અમદાવાદ સિરિયલ બ્લાસ્ટઃ કોર્ટમાં 500થી વધુ ચાર્જશીટના 51 લાખથી વધુ પેજ અને 74 આરોપીઓના સ્ટેટમેન્ટના 3.48 લાખ પેજ રજૂ થયાં છે
આ કેસના મુખ્ય સરકારી વકીલ અમિત પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે 2008થી અત્યાર સુધીમાં અનેક વિગતો તપાસમાં બહાર આવી છે તથા આ મામલે જુદી જુદી 500થી વધુ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે
2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ મામલે આવતીકાલે નામદાર કોર્ટ ચુકાદો આપવા જઈ રહ્યું છે ત્યારે આ કેસના મુખ્ય સરકારી વકીલ અમિત પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે 2008થી અત્યાર સુધી અનેક વિગતો તપાસમાં બહાર આવી છે તથા આ મામલે જુદી જુદી 500 જેટલી ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી જેને તમામ ગુનાઓ નો અભ્યાસ કરીને એક ચાર્જશીટ તરીકે તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
સરકારી વકીલ અમિત પટેલે જણાવ્યું કે સિરિયલ બ્લાસ્ટ મામલે 2008થી અત્યાર સુધી તપાસ માં કુલ 1163 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા જે પૈકી માત્ર બાર સાક્ષીઓએ પોતાના નિવેદન બદલ ગયા હતા આ ઉપરાંત આ કેસમાં ખાસ ચાર જેટલા સરકારી વકીલ હતા જેમાં આરોપીઓને સાબરમતી જેલમાં રાખ્યા હતા તે દરમિયાન આ કામના આરોપીઓની બેરેક પાસેથી વર્ષ 2013માં સુરંગકાંડ પ્રકાશમાં આવ્યો હતો જેમાં આ બેરેકમાં રાખેલા આરોપીઓની બેરેકમાંથી જ સુરંગ તૈયાર કરવામાં આવી હતી.
આશરે ૧૪ વર્ષ પછી ૨૦૦૮માં અમદાવાદ-સુરતમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટ ટુંક સમયમાં ચુકાદો સંભળાવી શકે છે. કુલ ૭૮ આરોપીઓ સામે કેસ ચાલ્યો જેમાંથી એક આરોપી સાક્ષી બન્યો તેમજ એક આરોપીનું મૃત્યુ થયું છે. સ્પેશિયલ કોર્ટના જજ એ આર પટેલ કોર્ટમાં ચુકાદો સંભળાવી શકે છે.
અમદાવાદમાં 20 સ્થળોએ 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં 58 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો જ્યારે 244 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 1163 સાક્ષીઓની જુબાની લેવાઇ ચૂકી છે. તેમજ 1237 સાક્ષીઓને રાજ્ય સરકાર દ્વારા પડતા મુકાયા છે. આ ઉપરાંત રાજ્યની અન્ય જેલોમાં બંધ યાસીન ભટકલ તેમજ અન્ય આરોપીઓ સામેનો કેસ ભેગો કરવા માટે તપાસ એજન્સી દ્વારા અરજી કરવામાં આવી હતી. આ કેસમાં દારૂ પી જેની ઉપર કાવતરુ રચવાનો આરોપ હતો એ અયાઝ સૈયદ જેણે તાજનો સાક્ષી બનીને જુબાની આપી હતી.
આ કેસમાં અલગ-અલગ 521 જેટલી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે, એક ચાર્જશીટમાં 9800 પાનાનો ઉપયોગ કરાયો છે, એટલે તમામ ચાર્જશીટ મળીને કુલ 51 લાખ જેટલા પાનાનો ઉપયોગ કરાયો છે.
કોરોના ને કારણે કોર્ટમાં physical કેરિંગ બંધ હોવાથી કોર્ટની કાર્યવાહી online શરૂ કરવામાં આવી હતી.. જેમાં આરોપીઓની ઓનલાઇન જુબાની લેવામાં આવી હતી, આ કેસમાં એક એક આરોપીનું ફર્ધર સ્ટેટમેન્ટ 4700 પાનાનું થાય છે.. એટલે 74 આરોપીઓના ફર્ધર સ્ટેટમેન્ટ ગણીએ તો 3,47,800 પેજ થાય છે.. કુલ આરોપીઓમાંથી ત્રણ આરોપીઓએ online ફર્ધર સ્ટેટમેન્ટ આપવાનો ઇન્કાર કરી દીધો હતો..
26 july 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટમાં પોલીસ દ્વારા સુરતમાં લગભગ 15 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી, અને અમદાવાદમાં 20 જેટલી ફરિયાદો નોંધવામાં આવી હતી.. આ કેસમાં કુલ 78 આરોપીઓ સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો, જ્યારે હજી આ કેસમાં 8 આરોપીઓ એવા છે જેમને પોલીસ હજુ શોધી રહી છે.. 2008 સિરિયલ બ્લાસ્ટમાં મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલ દિલ્હીની જેલમાં જ્યારે અબ્દુલ સુભાન ઉર્ફે તૌકીર કોચીનની જેલમાં છે, તેમની સામેનો કેસ હજી ઓપન થયો નથી..
આ કેસમાં ખાસ વકીલ તરીકે એચ.એમ ધ્રુવ, અમિત પટેલ અને મિતેષ અમીન તેમજ સુધીર બ્રહ્મભટ્ટ સામેલ રહ્યા છે. ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અમદાવાદની સાબરમતી જેલમાં સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપીઓ દ્વારા 213 ફૂટની સુરંગ ખોદીને ભાગી જવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જે કેસ હજી પણ મેટ્રોપોલિટન કોર્ટમાં પડતર છે.
આ પણ વાંચોઃ અમદાવાદ : ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસના આરોપી મૌલવી કમરગનીના 9 દિવસના રિમાન્ડ મંજૂર