બે વર્ષ બાદ અમદાવાદમાં યોજાશે કાંકરિયા કાર્નિવલ અને ફલાવર શો, તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ

બે વર્ષ બાદ અમદાવાદમાં યોજાશે કાંકરિયા કાર્નિવલ અને ફલાવર શો, તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2022 | 7:07 AM

આ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકાએ (Ahmedabad Municipal Corporation) પહેલા કાંકરિયા કાર્નિવલ અને ત્યારબાદ ફ્લાવર-શો યોજવાની તૈયારી શરૂ કરી દીધી છે.

કોરોના મહામારીના કારણે બે વર્ષ સુધી કાર્નિવલનું આયોજન થઈ શક્યું ન હતું. જો કે આ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકાએ પહેલા કાંકરિયા કાર્નિવલ અને ત્યારબાદ ફ્લાવર-શો યોજવાની તૈયારી શરૂ કરી દીધી છે. અમદાવાદનો સૌથી મોટો ઉત્સવ એવા કાંકરિયા કાર્નિવલ-2022નું આ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. બે વર્ષ બાદ આ વર્ષે કાંકરિયા કાર્નિવલનું ભવ્ય રીતે આયોજન કરવાની તૈયારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

બે વર્ષ બાદ યોજાશે કાંકરિયા કાર્નિવલ

અમદાવાદમાં બે વર્ષ બાદ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ 2022 ઊજવવામાં આવશે. 25મી ડિસેમ્બરે સાંજે મુખ્યપ્રધાનના હસ્તે આ કાર્નિવલ ખુલ્લો મૂકવામાં આવશે. 4.50 કરોડના ખર્ચે કાર્નિવલ યોજાવા જઈ રહ્યો છે. લેસર શો, મલ્ટિમીડિયા શો વગેરેની નાનાં બાળકોથી લઇ અને મોટા લોકો કાંકરિયા કાર્નિવલની ખૂબ જ મજા માણી શકશે.

ફ્લાવર શો યોજવાની તૈયારીઓ

આ ઉપરાંત મહાનગરપાલિકા તરફથી જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં ફ્લાવર શોનું પણ આયોજન કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ દેશ વિદેશના રંગબેરંગી ફૂલોથી મહેકી ઉઠશે. સરદાર બ્રિજથી એલીસબ્રિજ વચ્ચે આવેલા રીવરફ્રન્ટ ખાતે આ ફ્લાવર શો યોજાશે. ચાલુ વર્ષે અલગ અલગ થીમ પર ફલાવર સ્કલ્પચર બનાવવામાં આવશે. અંદાજિત 2.5 કરોડનો ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. ફ્લાવર શોમાં સ્કૂલના બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ રાખવામાં આવશે અને 12 વર્ષથી વધુની વયના લોકો માટે 30 રૂપિયા ટિકિટ નક્કી કરવામાં આવશે. દર વર્ષે ફ્લાવર શો નિહાળવા માટે લાખોની ભીડ ઉમટતી હોય છે. અંદાજે 8થી 10 લાખ લોકો ફ્લાવર શોની મુલાકાત લેતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે અનેક નવા નજરાણા ફ્લાવર શોમાં જોવા મળશે.

g clip-path="url(#clip0_868_265)">