Rathyatra 2022 : આખરે ભક્તોની આતુરતાનો અંત, થોડીવારમાં જગતના નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળશે

|

Jul 01, 2022 | 5:41 AM

ભગવાન જગન્નાથની રથયાત્રા (Rathyatra 2022) જમાલપુરથી ખમાસા, આસ્ટોડિયા થઈને રાયપુર ચકલા, ખાડિયા, પાંચકુવા, કાલુપુર થઈને સરસપુર જશે. સરસપુર ભગવાનના મોસાળમાં ભક્તો દ્વારા સ્વાગત કરાશે.

Rathyatra 2022 : આખરે ભક્તોની આતુરતાનો અંત, થોડીવારમાં જગતના નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળશે
Rathyatra 2022

Follow us on

આખરે જગન્નાથના(Jagannath Rathyatra)  ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે. આજે જગતના નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળશે.ભગવાન જગન્નાથની(Lord Jagannath) આજે 145મી રથયાત્રા છે. રથયાત્રામાં (rathyatra) જોડાવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યુ છે.સવારે મંગળા આરતી અને પહિંદવિધી બાદ શ્રીફળ વધેરી રથને પ્રસ્થાન કરાવાશે.મહત્વનું છે કે,મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)  જ પહિંદ વિધી કરશે.તો રથયાત્રા શરૂ થતાં પહેલાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાશે.રથયાત્રામાં અલગ-અલગ ચાર તબક્કા છે. જેમાં પ્રથમ કુલ 101 ટ્રક રહેશે જે બાદ અખાડા અને ભજન મંડળી રહેશે.

બે વર્ષ બાદ ભક્તો સાથે નીકળશે રથયાત્રા

રથયાત્રા વહેલી સવારે જમાલપુરથી ખમાસા, આસ્ટોડિયા થઈને રાયપુર ચકલા, ખાડિયા, પાંચકુવા, કાલુપુર થઈને સરસપુર જશે. સરસપુર ભગવાનના મોસાળમાં ભક્તો દ્વારા સ્વાગત કરાશે. જે બાદ પરત સરસપુરથી કાલુપુર, દરિયાપુર, શાહપુર રંગીલા ચોકી, દિલ્લી ચકલા, ઘી કાંટા પાનકોર નાકા, સાંકડી શેરીનાં નાકે થઈ માણેકચોક અને ત્યાંથી દાણાપીઠથી ખમાસા થઈને નિજ મંદિરે રથયાત્રા પરત ફરશે.આજના દિવસ માટે આ તમામ રૂટ બંધ રાખવામાં આવશે..આ તમામ રુટ(Rathyatra Route)  પર વાહનચાલકો વાહન પણ પાર્ક કરી શકશે નહીં.આ રુટ નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કરાયો છે.તેથી મંદિરે આવતા ભક્તોને કોઈ અગવડતા ન પડે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રથયાત્રાના સમગ્ર રૂટ પર દર્શનાર્થીઓનો ઘસારો

મંદિર પરિસરમાં તેમજ જમાલપુર ચકલા અને રથયાત્રાના સમગ્ર રૂટ પર દર્શનાર્થીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. આજે શહેરના માર્ગો જય રણછોડ… માખણચોર….ના નાદથી ગૂંજી ઉઠશે.વહેલી સવારથી જ લોકો જગદીશ મંદિરના મુખ્ય માર્ગો ઉપર ગોઠવાઈ ગયા છે તેમજ રથાત્રા પસાર થવાની છે તે રૂટ ઉપર પણ બંને બાજુ લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે.

 

Next Article