અભૂતપૂર્વ ખોખરા બ્રિજ (ROB) ઉપર 92 મીટરના ઓપન વેવગર્ડરનું સફળતાપૂર્વક કામ કરાયું. અને તે પણ કોઇપણ અડચણ વિના અને સલામતી અને સાવચેતી સાથે કામ પૂર્ણ કરવામાં આવ્યું. જે બ્રિજ પશ્ચિમ રેલવેનો (Western Railway) સૌથી મોટો ઓપનવેવ ગર્ડર (1045 મેટ્રિક ટન) ભારે અને 92 મીટર લાબું સિંગલસ્પેન ગડર માનવામાં આવી રહ્યો છે. જેને ટ્રેનોના સંચાલનમાં ખલેલ પહોંચાડ્યા વગર લોન્ચ કરવામાં આવ્યું. આવા ગડરને લોન્ચ કરતા પહેલાં અને તે દરમિયાન થવાવાળી વિવિધ સમસ્યાઓનો સામનો કરી અને આ નોંધપાત્ર સિદ્ધિ સફળતાપૂર્વક અને અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી. આ એક સ્થળે લોન્ચ થનાર બે ગડરમાંથી પહેલું લોન્ચિંગ છે. જ્યારે બીજાની પણ હાલ કામગીરી પુરજોશ ચાલી રહી છે. જે કામ અડધા ઉપર પૂર્ણ થઈ ચૂક્યું છે.

પહેલા ગડર લોન્ચિંગ વખતે કામ દરમિયાન હાથ ધરવામાં આવેલા કેટલાક મુદ્દાઓ મહત્વપૂર્ણ હતા

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

· વગર નોઝના 18 મીટર ના કેન્ટીલીવરની સાથે ગર્ડરનું લોન્ચિંગ

· ગડર લોન્ચિંગ માટે કામચલાઉ યોજના અને ડિઝાઇનની તૈયારી

· લોન્ચિંગ દરમિયાન અલાઇમેન્ટને મેન્ટેઇન કરવાની સાથે સાથે વિંચેજના પ્રોપર મુવમેન્ટની ખાતરી કરવી

· કેન્ટીલીવરવાળા ભાગને પાર કર્યા પછી પ્રથમ બ્રિજ નોડનું ઉતરાણ ખૂબ જ મુશ્કેલ હતું, જે સફળતાપૂર્વક કરવામાં આવ્યું.

· વિંચેજની સમકાલીન મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને, ગડરને એક સમાન ગતિએ યોગ્ય રીતે લોન્ચ કરી શક્યા.

આ તમામ મુદ્દાઓને પૂર્ણ કરીને, આ લોન્ચિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.

મુખ્યમંત્રીએ પણ આપ્યા સંકેત

2019માં ઓગસ્ટ મહિના આસપાસ બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અને ત્યારે દોઢ વર્ષની ટાઈમ લાઇન આપવામાં આવી હતી. જોકે કોરોનાને કારણે કામ પૂર્ણ નહિ થઈ શકતા, હાલ સુધી બે વાર ટાઈમ લાઇન બદલાઈ. જે કામમાં બ્રિજની ડિઝાઇનના કારણે અને AMC અને રેલવેની હદના કારણે પણ કામમાં વિલંબ થયેલ હતો. પણ હવે નવી અને ત્રીજી ટાઈમ લાઇન જુલાઈ મહિનાની જાહેર કરાઈ છે. જે જાહેરાત સાથે મુખ્યમંત્રીએ પણ બ્રિજની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું અને ઝડપી કામ પૂર્ણ કરવા સૂચન કર્યા. જેથી લાગી રહ્યું છે કે હવે ખોખરા બ્રિજ લોકોને જુલાઈ મહિનામાં વાહન વ્યવહાર માટે ખુલો મળી શકે છે. અને તેનાથી વાહન વ્યવહાર કરતા લોકોને મણિનગર એલ.જી બ્રિજ ફરીને જવું નહિ પડે, અને પહેલાની જેમ લોકો ખોખરા બ્રિજ પરથી મુસાફરી કરી શકશે. ત્યારે લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે બ્રિજ શરૂ થાય જેથી વધુ અંતર કાપવું ન પડે અને મોંઘા થતા પેટ્રોલ સામે બચત પણ થઈ શકે.

આ પણ વાંચો :Cheteshwar Pujara: પુજારાએ સવા બે વર્ષે ફટકાર્યુ શતક, ટીમને ઈનીંગથી હારનુ સંકટ ટાળવા દિવાલ બની ઉભો રહ્યો

Corona Virus Symptoms: બાળકોમાં જો દેખાય આ લક્ષણ, તો શાળાએ મોકલવાનું ટાળો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">