Ahmedabad: કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી મળ્યા માનવ અંગો, પૂર્વ વિસ્તારમાં આ જ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી અપાય છે પાણી
કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી માનવ અંગો મળતા તંત્ર દોડતુ થઇ ગયુ છે. આ માનવ અંગો નર્મદા કેનાલ મારફતે ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં આવ્યા હોવાની આશંકા સેવાઇ રહી છે. પૂર્વ અમદાવાદના (Ahmedabad) વિવિધ વિસ્તારોમાં આ જ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી આપવામાં આવે છે.
અમદાવાદમાં મનપાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી માનવ અંગો મળી આવતા ચકચાર મચી ગઇ છે. કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી માનવ અંગો મળતા તંત્ર દોડતુ થઇ ગયુ છે. આ માનવ અંગો નર્મદા કેનાલ મારફતે ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં આવ્યા હોવાની આશંકા સેવાઇ રહી છે. પૂર્વ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આ જ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી આપવામાં આવે છે. ત્યારે લોકોને પુરો પાડવાના પાણીની જથ્થા અંગે પ્રશ્ન ઊભા થઇ રહ્યા છે. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બાબત ધ્યાને આવતા જ 15 MLD પાણીનો નાશ કરવામાં આવ્યો છે.
સરદારનગર પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદના કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી માનવ અંગો મળી આવ્યા છે. અજાણ્યા વ્યક્તિનું હાથ, પગ અને માથુ મળી આવ્યુ છે. કોહવાયેલી હાલતમાં આ માનવ અંગો ટ્રિટમેન્ટ પ્લાન્ટમાંથી મળી આવ્યા છે. ત્યારે સમગ્ર મામલે સરદાર નગર પોલીસને જાણ કરવામાં આવી છે. સરદારનગર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરીને જે માનવ અંગો છે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
અમદાવાદમાં મનપાના કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી મળ્યા માનવ અંગો#Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/blfUuczlpD
— Tv9 Gujarati (@tv9gujarati) December 15, 2022
AMCએ 15 MLD પાણીનો કર્યો નાશ કર્યો
કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી માનવ અંગો મળતા ચકચાર મચી છે. જો કે પાણી પૂરવઠો આપવાના પ્રાથમિક તબક્કામાં જ કર્મચારીને આ બાબત ધ્યાને આવી ગઇ છે.જેથી પ્લાન્ટમાં માનવ અંગની વાત ધ્યાને આવતા AMCએ 15 MLD પાણીનો કર્યો નાશ કર્યો છે. નર્મદા કેનાલ મારફતે માનવ અંગ ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં આવ્યા હોવાની આશંકા છે. કારણકે નર્મદાની મુખ્ય કેનાલમાંથી જ કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીનો જથ્થો મેળવાય છે. અમદાવાદના પૂર્વ વિસ્તારના શહેરીજનોને આજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી આપવામાં આવે છે.
શહેરીજનોને ચિંતા કરવાની કોઈ જરૂર નહીંઃ AMC
જો કે સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને આશ્વાસન આપવામાં આવ્યુ છે અને જણાવવામાં આવ્યુ છે કે, શહેરીજનોએ ચિંતા કરવાની કોઇ જ જરુર નથી. કારણકે કોર્પોરેશન દ્વારા તે પાણીના જથ્થાનો નાશ કરી દેવામાં આવ્યો છે. આ બાબતમાં વધુ કાર્યવાહી સરદારનગર પોલીસે હાથ ધરી છે.