ઉત્તરાયણના બે દિવસમાં દોરી વાગતા કે ધાબેથી પડતા ગુજરાતમાં 10થી વધુના મોત, અમદાવાદમાં સૌથી વધુ 60 લોકો ઇજાગ્રસ્ત

રાજ્યમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના (Uttarayan 2023) પર્વે પણ કાતિલ દોરીએ જીવનની ડોર કાપી હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે. હજાર જાહેરાતો અને અપીલ છતાં લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતાં રહ્યા અને લોકો ઘવાતા રહ્યા અને કેટલાકે તો મહામૂલો જીવ પણ ગુમાવવો પડ્યો.

ઉત્તરાયણના બે દિવસમાં દોરી વાગતા કે ધાબેથી પડતા ગુજરાતમાં 10થી વધુના મોત, અમદાવાદમાં સૌથી વધુ 60 લોકો ઇજાગ્રસ્ત
પતંગની દોરીથી ગળુ કપાવાની ગુજરાતમાં અનેક દુર્ઘટના
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2023 | 10:03 AM

ગુજરાતમાં ઉત્તરાયણના પર્વમાં દોરી વાગતા કે ધાબેથી પટકાતા 11 લોકોના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે 130થી વધુ લોકોને કાતિલ માંજાએ ઈજાગ્રસ્ત કર્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 60 લોકો પતંગની દોરીથી ઘાયલ થયા છે. જે પૈકી 32ને સારવાર અર્થે દાખલ કરવા પડ્યા છે. અમદાવાદની સોલા સિવિલમાં 31 અને અસારવા સિવિલમાં 11 દર્દીને દાખલ કરાયા છે. રાજ્યમાં બે દિવસમાં નાના-મોટા માર્ગ અકસ્માતમાં 1200 લોકો ઘાયલ થયા છે. આ બે દિવસના પર્વ દરમિયાન 108 ઈમરજન્સી સેવાને 1657 કોલ આવ્યા હતા. અમદાવાદમાં બે દિવસમાં મારામારીના 91 કેસ નોંધાયા હતા.

મહત્વનું છે કે, રાજ્યમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વે પણ કાતિલ દોરીએ જીવનની ડોર કાપી હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે. હજાર જાહેરાતો અને અપીલ છતાં લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતાં રહ્યા અને લોકો ઘવાતા રહ્યા અને કેટલાકે તો મહામૂલો જીવ પણ ગુમાવવો પડ્યો. ઉત્તરાયણના દિવસે મહેસાણામાં ચાઇનીઝ દોરીથી 4 વર્ષીય બાળકીનો જીવ ગયો હતો. વિસનગરના કડા દરવાજા નજીક 4 વર્ષીય બાળકીનું ચાઈનીઝ દોરી વાગતાં મોત થયુ હતુ. માતા બાળકીને તેડીને જતી હતી એ વખતે ગળાના ભાગે ચાઇનીઝ દોરી વાગી હતી. તો વડોદરામાં પતંગની દોરીથી યુવકનું મોત થયુ હતુ. દશરથ બ્રિજ પર પતંગની દોરીથી ગળુ કપાતા યુવકનું મોત થયુ હતુ. રિંકુભાઈ નામના 35 વર્ષીય યુવકનું મોત થયુ હતુ.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

અરવલ્લીમાં ધનસુરા-માલપુર રોડ પર પતંગની દોરી ગળામાં ફસાઈ જતા પરિવારને અકસ્માત નડયો હતો. આ તરફ સાબરકાંઠાના ઈડરમાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું હતું. બીજી તરફ પંચમહાલમાં રેણા પાસે ચાઈનીઝ દોરીથી યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

વાસી ઉત્તરાયણના દિવસે ભાવનગર શહેરની છે જ્યાં લાલ ટાંકી પાસે પતંગની દોરીથી બાળકીનું ગળુ કપાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું. તો આ તરફ ગાંધીનગરના કલોલના છત્રાલ ગામના અશ્વિન ગઢવી અંબિકા બ્રિજ પરથી પસાર થતા સમયે કાતિલ દોરી વાગતા યુવકનું મોત નિપજ્યું હતું. ચ્છના ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં પતંગની દોરીથી બાઈકચાલક યુવકનું મૃત્યું થયું. જ્યારે સાબરકાંઠાના વિજયનગરમાં પતંગ ચગાવવા ધાબે ચડેલો યુવક પટકાયો. આ યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતા મોત થયું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">